જ્યારે વનપીસ ડ્રેસમાં રસ્તા પર જાહેરમાં ડાન્સ કરવા લાગી રવિના ટંડન, તો શરમાઈ ગઈ તેની દીકરી, જુઓ વિડીયો

Posted by

કોરોના વાયરસને લીધે દરેક ઘણા દિવસો સુધી પોતાના ઘરમાં કેદ હતા. ભારતમાં પણ લાંબા સમય સુધી લોકડાઉન રહેલું છે. તેવામાં લોકો ઘરે બેસી ખુબ જ કંટાળી ગયા હતા. ઘરમાં ઘણા લોકોને ખાલી સમય નથી પસાર થતો અને અલગ-અલગ માધ્યમથી ઘરમાં ટાઇમપાસ કરી રહ્યા હતા. આ લોકડાઉનનાં સમયમાં સોશિયલ મીડિયામાં સૌથી વધારે ટાઈમ પાસ થઈ રહે છે. બોલીવુડ સ્ટાર્સ હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. લોકડાઉનમાં સ્ટાર્સ ઘરમાં રહી કુકિંગ કરી રહ્યા હતા તો કોઈ નોકરનાં ન આવવાના લીધે પોતે જ સાફ-સફાઈ કરી રહ્યા હતા. તેની સાથે જ અમુક લોકો યોગા અને વ્યાયામ કરી બીજાને પ્રેરિત પણ કરી રહ્યા છે.

જ્યારે રસ્તા ઉપર નાચી હતી રવીના ટંડન

તેની વચ્ચે બોલીવુડ એક્ટ્રેસ રવીના ટંડન ઘરમાં બેસીને જુની યાદોને ફેન્સની સાથે તાજા કરી રહી હતી. વાસ્તવમાં રવીનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં રવિના ન્યુયોર્કનાં રસ્તા ઉપર ડાન્સ કરી રહી હતી. જાણકારી અનુસાર ૨૦૧૭ની આ ઘટના છે. ત્યારે વિડિયો પણ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ જુના વીડિયોમાં રવિના લાલ રંગનાં વન પીસ ડ્રેસ પહેરી અમેરિકાનાં ન્યુયોર્ક શહેરમાં મસ્તીથી ડાન્સ કરી રહી હતી. તે દરમિયાન તેની સાથે તેનો પતિ અનીલ થડાની અને તેની પુત્રી રાશા પણ હતી.

આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે રવિના કેવી રીતે રસ્તા ઉપર ડાન્સ કરી રહી છે અને તેની પુત્રી રશા ને તે પસંદ નથી આવતું. તે આ ઘટનાથી તે શરમાઈ જાય છે. રવિના પોતાની પુત્રીને ચિડાવવા માટે વધારે ડાન્સ કરવા લાગે છે. આ જુનો વિડીયો જોવામાં ખુબ જ મજેદાર છે. તેથી આ વીડિયોને રવીનાએ શેર કર્યો અને દુનિયાનાં દરેક દેશને જલ્દી કોરોના ફ્રી થઈ જવાની પ્રાર્થના પણ કરી.

સોશિયલ મીડિયા પર લોકોએ રવિનાનાં જુના વિડીયોને ખુબ જ પસંદ કર્યો. જેણે પણ આ વીડિયો જોયો તેના ચહેરા ઉપર સ્માઈલ આવી ગઈ. કામની વાત કરીએ તો રવીના ટંડન જલ્દી કેજીએફ ચેપ્ટર-૨ નામની એક ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે સંજય દત્ત પણ છે. રવિના ૯૦નાં દશકની પોપ્યુલર અભિનેત્રી હતી, પરંતુ અત્યારના દિવસોમાં માત્ર થોડી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. અત્યારે તો કોરોના મહામારીને લીધે દરેક ફિલ્મોનું શુટિંગ પણ ધીમી ગતિએ ચાલી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *