એક તરફ સમગ્ર દુનિયા કોરોના વાયરસની વેક્સિન શોધવામાં જોડાયેલ છે. બીજી તરફ યોગગુરૂ રામદેવની પતંજલિ આયુર્વેદ દ્વારા કોરોનાની દવા લોન્ચ કરી દેવામાં આવી છે. રામદેવના જણાવ્યા અનુસાર તેમની દવા એટલી અસરકારક છે કે કોરોનાનાં માઇલ્ડ થી મોડરેટ કેસમાં ૩ થી ૭ દિવસમાં રિકવર થઇ જાય છે. મંગળવારના દિવસે દવાના લોન્ચિંગ પર રામદેવે કહ્યું હતું કે ક્લિનિકલ કેસ સ્ટડી અને ક્લિનિકલ કંટ્રોલ ટ્રાયલ બાદ આ દવા બજારમાં ઉતારવામાં આવી રહી છે. પરંતુ આ દવા સાથે જોડાયેલા ઘણા સવાલ સામાન્ય લોકોના મનમાં છે. તો ચાલો તેના જવાબ જાણવાની કોશિશ કરીએ.
પતંજલિ ની કોરોના કિટમાં શું છે?
રામદેવના જણાવ્યા અનુસાર પતંજલિની દિવ્ય કોરોના કિટમાં ત્રણ વસ્તુઓ છે – કોરોનિલ, શ્વસારી વટી અને અણુ તેલ.
પતંજલી ની દવા અપ્રુવ્ડ છે?
બાબા રામદેવે દાવો કર્યો હતો કે તેમણે આ દવા માટે પહેલા એથિકલ એપ્રુવલ લીધું, પછી ભારતની ક્લિનિકલ ટ્રાયલ રજીસ્ટ્રી થી ટ્રાયલ ની પરમિશન લીધી. ત્યારબાદ આ દવાનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું. તેમણે કહ્યું હતું કે આ દવાનું ક્રિટિકલ પેશન્ટ પર સેકન્ડ ટ્રાયલ થશે. બાબા રામદેવનો દાવો છે કે આ દવાને લોન્ચ કરવા સુધી બધા વૈજ્ઞાનિક નિયમોનું પાલન કરવામાં આવ્યું છે.
ભારતમાં આયુર્વેદિક દવાઓને મંજૂરી આપવાની જવાબદારી આયુષ મંત્રાલય ની પાસે છે. સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રીસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સીસ સંપૂર્ણ પ્રક્રિયા પર નજર રાખે છે. વળી એલોપેથિક દવાઓને ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસ અંતર્ગત આવનાર સેન્ટ્રલ ડ્રગ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન એપ્રુવ કરે છે. હાલમાં જ તેણે કોરોના ના ઈલાજ માટે ત્રણ દવાઓ – Fabiflu, Covifor, Cipremi ને મંજૂરી આપી છે.
કોરોનિલ નાં સાઇડ ઇફેક્ટ પણ છે?
કોઈપણ દવાનો ઉપયોગ કરતા સમયે તેના સાઈટ ઈફેકટ નો ખતરો રહે છે. જોકે બાબા રામદેવના જણાવ્યા અનુસાર તેમની “દિવ્ય કોરોના કીટ” ની કોઈ સાઈડ ઈફેક્ટ નથી. તેમણે કહ્યું હતું કે આ દવાને જડીબુટ્ટીઓ માંથી બનાવવામાં આવી છે. તેનાથી શરીર પર તેની કોઈ નકારાત્મક અસર નહીં થાય.
કોરોના પર કેવી રીતે અસર કરશે કોરોનિલ?
કોરોનેલ ટેબલેટમાં ગિલોય, તુલસી અને અશ્વગંધા મૂળ ઘટક છે. તે ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવાની સાથે ડાયાબિટીસ અને બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. રામદેવના જણાવ્યા અનુસાર, અશ્વગંધા થી કોવિડ-૧૯ ના રિસેપ્ટર બાઇન્ડીંગ ડોમેન (RBD) ને શરીરના એંજિયોટેંસીન-કન્વર્ટિંગ એંજાઇમ સાથે મળવા દેતા નથી. એટલે કે કોરોના વ્યક્તિનાં શરીરની સ્વસ્થતા કોશિકાઓમાં દાખલ થઈ શકતો નથી. વળી ગિલોય કોરોના સંક્રમણને રોકે છે. તુલસી કોવિડ-૧૯ ના RNA પર એટેક કરે છે અને તેને મલ્ટીપ્લાય થવાથી રોકે છે.
શ્વસારી વટી થી દર્દીને શું ફાયદો?
બાબા રામદેવનો દાવો છે કે શ્વસારી વટી શરીરનાં શ્વસન તંત્રને દુરસ્ત કરે છે. ઓક્સિજનની માત્રા સંતુલિત કરવામાં મદદ કરે છે. કોરોના થી થતી અન્ય બીમારીઓ શરદી, ખાંસી અને તાવમાં પણ અસરદાર છે.
અણુ તેલની ઇલાજમાં શું જરૂરિયાત?
બાબા રામદેવના જણાવ્યા અનુસાર અણું તેલ નાકમાં નાખવામાં આવે છે. તે કોરોનાથી શ્વાસનળી પર પડતી અસરને ખતમ કરે છે. બાબા રામદેવના જણાવ્યા અનુસાર તે નળીની દરેક કોમ્પ્લિકેશનને પેટમાં લઈ જાય છે, જ્યાં બોડીના એસિડ તેને ખતમ કરી નાખે છે.
કેવી રીતે કરવાનું તેનું સેવન?
બાબા રામદેવે આ દવાઓના ઉપયોગ માટેની રીત પણ સમજાવી હતી. તેમના અનુસાર જમી લીધા બાદ ૩-૩ કોરોનિલ ટેબલેટ દિવસમાં ૩ વખત લેવાની છે. શ્વસારી વટી ભૂખ્યા પેટે ૩-૩ ગોળી દિવસમાં ૩ વખત લેવાની છે. વળી અણુ તેલને સવારે નાકમાં ૩ થી ૫ ટીપાં નાખવાનું છે.
આ આયુર્વેદિક દવા કેટલી અસરદાર?
પતંજલિ નાં જણાવ્યા અનુસાર દવાઓને જણાવવામાં આવેલ માપ અનુસાર લેવાથી ૩ દિવસમાં ૬૯% દર્દીની રિકવરી અને ૭ દિવસમાં ૧૦૦% રિકવરી થયેલ છે. બાબા રામદેવનો દાવો છે કે આ કિટ નાં ટ્રાયલ દરમિયાન કોઈપણ પરેશાની વગર ઝીરો પરસેન્ટ ડેથ રેટ અચીવ કરવામાં આવેલ છે.
ક્યાંથી ખરીદવી, ઘરે કેવી રીતે મંગાવવી?
બાબા રામદેવે જણાવ્યું હતું કે ૭ દિવસમાં આ દવા પતંજલિ સ્ટોર પર મળશે. તે સિવાય આ દવાને ડિલિવરી માટે એક એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવશે. જેના પર ઓર્ડર કરીને ૩ દિવસમાં દવા ઘર પર ડીલેવરી આપી દેવામાં આવશે.
કેટલી છે તેની કિંમત?
આ દવા એક સપ્તાહની અંદર પતંજલિના સ્ટોર પર મળશે. સાથોસાથ તેને ઓનલાઈન પણ ખરીદી શકાશે. તેના માટે એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવશે. પતંજલિ નાં જણાવ્યા અનુસાર કોરોના વાયરસની દવા કોરોનિલ ની કિંમત ૪૦૦ રૂપિયા, શ્વસારી વટી ની કિંમત ૧૨૦ અને અણું તેલની કિંમત ૨૫ રૂપિયા છે. એક મહિનાની દવા ૫૪૫ રૂપિયામાં ઉપલબ્ધ થશે.