ડોક્ટર : તને દવા ૧૦ વાગે લેવાની કહી હતી, તું ૫ વાગે જ કેમ લઈ લે છે? દર્દીએ એવો જવાબ આપ્યો કે ડૉક્ટરને જ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા

જોક્સ-૧

બીમાર પતિને લઈને પત્ની ડોક્ટર પાસે પહોચી,

ડોક્ટર એ દર્દીની તપાસ કરી અને બહાર આવીને તે મહિલાને કહ્યું :

તમારા પતિને રોજ પોષ્ટિક નાસ્તો આપવો. તેને હંમેશા આનંદમાં રાખવા. તકલીફ ઉપર તેની સાથે ચર્ચા ન કરશો. ટીવી સીરીયલ જોવાનું છોડી દો.

ટેન્શન આપવા વાળા કામ જેવા કે નવા કપડા અને ઘરેણાની માગણી ન કરો. જો તમે એક વર્ષ સુધી આમ કરશો તો તમારા પતિ એકદમ ઠીક થઇ જશે.

ત્યાંથી પાછા ફરતી વખતે પતિએ પોતાની પત્નીને પુછ્યું : ડોકટરે શું જણાવ્યું?

પત્ની : ડોકટરે કહ્યું છે કે બચવું મુશ્કેલ છે.

જોક્સ-૨

ભારતમાં બે જ બિસ્કીટ બનાવનારી કંપનીઓ ફેમસ છે

મેંરી ગોલ્ડ અને પારલેજી.

એક કપમાં જતું નથી,

બીજું કપમાં જાય છે તો પાછું આવતું નથી.

જોક્સ-૩

એક દિવસ પતિ પોતાના ઘરની લાઈટ ઠીક કરી રહ્યો હતો.. ત્યારે તેને પોતાની પત્નીને બુમ મારી,

પત્ની : શું છે? પતિ જરા અહિયાં તો આવ.

પત્ની : લો આવી ગઈ, હવે બોલો?

પતિ : આ બે તાર છે. જરા તેમાંથી કોઈ એક હાથમાં પકડને

પત્ની : કેમ?

પતિ : અરે તું પકડ તો ખરી એક વખત.

પત્ની : આ લો પકડી લીધો.

પતિ : કાંઈ થયું?

પત્ની : નહિ તો?

પતિ : સારું તેનો અર્થ કરંટ બીજા તારમાં છે.

જોક્સ-૪

એક માણસ ઘણા સમય સુધી પોતાના કાન સાથે મોબાઈલ લગાવીને ઉભો હતો, પણ તેના મોઢા માંથી એકપણ શબ્દ નહોતા નીકળતા ન હતા.

ઘણી વાર સુધી આવું થતા મારાથી ન રહેવાયું અને છેવટે મેં તે માણસને પુછી જ લીધું.

ભાઈ સાહેબ! તમે ક્યાય ફોન લગાવ્યો પણ છે? કે એમ જ ૨૯ મોનીટથી ફોન પકડીને ઉભા છો, અને એક પણ શબ્દ નથી બોલ્યા,

માણસ એ જવાબ આપ્યો : ભાઈ સાહેબ તમે જરા ચુપ રહેશો, હું મારી પત્ની સાથે વાત કરી રહ્યો છું.

જોક્સ-૫

દારૂડિયા મરવાનો હતો. યમરાજ પ્રગટ થયા.

યમરાજ : કોઇ છેલ્લી ઇચ્છા?

દારૂડિયો : હા યમરાજ, આવતા જન્મમાં દાંત ભલે ૧-૨ જ આપજો

પણ… લીવર પુરા ૩૨ આપજો!!!!

જોક્સ-૬

ડોક્ટર : તને દવા ૧૦ વાગે લેવાની કહી હતી, તું ૫ વાગે જ કેમ લઈ લે છે.

દર્દી : કારણ કે દુશ્મન ઉપર ત્યારે જ ઘા કરવો જોઈએ, જયારે તે એના માટે તૈયાર ના હોય.

