ડોક્ટર : ખાંસી કેમ છે? દર્દી : એ તો બંધ થઈ ગઈ છે, પણ શ્વાસ હજી રોકાઈ રોકાઈને ચાલે છે, ડોક્ટરે એવો જવાબ આપ્યો કે તમે હસી-હસીને બઠ્ઠા પડી જશો

જોક્સ-૧

એક અમેરિકન : અમારા દેશમાં બે જાતના રોડ હોય છે,

એક નેશનલ અને બીજા ઈન્ટરનેશનલ.

છગન : અમારા દેશમાં પણ બે જાતના રોડ હોય છે,

એક અન્ડર કન્સ્ટ્રક્શન અને બીજા ટેક ડાઈવરઝન.

જોક્સ-૨

ભૂરો : મારા પરિવારમાં બધાજ ખગોળશાસ્ત્રી છે.

કનુ : શું ફેકે છે હવે…??!!

ભૂરો : જો મારી મા નાનપણમાં ચાંદો દેખાડતી,

પછી મારા બાપા એક થપ્પડમાં બ્રહ્માંડ દેખાડતા,

બાકી હતું તે બૈરું લાયો…

એ તો બાપા.. ધોરા દિવસે તારા દેખાડે છે..!!!

જોક્સ-૩

ભૂરાની સ્કૂલમાં આગ લાગી. આગ રવિવારે લાગી હતી એટલે બધાં બાળકો બચી ગયાં.

સોમવારે બધાં છોકરાં ખુશ હતાં કે હાશ, હવે નિશાળે નહીં જવું પડે.

પણ ભૂરો ઉદાસ હતો.

બધાએ પૂછ્યું : કેમ ઉદાસ છે?

ભૂરાએ કહ્યું : સ્કૂલ ભલે સળગી ગઈ, પણ બધા સર તો જીવતા જ છે ને.

જોક્સ-૪

લગ્ન એ વીજળીના બે તાર અડાડવાનો ખેલ છે,

જો સાચા તાર મળ્યા તો અજવાળું જ અજવાળું

નહિતર ભડાકા જ ભડાકા.

જોક્સ-૫

પત્ની : હું એક મહિના માટે પિયર જઈ રહી છું.

આ સાંભળીને પતિ ઘણો ખુશ થઇ ગયો.

પણ પત્નીને ખાલી ખાલી ઉદાસ મોઢે કહ્યું :

હું તને ખુબ જ યાદ કરીશ.

પત્ની : ઠીક છે તો હું નથી જતી.

પછી હકીકતમાં પતિ ઉદાસ થઈ ગયો.

જોક્સ-૬

ખુશ્બુ : જો કંઇક ભૂલ થઈ જાય તો શું કરવું જોઈએ એ તને ખબર છે?

સીમા : ના, જણાવને શું કરવું જોઈએ?

ખુશ્બુ : વ્યક્તિએ શાંતિથી બેસીને વિચારવું જોઈએ કે

તેને કોના માથે ઢોળી દેવી.

જોક્સ-૭

સુરેશ, રમેશ અને જયેશ એક બાઈક પર ત્રણ સવારી બેસીને નીકળ્યા.

પોલીસે તેમને પકડ્યા અને કહ્યું : ત્રણ સવારી જવાની મનાઈ છે એ તમને ખબર નથી.

સુરેશ કહે : એટલે તો ત્રીજાને તેના ઘરે મુકવા જઈ રહ્યા છીએ.

જોક્સ-૮

મોહિત : લોકો કહે છે કે ઠોકર માણસને ચાલતા શીખવે છે.

સચિન : હા, એકદમ સાચું કહે છે.

મોહિત : પણ, ઠોકર લાગવાથી મારા પગનો નખ તૂટી ગયો,

હવે હું ચાલીશ કેવી રીતે?

જોક્સ-૯

કાકા : વજન ઘટાડવા માટેની એક સચોટ કસરત છે.

પહેલાં તમારું માથું ડાબી તરફ ફેરવો, પછી જમણી તરફ ફેરવો. આવું બે વાર કરો.

મહેશ : શું આટલું જ કરવાથી વજન ઘટી જાય?

કાકા : હા, જ્યારે જ્યારે તમને ખાવાની ઓફર કરવામાં આવે ત્યારે આ કસરત કરવાની.

જોક્સ-૧૦

શિક્ષકે પૂછ્યું : આયાત અને નિકાસનું એક એક ઉદાહરણ આપો.

ટપ્પુ બોલ્યો : સોનિયા અને સાનિયા.

જોક્સ-૧૧

ડોક્ટર : ખાંસી કેમ છે?

દર્દી : એ તો બંધ થઈ ગઈ છે. પણ શ્વાસ હજી રોકાઈ રોકાઈને ચાલે છે.

ડોક્ટર : એની ચિંતા ના કરો, એ પણ બંધ થઈ જશે.

જોક્સ-૧૨

પતિના સ્વર્ગ વાસ પછી પત્નીએ બીજા દિવસે છાપામાં જાહેરખબર છપાવી કે :

મારા પતિના અંતિમ સંસ્કારમાં સામેલ થવા બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.

– લિ. સુમન. ઉંમર ૩૨ વર્ષ, ઉંચાઈ ૫.૨, રંગ ગોરો, બાળકો નથી.

જોક્સ-૧૩

કાકા અને કાકી પરદેશ જવા માટે એરપોર્ટ પહોંચ્યા.

કાકી બોલ્યાં : આપણે ફ્રીઝ સાથે લઈ લીધું હોત તો સારું હતું.

કાકાએ પૂછ્યું : કાં?

કાકી બોલ્યા : આપણા પાસપોર્ટ અને ટિકિટું ઈ ફ્રીઝ પર જ રઈ ગ્યાં છે.