દુરદર્શનનાં તે ક્લાસિક ૧૩ શો જે આજે પણ એટલા જ પસંદ આવે છે જેટલા પહેલા પસંદ હતા

ચિત્રહાર ને જોવાની આતુરતા, શક્તિમાન માટે સ્કુલમાંથી દોડીને ઘરે પહોંચવું, ટીવી સિગ્નલ માટે છત ઉપર લગાવવામાં આવેલ એન્ટેના ને ફેરવવું, અમુક એવી યાદો છે જે ૯૦નાં દશકનાં લોકોના દિલ અને દિમાગ પર છવાઈ ગયેલી છે. ૯૦નાં દશકમાં જન્મેલા મોટાભાગનાં બાળકો આજે પણ તે શોનાં દિવાના છે. તે દિવસો ક્યારેય ભુલી શકાય નહીં, જ્યારે આપણો રવિવાર રંગોલી, રામાયણ અને ૪ વાગે આવતી ફિલ્મ થી ભરેલો રહેતો હતો.

ક્યારેય ન ભુલી શકાય તેઓ સમય આપનાર દુરદર્શન ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૧નાં રોજ પોતાની ૬૨મી વર્ષગાંઠ ઉજવી રહેલ છે. આ અવસર પર અમે તમને ૯૦નાં દશકના તે શોનું લિસ્ટ બતાવવા જઈ રહ્યા છીએ, જે આજે પણ આપણા દિલમાં વસેલા છે. તેમાંથી ઘણા શો લોકડાઉન દરમિયાન ટેલિકાસ્ટ થયા હતા અને દુરદર્શનનાં સુવર્ણ સમયની યાદો તાજી કરાવી હતી.

ચાણક્ય

ચાણક્ય ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા લેખિત અને નિર્દેશિત ૪૭ ભાગનું એક મહાકાવ્ય ટેલિવિઝન નાટક છે.

રામાયણ

રામાનંદ સાગર દ્વારા નિર્મિત આ ટીવી શો પોતાના સમયની સૌથી સફળ ધારાવાહિક છે. ભારતીય લોકને ટીવી ની આદત પાડવા માટે આ શો જવાબદાર માની શકાય છે.

મહાભારત

ધાર્મિક શો મહાભારતના દરેક કિરદાર આજે પણ લોકોના દિલમાં જીવંત છે.

બ્યોમકેશ બક્ષી

૫૨ એપિસોડ વાળો અથવા તો જાસુસી શો તરીકે ઓળખાતી ધારાવાહિક અલગ યાદો ધરાવે છે.

સર્કસ

આ એજ શો છે, જેમાં શાહરૂખ ખાન કામ કરતા હતા.

હમ હૈ

ડીડી નેટવર્ક નાં આ શોમાં કુલ ૬૦ એપિસોડ છે, તેના દરેક એપિસોડ દમદાર છે.

શક્તિમાન

ગંગાધર હી શક્તિમાન હૈ. આ શોને વળી કોઈ કેવી રીતે ભુલી શકે છે.

શ્રીમાન શ્રીમતી

ડીડી નેશનલ પર ટેલિકાસ્ટ થતો આ એક કોમેડી શો હતો, જેને દર્શકોને ખુબ હસાવ્યા હતા.

બુનિયાદ

લોકપ્રિયતા એવી હતી કે આ શોનું પ્રસારણ લોકડાઉન દરમિયાન ફરીથી કરવામાં આવ્યું હતું.

દેખ ભાઈ દેખ

આ શોનાં કિરદાર લોકોના દિલમાં વસેલા છે.

તું તોતા મે મૈના

રંગોલી

રવિવાર સવારની શરૂઆત રંગોળીની સાથે ન થઈ હોય, તો રવિવાર પુર્ણ માનવામાં આવતો ન હતો.

સુપરહીટ મુકાબલા

બાબા સાયગલે ભલે ગમે તેવા ગીત વગાડતા હોય, પરંતુ તે સમયે રાત્રે તેમના આ શો ની આતુરતા રહેતી હતી.

તમને આમાંથી ક્યાં શો યાદ છે? જો લિસ્ટમાં અમારાથી કોઈ નામ છુટી ગયું હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવશો.