દિવસમાં ક્યાં સમયે સંબંધ બનવવાથી રાક્ષસી સંતાન જન્મ લે છે, ગર્ભ સંસ્કારમાં આપવામાં આવેલ છે તેનો જવાબ

Posted by

શાસ્ત્રોમાં સ્ત્રી પુરુષના મિલન વિશે નાં સમયનું આયોજન છે. વિષ્ણુ પુરાણમાં અમુક દિવસ અને અમુક સમય જણાવવામાં આવેલ છે, જે રતિક્રિયા માટે યોગ્ય માનવામાં આવેલ નથી. બાળકનું નિર્ધારણ પણ રતિક્રિયાના સમય ઉપર નિર્ભર કરે છે. તેવામાં પતિ પત્ની માટે તે જાણવું જરૂરી હોય છે કે રતિક્રિયા માટે યોગ્ય સમય કયો હોવો જોઈએ. ધર્મશાસ્ત્રમાં રાત્રિના પ્રથમ પ્રહરને રતિક્રિયા માટે યોગ્ય માનવામાં આવેલ છે. રાત્રિના પ્રથમ પ્રહરમાં રતિક્રિયા થી જે બાળક જન્મ લે છે, તે ભાગ્યશાળી હોય છે.

રાત્રિનું પ્રથમ પ્રહર રાત્રે ૧૨ વાગ્યા સુધી માનવામાં આવે છે. આ સમય સુધી બનાવવામાં આવેલા સંબંધથી ઉત્પન્ન થયેલ બાળક ધાર્મિક, સાત્વિક, અનુશાષિત, સંસ્કારી, માતા-પિતાને પ્રેમથી રાખનાર, ધર્મ કાર્ય કરનાર, યશસ્વી તથા આજ્ઞાકારી હોય છે. આવું બાળક દીર્ઘાયુ તથા ભાગ્યશાળી પણ હોય છે.

પ્રથમ પ્રહર બાદ રાક્ષસો પૃથ્વી લોકના ભ્રમણ ઉપર નીકળે છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે મધ્યરાત્રીથી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધી જાય છે. વળી તેની પાછળ વૈજ્ઞાનિક તથ્ય કેટલું છે તે કહી શકાય નહીં. પરંતુ શાસ્ત્રોનું માનવામાં આવે તો આ દરમિયાન રતિક્રિયા થી જન્મેલ બાળકમાં અવગુણ આવવાની સંભાવના વધારે રહે છે. અમાસ, પુનમ, સંક્રાતિ, ચતુર્થી અને અષ્ટમી તિથિ ઉપર કામેચ્છા નો ત્યાગ કરીને સ્ત્રી પુરુષે ભજનમાં રુચિ લેવી જોઈએ.

હિન્દુ શાસ્ત્રમાં મનુષ્યના જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્ય છે. જન્મથી લઈને મૃત્યુ સુધી દરેક પ્રકારનો ઉલ્લેખ હિન્દુ શાસ્ત્રો તથા ગ્રંથોમાં મળી આવે છે. વિજ્ઞાન ભલે વર્ષો બાદ જન્મ અને મૃત્યુના રહસ્યોને પોતાના અનુસાર લોકો સુધી પહોંચાડે છે, પરંતુ આ રહસ્યો હજારો વર્ષ પહેલા હિન્દુ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવેલ હતા. ગર્ભ ઉપનિષદમાં સ્ત્રી પુરુષના સંબંધ બનાવવાથી લઈને કઈ રીતે માતાના ગર્ભમાં શિશુનો જન્મ થાય છે, કેવી રીતે તે સમયની સાથે વિકસિત થાય છે અને ગર્ભ ની અંદર ૯ મહિના સુધી તે શું વિચારે છે તેના વિશે પણ જણાવવામાં આવેલ છે.

