જોક્સ-૧
વકીલની પત્ની એમના એક દાકતર મિત્રને ફરિયાદ કરી રહી હતી :
મારી સાથે મારા પતિ કોઈ પાર્ટીમાં આવતા નથી કેમકે પાર્ટીમાં અનેક લોકો એમની સલાહ લઈને એમને માટે પાર્ટીનો આનંદ રહેવા દેતા નથી.
તમારે શું આવું જ બને છે?
દાકતર : લગભગ એવું જ.
વકીલની પત્ની : તો તમે એ લોકોથી છુટકારો કેવી રીતે મેળવો છો?
દાકતરે કહ્યું : મારી પાસે તેનો એક સુંદર ઈલાજ છે. કોઈ પણ વ્યકિત એના રોગની કે દર્દની વાત મને કરવા લાગે કે તરત જ એને હું કહું,
કપડાં ઉતારી નાખો તમને તપાસવા પડશે.
જોક્સ-૨
એક મહિલા સવારે દુધ લેવા તપેલી દુધવાળાને આપતી વખતે બોલી :
ભાઈ…. તમે દુધમાં ભેળસેળ વધારે કરો છો.
દુધવાળો : ભેળસેળનું તમે મને સમજાવો છો?
આ તમારો ફેસબુક પરનો ફોટો જુઓ અને અત્યારે તમે મારી સામે ઊભા છો એ ચહેરો જુઓ.
એ તો સારું છે કે હું કૉમેન્ટ કરતો નથી.
જોક્સ-૩
પ્રાણીસંગ્રહ સ્થાનમાં એક સજ્જન પ્રાણીઓ જોતાં જોતાં એક ઝિબ્રાના પાંજરા પાસે આવી પહોંચ્યા.
આ સજ્જને કાબરચીતરા રંગના પટ્ટાવાળા કોટ પાટલુન પહેર્યાં હતાં.
એ જોઈને ત્યાં ઊભેલો એક નાનો છોકરો એની માતાને કહેવા લાગ્યો :
માં, આ સાહેબ અને જીબ્રાએ એક જ દરજીને ત્યાં કપડાં સીવડાવ્યાં લાગે છે.
જોક્સ-૪
દાકતર (એક સ્ત્રીને તપાસીને બહાર આવીને તેના પતિને) :
મિસ્ટર તમારી પત્નીનું ખસી ગયું લાગે છે.
પતિ : એથી મને કશું જ આશ્ચર્ય થતું નથી. છેલ્લાં પંદર વર્ષથી એનો મને તે અનુભવ કરાવી રહી છે.
જોક્સ-૫
એકવાર ખુબ શરાબ પીને પતિ ઘેર આવ્યો. એને દારૂ પીધે લો જોઈને પત્ની છળી ઊઠી.
તે બોલી : જો તમે દારૂ પી-વાનું બંધ નહીં કરો તો હું આપઘાત કરીશ.
પતિ : આવાં વચનો તું કયાં સુધી આપ્યા કરીશ?
જોક્સ-૬
રાજુ તારા પપ્પાને બરાબર દેખાતું નથી એવું તને કયા કારણે લાગ્યું? મનુએ પૂછ્યું.
યાર મારા પપ્પા જયારે ને ત્યારે મને “એય ગઘેડા” કહીને બોલાવે છે એટલે મને એવું લાગે છે કે તેમને બરાબર દેખાતું નથી. રાજુએ કહ્યું.
જોક્સ-૭
ગૃહિણી (એક ભિખારીને) : અરે ભાઈ, તું રોજ મારે ત્યાં જ ભીખ માગવા શા માટે આવે છે?
ભિખારી : દાકતરનું ફરમાન છે, બહેન!
ગૃહિણી : દાકતરનું ફરમાન?
ભિખારી : હા, દાક્તરે મને સલાહ આપી છે કે, મને જે કંઈ ખોરાક માફક આવે તેને સદા વળગી રહેવું.
જોક્સ-૮
જેલર (કેદીને) : આવતી કાલે તને ફાં-સી આપવામાં આવશે. તારી અંતિમ ઈચ્છા શી છે?
કેદી : કેરી ખાવાની.
જેલર : અરે કેરીની મોસમને હજી બહુ વાર છે.
કેદી : કંઈ નહીં. હું ત્યાં સુધી રાહ જોઈશ.
જોક્સ-૯
પહેલા મને લાગતું હતું કે રંગોના સાત જ પ્રકાર હોય છે.
પછી શ્રીમતીએ એક દિવસ લિપસ્ટિકના રંગ બતાવ્યા.
પછી ખબર પડી કે માત્ર લાલ રંગના જ ૨૭ પ્રકાર હોય છે.
જોક્સ-૧૦
મનુ : કનુ, તું અંગ્રેજી સમજી શકે છે?
કનુ : ગુજરાતીમાં બોલવામાં આવે તો જરૂર હું સમજી શકું.
જોક્સ-૧૧
એક દિવસ મોહને એના પપ્પા પાસે એક સો રૂપિયા માંગ્યા.
મોહનના પપ્પાએ મોહનને એક સો રૂપિયા આપતા કહ્યું :
મોહન હું તને સો રૂપિયા આપું છું. મોટો થઈને તું પણ મને રૂપિયા આપીશ ને?
મોહને તરત કહ્યું : પપ્પા અત્યારે તમે જેવી રીતે તમારા પુત્રને આપો છો તેમ હું પણ મારા પુત્રને જરૂર આપીશ.
જોક્સ-૧૨
પોતાના મકાનનો આગનો વીમો ઊતરાવ્યા બાદ જ વખતચંદે વીમા એજન્ટને પૂછ્યું :
જો આજે રાતના જ આ મકાન સળગી જવા પામે તો મને શું મળી શકે?
વીમા એજન્ટ : દસ વરસની સજા.
જોક્સ-૧૩
રમેશ : તે મારી પાસેથી ઉછીના લીધેલા પૈસા હજી પણ પાછા આપ્યા નહીં.
મેં તારી પાસે પચીસ વાર પૈસા માગ્યા છતાં તું પૈસા પરત કરતો નથી.
સુરેશ : તે એમાં શું થઈ ગયું? તારી પાસેથી પૈસા લેતાં પહેલાં મેં પચાસવાર તને વિનંતીઓ કરી હતી,
પછી જ તેં મને પૈસા ઘર્યા હતા એ ભુલી ગયો?