બોલીવૂડના સૌથી પ્રતિભાશાળી અભિનેતામાંથી એક સુશાંત સિંહ રાજપૂત હવે આપણી વચ્ચે રહ્યા નથી. ગત ૧૪ જૂનના રોજ મુંબઈના બાંદ્રા વાળા પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરીને તેમણે પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. ત્યારબાદ થી સમગ્ર બોલીવુડ આઘાતમાં નજર આવી રહ્યું છે. તેના પ્રશંસકો પણ ખૂબ જ નિરાશ છે. સોશિયલ મીડિયામાં ઘણા લોકો સુશાંતનાં મૃત્યુને આત્મહત્યા નહીં, પરંતુ હત્યા કહીને સંબોધિત કરી રહ્યા છે. એ જ કારણ છે કે બોલિવૂડના ઘણા દિગ્ગજ વિરુદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવેલ છે.
સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલા ઘણા વિડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં નજર આવી રહ્યા છે. તેની વચ્ચે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જ્યારે તેઓ દુબઈની ટ્રીપ પર ગયા હતા. ફક્ત ૩૪ વર્ષની ઉંમરમાં સુશાંતે મોટા-મોટા સપના જોયા હતા અને તેમાંથી અમુક તો તેમણે પુરા પણ કરી લીધા હતા. તેઓ પોતાની જીંદગીની દરેક પળ જીવવા માંગતા હતા, જેની સાબિતી આ વિડિયો છે. જે તેમણે તે દરમિયાન લીધો હતો જ્યારે તેઓ દુબઇ ગયા હતા. સુશાંતનાં ગયા બાદ સોશિયલ મીડિયા પર આ વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
સુશાંતે આ વિડિયો શેયર કરતા કેપ્શન માં લખ્યું હતું કે, “ADVENTURE ON MY MIND, DUBAI IN MY SOUL”. તેમનો આ વીડિયો જોઈને સમજમાં આવે છે કે તેમને એડવેન્ચર માં પણ ખૂબ જ દિલચસ્પી હતી. વિડીયો જોઈને એક તરફ જ્યાં તમારી આંખો ભીની થઈ જશે, વળી સુશાંતનો આ મસ્તીભર્યો અંદાજ જોઈને હોઠો પર મુસ્કાન પણ આવી જશે. સુશાંત એક સુનસાન સડક પર ડ્રાઇવ કરે છે અને હોર્ન વગાડતા બોલે છે કે, “હું આ સાઉન્ડ ને મિસ કરી રહ્યો છું, આગળ થી હટો યાર, તમે ક્યાંથી આવી ગયા.”
ત્યારબાદ તેઓ પોતાની ગાડીમાં ઉભા થઈ જાય છે અને શાહરૂખના સિગ્નેચર સ્ટેપ કોપી કરતા હાથ ફેલાવે છે. ત્યારબાદ તેઓ દુબઈના ડેઝર્ટ કેમ્પસમાં સ્કાઇડાઇવ માટે પણ જાય છે. સુશાંત તેને પોતાનો બેસ્ટ એક્સપિરિયન્સ કહે છે. ત્યારબાદ તેઓ જુમૈરા બીચ પર શાર્ક જેટ સ્કી, સ્કાઇડાઇવ અને પછી વર્લ્ડ ઓફ એડવેન્ચરની સફર કરે છે. આ વીડિયો જોઈને તમે સમજી જશો કે સુશાંત કેટલા જિંદાદિલ વ્યક્તિ હતા. એટલું જ નહીં દુબઇમાં તેમણે Formula DXB ની પણ મજા લીધી હતી અને ગિટાર પણ વગાડી હતી. સુશાંતને ગિટાર વગાડવાનો ખૂબ જ શોખ હતો. તેમણે પોતાના ઘરમાં ગિટાર પણ રાખી હતી.
આ પહેલા સુશાંતનો વધુ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ ઇન્ડિયન આર્મી સાથે મસ્તી કરતા નજર આવી રહ્યા હતા. વીડિયોમાં સુશાંત જવાનોની સાથે ટ્રેનિંગ લેતા પણ નજર આવ્યા હતા. જવાનોની સાથે તેમણે રોટી પણ બનાવી હતી. સુશાંત આર્મી થી ખૂબ જ પ્રભાવિત હતા. કદાચ એ જ કારણ હતું કે “રાઈફલ મેન” નામની એક ફિલ્મ પણ તેઓએ સાઈન કરી લીધી હતી. આ ફિલ્મનું એલાન થયું હતું, પરંતુ આ ફિલ્મ ક્યારેય બની શકી નહીં. આ ફિલ્મને બનાવવાનું એલાન વર્ષ ૨૦૧૯ માં કરવામાં આવ્યું હતું.