એટલું જ નહીં આ મહાન ગ્રંથમાં એવું પણ જણાવવામાં આવેલ છે કે કઈ રીતે એક કિન્નરની ઉત્પત્તિ થાય છે. કઈ પરિસ્થિતિમાં માતાના ગર્ભમાંથી એક કિન્નર નો જન્મ થાય છે. આ વાતના રહસ્યને ગર્ભ ઉપનિષદમાં ઉજાગર કરવામાં આવેલ છે. ગર્ભ સંસ્કાર અનુસાર જો શુભ દિવસ પર એક સ્ત્રી ગર્ભધારણ કરે છે, તો આવનારૂ સંતાન પણ માનસિક તથા શારીરિક રૂપથી સ્વસ્થ તથા ગુણવાન હોય છે. પરંતુ અશુભ દિવસ પર ગર્ભધારણ કરવાથી બધા અશુભ ગ્રહો ની અસર સંતાન ઉપર પડે છે. ત્યારબાદ જન્મેલા બાળકે એક બાદ એક પરેશાનીઓ સહન કરવી પડે છે.

જો પતિ પત્ની સંતાન પ્રાપ્તિ માટે એકબીજા સાથે રતિક્રિયા વિશે વિચારી રહ્યા છે, તો કયો દિવસ અશુભ માનવામાં આવે છે તેના વિશે જણાવીશું. મંગળવારના દિવસનો સ્વામી મંગળ હોય છે. તે અત્યંત ક્રોધી તથા વિનાશકારી ગ્રહ માનવામાં આવે છે. એટલા માટે શાસ્ત્રો અનુસાર આ દિવસે કોઇપણ શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે. ગર્ભ સંસ્કાર અનુસાર આ દિવસ ગર્ભ ધારણ માટે અશુભ છે. જો આ દિવસે સ્ત્રી ગર્ભધારણ કરે છે તો જન્મ લેનાર બાળક ખુબ જ ક્રોધી અને ઘમંડી હોય છે, તે કોઈની વાત સાંભળતું નથી અને ફક્ત પોતાની ઈચ્છા અનુસાર કાર્ય કરવાનું, બધાને પરેશાન કરવાનું અને સ્વભાવમાં હિંસા વાળું હોય છે.

શનિવારનો દિવસ શનિ ગ્રહને સમર્પિત છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ ગ્રહ ક્રુર તથા પાપી ગ્રહની શ્રેણીમાં આવે છે. એટલા માટે આ દિવસે પતિ પત્નીએ રતિક્રિયા વિશે વિચાર કરવો અશુભ માનવામાં આવે છે. શનિ ગ્રહના પ્રભાવથી થતું સંતાન નિરાશાવાદી તથા નકારાત્મક વિચારસરણી વાળું હોય છે. શનિ ગ્રહ ઘણી વખત આવા બાળકોને આખી જિંદગી રોગ પણ પ્રદાન કરે છે.

શાસ્ત્રો અનુસાર રવિવારનો દિવસ પણ સંતાન ઉત્પત્તિના ઉદ્દેશથી રતિક્રિયા માટે યોગ્ય માનવામાં આવેલ નથી. આવું કરવાથી સ્ત્રી પુરુષ અને થનાર બાળકને મૃત્યુલોકમાં કષ્ટ પ્રાપ્ત થાય છે. મહિલા અને પુરુષોએ પિતૃ પક્ષ તથા વ્રતનાં દિવસોમાં પણ રતિક્રિયાથી દુર રહેવું જોઈએ.

ગર્ભ સંસ્કાર અનુસાર સોમવાર, બુધવાર, ગુરૂવાર અને શુક્રવાર ગર્ભધારણ માટે શુભ દિવસ છે. આ ચાર દિવસોના ગર્ભધારણથી ઉત્પન્ન થયેલ બાળક ગુણવાન, માતા-પિતા ની આજ્ઞા માનનાર, સ્વસ્થ તથા માનસિક રૂપથી તેજ હોય છે. જો તમે વિચારી રહ્યા છો કે મંગળવારનો દિવસ અડધી રાત એટલે કે ૧૨ વાગ્યા બાદ સમાપ્ત થઈ જાય છે અને ત્યારબાદ ગર્ભધારણ કરવું યોગ્ય છે, તો તમે બિલકુલ ખોટા છો. તમારે હિન્દુ શાસ્ત્રોમાં જણાવવામાં આવેલા સમયના નિયમોને હંમેશા યાદ રાખવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *