દિવાળી પહેલા ભારતીય લોકોએ ચીનને આપ્યો મોટો ઝટકો, ડ્રેગનને કરાવી દીધું ૫૦ હજાર કરોડનું નુકસાન

Posted by

દિવાળી પહેલાં જ ભારતીય લોકોએ ચીનનું દિવાળું કાઢી નાંખ્યું છે. દિવાળી પહેલા ચીનને મોટો ઝટકો લાગ્યો છે અને ચીનના સામાનનો બહિષ્કાર કરવાથી ડ્રેગનને અંદાજે ૫૦ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ) દ્વારા કહેવામાં આવ્યું છે કે ચીની સામાનનાં બહિષ્કાર થી ચીનને આ તહેવારની સીઝનમાં ૫૦ હજાર કરોડ રૂપિયાનો વેપાર નુકસાન થવાનું અનુમાન છે. જ્યારે આ ઘરેલુ સ્તર પર ગ્રાહકો વધવાથી અર્થવ્યવસ્થામાં ૨ લાખ કરોડ રૂપિયાની સંભાવના છે.

Advertisement

કૈટ દ્વારા પોતાના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે વર્તમાન દિવાળી તહેવાર સિઝનને ધ્યાનમાં રાખીને દેશભરના બજારમાં ગ્રાહકોની સંખ્યામાં થઇ રહેલ. વૃદ્ધિને જોઈને વેપારી વર્ગ એક મોટા વેપારની સંભાવના રાખી રહ્યા છે દિવાળીનાં સમયમાં ઉપભોક્તા દ્વારા ભારત ખર્ચનાં માધ્યમથી અર્થવ્યવસ્થામાં લગભગ ૨ લાખ કરોડ રૂપિયાની પુંજી નો પ્રવાહ આવી શકે છે. કૈટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે પાછલા વર્ષની જેમ આ વર્ષે પણ કૈટ દ્વારા ચીની સામાન નો બહિષ્કારનું આહવાન કરવામાં આવ્યું છે અને દેશના વેપારીઓ તથા આયાતકારો એ ચીનમાંથી આયાત કરવાનું બંધ કરી દીધું છે. જેના કારણે આ દિવાળીના તહેવારની સીઝનમાં ચીનને અંદાજે ૫૦ હજાર કરોડ રૂપિયા નુકસાન થવાની સંભાવના છે. વધુ એક મહત્ત્વપુર્ણ બદલાવ એ છે કે પાછલા વર્ષથી ઉપભોક્તાઓ પણ ચીની સામાન ખરીદવામાં દિલચસ્પી લઈ રહ્યા નથી, જેના કારણે ભારતીય સામાનની માંગમાં વધારો થવાની પુરી સંભાવના છે.

કૈટનાં રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરતીયા એ કહ્યું હતું કે કેટલી રિસર્ચ શાખા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા હાલમાં જ ઘણાં રાજ્યોના ૨૦ શહેરોમાં કરવામાં આવેલ એક સર્વેક્ષણમાં એવા તથ્યો સામે આવ્યા છે કે આ વર્ષે હજુ પણ ભારતીય વ્યાપારીઓ અથવા આયાતકારો દ્વારા દિવાળીના સામાન, ફટાકડા અથવા અન્ય સામાન્ય વસ્તુઓનો કોઈ ઓર્ડર ચીનને આપેલ નથી અને આ વર્ષે દિવાળીને વિશુદ્ધ રૂપથી હિન્દુસ્તાની દિવાળીનાં રૂપમાં ઉજવવામાં આવશે. આ ૨૦ શહેર નવી દિલ્હી, અમદાવાદ, મુંબઈ, નાગપુર, જયપુર, લખનઉ, ચંડીગઢ, રાયપુર, ભુવનેશ્વર, કોલકત્તા, રાંચી, ગુવાહાટી, પટના, ચેન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ, પોંડીચેરી, ભોપાલ અને જમ્મુ છે. દર વર્ષે રક્ષાબંધન થી નવા વર્ષ સુધીના પાંચ મહિનાના તહેવારની સિઝન દરમિયાન ભારતીય વેપારી અને આયાતકર્તા ચીનમાંથી લગભગ ૭૦,૦૦૦ કરોડ રૂપિયાનો માલ આયાત કરે છે.

શ્રી ભરતીયા એ કહ્યું હતું કે આ વર્ષે રક્ષાબંધન દરમિયાન ચીને લગભગ પ હજાર કરોડ રૂપિયાનું ભારે નુકસાન થયું હતું અને ગણેશ ચતુર્થી માં ૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન અને આ પ્રવૃત્તિ દિવાળીમાં પણ જોવા મળી રહી છે. જેનાથી સ્પષ્ટ રૂપથી સાબિત થાય છે કે ફક્ત વેપારી જ નહીં, પરંતુ સામાન્ય લોકો પણ ચીની સામાનનો બહિષ્કાર કરી રહ્યા છે અને તેની ખરીદી કરવા માટે ઇચ્છુક નથી.

Advertisement

Leave a Reply

Your email address will not be published.