દિવાળીનાં દિવસે કરો માં લક્ષ્મીનાં આ ૭ સચોટ ઉપાય, ઘરમાં વરસાદની જેમ પૈસા વરસવા લાગશે

Posted by

સૌથી મોટા તહેવારનાં રૂપમાં જોવામાં આવનાર મહાપર્વ દિવાળી હવે ખુબ જ નજીક આવી ગયેલ છે. દરેક લોકો દિવાળીને તૈયારીઓમાં જોડાયેલા છે અને ખુબ જ ઓછા દિવસમાં દિવાળીનાં ઉત્સવની શરૂઆત થઈ જશે. થોડા દિવસોમાં જ ધનતેરસનો પર્વ પણ ઉજવવામાં આવશે. વળી દેશ-દુનિયામાં રહેવાવાળા કરોડો હિન્દુઓ પોતાના સૌથી મોટા તહેવાર દિવાળીની ઉજવણી માટેની તૈયારીઓ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે દિવાળીના દિવસે વિશેષ રૂપથી ઘરમાં લક્ષ્મીનું પુજન કરવામાં આવે છે અને આતીશબાજી કરીને આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. તે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા ખુબ જ મહત્વપુર્ણ બની જાય છે. જેને ધ્યાનમાં રાખીને અમે તમને માતા લક્ષ્મી સાથે જોડાયેલા આ ૭ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે આ ૭ ઉપાય કરો છો તો તમારા ઘરમાં માતા લક્ષ્મીની અસીમ કૃપા રહેશે.

ધ્યાન રાખો કે આ દરમિયાન તમારે કોઈપણ પ્રકારની ભુલ અથવા બેદરકારી કરવી જોઈએ નહીં. જોવામાં આવે છે કે દિવાળી દરમિયાન માતા લક્ષ્મીની વિશેષ કૃપા દરેક લોકો મેળવવા માંગતા હોય છે અને વાસ્તુશાસ્ત્રમાં તેના અમુક ઉપાય પણ બતાવવામાં આવે છે, જેનાથી માતા લક્ષ્મી કૃપા હંમેશા તમારી ઉપર જળવાઈ રહેશે. તો ચાલો તમને આજે આર્ટિકલમાં તે સાથ ઉપાય વિશે જણાવીએ.

દિવાળીનાં દિવસે ઘરના ફળિયાને યોગ્ય રીતે સજાવો અને સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખો. કારણ કે માતા લક્ષ્મી સાફ-સફાઈ વાળા સ્થાન પર જ નિવાસ કરે છે. ઘરના મુખ્ય દ્વાર પર તમે તોરણ, ફુલ, રંગોળી વગેરેથી સજાવટ કરો. સાથોસાથ દીવાની મદદ પણ તમે લઇ શકો છો. રોશની તમારી સજાવટમાં ચાર ચાંદ લગાવશે.

દિવાળીના દિવસે ઘરમાં સવારે સાફ સફાઈ દરમિયાન ધ્યાન રાખો કે જ્યારે પાણીના પોતા લગાવો ત્યારે તેમાં એક ચપટી મીઠું ઉમેરી દો. આવું કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા અને સુગંધ જળવાઈ રહેશે. વળી દિવાળી પુજન પહેલાં આવું કરવું વધારે યોગ્ય રહેશે.

દિવાળી પુજન દરમિયાન દિશાનું વિશેષ રૂપથી ધ્યાન રાખો. વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવે છે કે ઉત્તર દિશા પર લગાવેલ આસન પર બેસીને જ માતા લક્ષ્મીનું પુજન કરો. માતા લક્ષ્મીની સાથે ધનનાં દેવતા કુબેરજી ની પ્રતિમા અથવા ચિત્રની દક્ષિણ દિશામાં સ્થાન આપવું જોઈએ.

ધાર્મિક દ્રષ્ટિકોણથી મુખ્ય દ્વાર પર લગાવવામાં આવેલ તોરણ ખુબ જ મહત્ત્વપુર્ણ માનવામાં આવે છે. તે ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જાને બહાર કાઢે છે. એટલા માટે તોરણ આંબા અથવા આસોપાલવનાં પાનનાં બનાવેલા હોય તો તે વધારે શુભ હોય છે.

હિન્દુ ધર્મમાં ગંગાજળ અને ખુબ જ પવિત્ર અને શુદ્ધ માનવામાં આવે છે. દિવાળીના દિવસે ઘરના દરેક ખુણામાં ગંગાજળનો છંટકાવ કરો. તેનાથી ઘરમાં પવિત્રતા અને શુદ્ધતા જળવાઈ રહેશે.

જ્યારે તમે ઘરના મુખ્ય દ્વાર પર તોરણની સજાવટ કરો તો આ દરમિયાન મુખ્ય દ્વાર પર સ્વસ્તિક પણ અવશ્ય બનાવો. માતા લક્ષ્મીના સ્વસ્તિક ખુબ જ પ્રિય છે. તમે સ્વસ્તિક ઘરની દીવાલો ઉપર પણ બનાવી શકો છો.

અમે તમને પહેલાં જ તે વાતથી અવગત કરાવી ચુક્યા છીએ કે માતા લક્ષ્મીને સાફ-સફાઈ વધારે પ્રિય છે. તમારે ફક્ત ઘરમાં નહીં, પરંતુ ઘરની આસપાસ પણ સફાઈનું ધ્યાન રાખવું જોઈએ. પોતાના મુખ્ય દ્વાર પર, ઘરની સામે અથવા આસપાસ કોઈ પણ પ્રકારની ગંદકી રહેવા દેવી નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *