જોક્સ-૧
પત્ની : માની લો કે હું
તમારી વાત એક જ વારમાં માની લઉં
અને તમારી બધી વાતમાં હા પાડું તો??
પતિ જમીન પર હસીને લોટ પોટ થતા
બોલ્યો : અરે હું તો આવું માની પણ નથી શકતો.
જોક્સ-૨
પિંકી (ચિંકીને) : તારી મનાલીની ટ્રીપ કેવી રહી?
ચિંકી : અરે યાર શું કહું? રસ્તામાં મારા પતિ નાસ્તો અને
પાણી લેવા સ્ટેશન પર ઉતર્યા ને ટ્રેન ઉપડી ગઈ. તે સ્ટેશન પર જ રહી ગયા.
પિંકી : તારું દુઃખ હું સમજી શકું છું. તારે મનાલી સુધી ભુખ્યા તરસ્યા રહેવું પડ્યું હશે.
જોક્સ-૩
પતિએ નવી કાર ખરીદી અને વિચાર્યું કે પત્નીને સરપ્રાઈઝ આપું.
ઘરમાં પહોંચતા જ પત્નીને જોરથી અવાજ લગાવતા કહ્યું,
ડાર્લિંગ, તારું આટલા વર્ષોનું સપનું આજે પુરું થઈ ગયું.
પત્ની દોડતી દોડતી રસોડામાંથી બહાર આવી અને બોલી :
હાય હાય, સાસુ માં ને શું થઈ ગયું,
સવારે તો એકદમ સાજા હતા.
જોક્સ-૪
સુખી જીવનનું રહસ્ય
જો તમે પોતાને સિંહ સમજતા હોય,
તો પોતાની પત્નીને શેરાવાલી માતા સમજો.
જોક્સ-૫
એક મહિલા મંદિરમાં બેસીને રડી રહી હતી.
પુજારી : શું થયું દીકરી?
મહિલા : બાબા, કાલે રાત્રે મારા પતિ ગુ-જ-રી ગયા.
પુજારી : અરે… ઘણું ખરાબ થયું.
તેણે મરતા મરતા કાંઈ કહ્યું દીકરી?
મહિલા : હાં, કહી રહ્યા હતા, “મારું ગળું છોડી દે ડાકણ.”
પુજારી બેભાન.
જોક્સ-૬
છોકરી : જાનું હું તારાથી નારાજ છું.
છોકરો : કેમ ડાર્લિંગ એવું શું થયું?
છોકરી : કારણ કે તું ઘણો મતલબી છે.
છોકરો : મેં એવું શું કર્યું મારી જાન?
છોકરી : તું તો મને મનાવતો જ નહિ.
છોકરો : તું કાંઈ દિવાળી છે કે તને મનાવું.
જોક્સ-૭
ડોક્ટર : તમારો અકસ્માત કેવી રીતે થયો?
દર્દી : હું વળાંક લેતા હતો અને…
ડોક્ટર (અધવચ્ચે બોલતા) : સામેથી બીજી કાર આવી???
દર્દી : ના… ત્યાં વળાંક જ નહતો!!
જોક્સ-૮
પત્નીએ રાત્રે ૨ વાગ્યે પતિને ઊંઘમાંથી જગાડીને પુછ્યું,
૨૦૦૩નાં વર્લ્ડકપમાં સચિને પાકિસ્તાન સામે કેટલા રન બનાવ્યા હતા?
પતિ : ૯૮. પણ અત્યારે આ સવાલ કેમ પુછી રહી છે?
પત્ની : તમને રન યાદ છે પણ ગઈ કાલે મારી બર્થડે જતી રહી તે યાદ ન રહ્યું.
પતિને આખી રાત ઊંઘ ન આવી.
જોક્સ-૯
પપ્પુનું બ્રેકઅપ થયું તો તેણે શાયરી લખી,
છોકરીઓને ક્યારેય પણ પ્રેમ ન કરવો,
કારણ કે તે દેખાય છે હીર જેવી,
પણ હોય કે ખીર જેવી,
આપણા દિલમાં ખુંચે છે તીર જેવી,
અને અંતમાં હાલત કરી દે કે ફકીર જેવી.
જોક્સ-૧૦
રાજુને જોઈને છોકરીએ તેની મમ્મીને કહ્યું,
આની સાથે લગ્ન કરવા કરતા હું આજીવન લગ્ન ન કરું તે પોસાય.
છોકરીની મમ્મી બોલી : તો આવતા જન્મમાં પણ તે તને કુંવારો જ મળશે.