શરીરમાં ચરબી અથવા તો વજન વધવા લાગે તો ચિંતા પણ વધવા લાગે છે. સ્થૂળતા કોઈપણ વ્યક્તિને પસંદ હોતી નથી. બીજું કારણ એ પણ છે કે સ્થૂળતા ઘણી બિમારીઓનું કારણ પણ બને છે, જેમાં હાર્ટ એટેક, ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓ પણ સામેલ છે. એટલા માટે વજન ઘટાડીને પોતાના શરીરને ફીટ રાખવાનું દરેક વ્યક્તિ ઇચ્છે છે. પરંતુ તેના માટે મહેનત અને ડાયટિંગ કરવાનો કોઈ પાસે સમય હોતો નથી. આવી સ્થિતિમાં વેઇટ લોસ ડ્રિંક તમારા ખૂબ જ કામ આવી શકે છે. આ ડ્રિંકને ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે અને કોઈ પણ જગ્યાએ પી શકાય છે.
ઘણાં વેઇટ લોસ ડ્રિંક આશ્ચર્યજનક રૂપથી કામ કરે છે અને અમુક દિવસો અથવા સપ્તાહમાં જ તમારા શરીરની ચરબીને ઓછી કરીને તમને હળવું મહેસૂસ કરાવે છે. આવું જ એક જબરદસ્ત વેઇટ લોસ ડ્રિંક બીટ અને લીંબુ માંથી બનાવી શકાય છે. આ ડ્રિંક એટલા માટે પણ ખાસ છે કારણકે આ તમારા માટે બોડી ડિટોક્ષનું કામ પણ કરે છે. જેનો મતલબ છે કે આ ડ્રિંક પીવાથી તમારા શરીરની અંદરની ગંદકી પણ નીકળી જાય છે અને વજન પણ ઓછું થવા લાગે છે. તો ચાલો તમને જણાવીએ તેના ફાયદા અને તેને બનાવવાની રીત વિશે.
બીટ વજન ઘટાડવા માટે ખાસ શા માટે?
બીટમાં આયરનની માત્રા ખૂબ જ વધારે હોય છે, એટલા માટે તે શરીરમાં હિમોગ્લોબીન વધારે છે, જેનાથી લોહી બને છે. તે સિવાય બીટ ફોલેટ, મેગનીઝ, પોટેશિયમ અને વિટામિન C નો ખૂબ જ સારો સ્ત્રોત છે. તે સિવાય બીટમાં ઓર્ગેનિક નાઇટ્રેટ, બીટાનીન જેવા ખાસ કમ્પાઉન્ડ મળી આવે છે, જે શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ બધા તત્વોને કારણે બીટ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને વજન પણ ઘટે છે. તેના માટે તમારે બીટ અને પાણી મિક્સ કરીને એક ખાસ ડ્રિંક બનાવવાનું છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે બનાવશો તમે આ વેઇટ લોસ ડ્રિંક અને ડિટોક્ષ ડ્રિંક.
આવી રીતે બનાવો બીટમાંથી વેઇટ લોસ ડ્રિંક
એક નાનું અથવા મોટું બીટ લો. (બીટ ખરીદતા સમયે ધ્યાન રાખવું કે તે ઘાટા લાલ રંગનું હોવું જોઈએ અને તેના પર પાન લાગેલા હોય, તો તે વધારે સારું રહેશે.) હવે અડધો લીટર પાણી લો. વેઇટ લોસ ડ્રિંક અને ડિટોક્ષ ડ્રિંક બનાવવા માટે સૌથી પહેલાં બીટ ને ધોઈને તેની છાલ ઉતારી લો અને તેને ઘણા ટુકડામાં કાપી લો. આવી રીતે લીંબુને પણ ઘણા ટુકડા માં કાપી લેવા. હવે એક જાર અથવા કાચની બોટલમાં અડધો લીટર પાણી લો અને તેમાં બીટ અને લીંબુના ટુકડા નાખી દો. તેને આખી રાત પાણીમાં રહેવા માટે છોડી દો અને જાર અથવા બોટલનું ઢાંકણું બંધ કરી દો. જેથી આખી રાતમાં ઇન્ફ્યુજનની ક્રિયાથી પાણી તેનો અર્ક ખેંચી લે. બસ હવે આગળની સવારે આ પાણીને ગાળી અને પી લો.
કેવી રીતે પીવાનું છે આ વેઇટ લોસ ડ્રિંક?
સવારે ઉઠીને ભૂખ્યા પેટે આ ડ્રિંક પી શકો છો. બસ ધ્યાન રાખવાનું છે કે તેને પીધા બાદ ઓછામાં ઓછી ૩૦ મીનીટ સુધી કંઈપણ ખાવું નહીં, અને ત્યારબાદ જ બ્રેકફાસ્ટ કરવો. બચેલ ડ્રિંકને તમે બપોરે ભોજન થી ૪૦ મિનિટ પહેલા એકવાર પી શકો છો. વળી બોડી ડિટોક્ષ કરવા માટે એક દિવસમાં એક ગ્લાસ ડ્રિંક પર્યાપ્ત છે. વેઇટ લોસ માટે તમે ૨ ગ્લાસ ડ્રિંક પી કરી શકો છો. ધ્યાન આપો કે ડ્રિંક પીવાની સાથે સાથે પોતાની ખાણી-પીણી ઉપર થોડું કંટ્રોલ રાખવું અને ગતિહીન જીવન ન જીવવું. દિવસમાં થોડું ચાલો, એક્સરસાઇઝ કરો અને સીડીઓ ચડો. આ આદતો તમારા વજનને ખૂબ જ ઝડપથી ઘટાડવામાં મદદ કરશે.