ડોક્ટર બેહોશ.

જોક્સ-૭

માસ્ટરજી : તે કોઈ દિવસ કોઈ સારું કામ કર્યું છે.

પરેશ : હા, સર કર્યું છે.

માસ્ટરજી : કયું?

પરેશ : એકવાર એક ઘરડી મહિલા આરામથી ઘરે જઈ રહી હતી,

મેં તેમની પાછળ કુતરું છોડી દીધું, તે ઝડપી ઘરે પહોંચી ગઈ.

જોક્સ-૮

સ્ત્રીઓને કોઈનાં પહોંચે હો ભાઈ.

પત્નીએ પતિને મેસેજ કર્યો : ઑફિસેથી પાછા આવતા શાક લેતા આવજો. અને પાડોસણે તમને hello કહ્યું છે.

પતિ : કઈ પડોસણ?

પત્ની : કોઈ નહીં. મે એટલા માટે મેસેજના અંતમાં પાડોસણનું નામ લખ્યું જેથી હું પાક્કું કરી શકું કે તમે મારો પુરો મેસેજ વાંચ્યો.

હવે કહાનીમાં વળાંક છે.

પતિ : પણ હું તો પાડોસણ સાથે જ છું. તું કઈ પાડોસણ વિશે કહી રહી હતી?

પત્ની : ક્યાં છો તમે?

પતિ : શાક માર્કેટની નજીક.

પત્ની : ત્યાં ઉભા રો, હું હમણાં આવું છું.

૧૦ મિનિટ પછી પત્નીએ પતિને મેસેજ કર્યો “ક્યાં છો તમે?”

પતિ : હું ઑફિસમાં જ છું. હવે તારે જે શાક લેવું હોય તે લઈ લે.

વાતમાં હવે એક વળાંક આવે છે.

પત્ની : પણ હું તો ગુસ્સામાં રિક્ષા પકડીને આવી ગઈ અને મારું પર્સ પણ ઘરે રહી ગયું. શાક તો ઠીક પણ રિક્ષાનું ભાડું ક્યાંથી આપીશ? પ્લીઝ જરા જલ્દી આવો.

પતિ : અરે મૂર્ખ, પર્સ તો લઈને આવવું જોઇએ ને! ઠીક છે હું આવી રહ્યો છું.

પતિ (શાક માર્કેટ પહોંચીને) : ક્યાં છે તું?

પત્ની : ઘરે જ છું. હવે શાક લઈને સીધા ઘરે આવી જાવ.

મોરલ ઓફ ધ સ્ટોરી : નારીથી નારાયણ નથી જીતી શક્યા, આપણે તો શું જીતી શકીયે?

જોક્સ-૯

પતિ : મારી પત્ની ખોવાઈ ગઈ છે, રિપોર્ટ લખો.

પોલીસ : તેમના વિષે માહિતી આપો.

પતિ : ઊંચાઈ હશે ૫ થી ૬ ફૂટ. વજન હોવું જોઈએ ૬૦ થી ૧૦૦ કિલો.

રંગ કાળો, મેકઅપ કર્યું હોય તો ગોરો પણ હોઈ શકે છે.

આંખોનો રંગ યાદ નથી. વાળ કાબરચીતરા હશે. કયા કપડાં પહેરેલા એ યાદ આવતું નથી.

પોલીસ : સાથે કોઈ હતું?

પતિ : હા મારો કૂતરો હતો. જર્મન શેફર્ડ. બ્રાઉન રંગ, કપાળ પર સફેદ ટીલો, વજન અઢાર કિલો સાડા ત્રણસો ગ્રામ, ગળામાં કાળો બે ફૂટ સાત ઇંચ લાંબો પટ્ટો, પાછળના ડાબા પગનો નખ તૂટેલો, ત્રણ ફૂટ સવા બે ઇંચ ઊંચો.