રક્ષાબંધન ઉપર ભુલથી પણ આવી રાખડી બાંધવી નહીં, માથે આવી પડે છે મોટું સંકટ

Posted by

દર વર્ષે શ્રાવણ મહિનાની પુનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક હોય છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર ૧૧ ઓગસ્ટ, ૨૦૨૨નાં દિવસે ગુરુવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડામાં રાખડી બાંધીને તેની લાંબી ઉંમરની પ્રાર્થના કરે છે. શાસ્ત્રો અનુસાર રાખડીનાં અમુક નકારાત્મક પ્રભાવ હોય છે, એટલા માટે રાખડી બાંધતા સમયે તે વાતનું ખાસ ધ્યાન રાખો કે આવી રાખડી પોતાના ભાઈને ભુલથી પણ ન બાંધવી જોઈએ, જે ભાઈને શુભ ફળને બદલે અશુભ ફળ આપે. તો ચાલો જાણીએ કે તમારે પોતાના ભાઈને કઈ રાખડી બાંધવી જોઈએ નહીં.

Advertisement

ફેશનનાં ચક્કરમાં એવી રાખડી ન બાંધવી જોઈએ જેમાં અશુભ ચિન્હ અંકિત થયેલ હોય. શાસ્ત્રો અનુસાર આ પ્રકારની રાખડી ભાઈ ઉપર સંકટ લાવે છે. ક્યારેય પણ ભાઈ માટે કાળા રંગની રાખડી લેવી જોઈએ નહીં અને તેને પોતાના ભાઈના હાથમાં બાંધવી જોઈએ નહીં. જે રાખડીમાં કાળો રંગ હોય છે તેને અશુભ માનવામાં આવે છે. કાળો રંગ નકારાત્મકતા અને સકારાત્મકતા બંનેનું પ્રતિક હોય છે, એટલા માટે પુજા સામગ્રીમાં કાળા રંગનો પ્રયોગ કરવો જોઈએ નહીં.

ભગવાનની તસ્વીર વાળી રાખડી પોતાના ભાઈને ક્યારેય પણ બાંધવી જોઈએ નહીં. કારણ કે ઘણી વખત રાખડી ખુલીને પડી જાય છે, જેનાથી ભગવાનનું અપમાન થાય છે અને જાણતા અજાણતા તમારા ભાઈ તે પાપના ભાગીદાર બની જાય છે. જેનું અશુભ ફળ તમારા ભાઈએ ભોગવવું પડે છે. જ્યારે પણ તમે રાખડી ખરીદો તો ખુબ જ મોટા આકારની રાખડી ખરીદવાથી બચવું જોઈએ. રાખડી આકારમાં મોટી હોવાથી તેમાં પરેશાની એવી ઉભી થાય છે કે તે સરળતાથી તુટી શકે છે. જેનાથી તમારા ભાઈના જીવનમાં ઘણા પ્રકારના કષ્ટ આવે છે, જેના લીધે તેણે અસહ્ય પીડા માંથી પસાર થવું પડે છે. મોટા આકારની રાખડી થી ભાઈબંધના સંબંધો ઉપર નકારાત્મક અસર પડે છે.

ક્યારેય પણ ભુલથી પોતાના ભાઈને પ્લાસ્ટિકની રાખડી બાંધવી નહીં. તેનાથી તમારા ભાઈએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પ્લાસ્ટિક ઘણી અશુદ્ધ ચીજોને મળીને બનાવવામાં આવે છે, જેના કારણે પ્લાસ્ટિકની રાખડીને અશુભ માનવામાં આવે છે.

રાખડી ખરીદતા સમયે તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે રાખડી કોઈ જગ્યાએથી તુટેલી તથા ખંડિત ન હોય. કારણ કે તે અશુભ માનવામાં આવે છે. જેના લીધે તમારા ભાઈએ ઘણા પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જો તમારા ઘરમાં કોઈ જુની રાખડી પડેલી છે, તો તેને ભુલથી પણ ફેકવી જોઈએ નહીં. આવું કરવાથી રાખડીનું અપમાન માનવામાં આવે છે. રાખડીને વહેતા પાણીમાં અથવા નદીમાં પ્રવાહિત કરી દેવી જોઈએ.

Advertisement

Leave a Reply

Your email address will not be published.