કોરોના વાયરસના સંક્રમણને ફેલાવવા થી રોકવા માટે સરકારે દેશભરમાં ૩ મે સુધી લોકડાઉન કરેલ છે. જેના અંતર્ગત લગભગ બધા પ્રકારની દુકાનો બંધ હતી. જેના લીધે ઘણા લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. જોકે હવે ગૃહ મંત્રાલય દ્વારા એક ખુશખબરી આપવામાં આવી છે. કાલે શનિવારથી આવશ્યક અને બિન આવશ્યક સામાનની દુકાન ખોલવાની પરવાનગી આપી દેવામાં આવી છે. જોકે તેમાં અમુક ખાસ શરતો રાખવામાં આવી છે જેનું પાલન કરવું જરૂરી છે.
કોણ ખોલી શકે છે દુકાન?
ગૃહ મંત્રાલય અનુસાર બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રહેલ દુકાનો ખુલી શકે છે જે એસ્ટાબ્લીશમેન્ટ એકટ હેઠળ નોંધાયેલ દુકાનો હશે. તે સિવાય નગરપાલિકાના વિસ્તારમાં રહેલ આવાસિય પરિસર વાળી દુકાન, ગલી વિસ્તારની દુકાનો અને સ્ટેન્ડ શોપ વાળી દુકાનો ખોલવામાં આવી શકે છે. જેમાં આવશ્યક અને અનાવશ્યક બંને કેટેગરીના સામાન વાળી દુકાનો સામેલ છે.
આ દુકાનો ખુલશે નહીં
શનિવારના આદેશમાં કહેવામા આવ્યું છે કે શહેરો અને ગામડાઓમાં શોપિંગ મોલ, હેયર સલૂન અને રેસ્ટોરન્ટને બાદ કરીને બાકીની દુકાનો ખૂલી શકશે. શરાબ, સીગરેટ અને તંબાકુ ઉત્પાદકોનું વેચાણ પહેલાની માફક જ પ્રતિબંધિત રહશે. ગૃહ મંત્રાલય સ્પષ્ટ કર્યું છે કે કોરોના હોટસ્પોટ અને કન્ટેન્ટમેંટ ઝોનમાં દુકાન ખોલવાની અનુમતિ આપવામાં આવી નથી. એટલા માટે જે વિસ્તારોમાં કોરોના સંક્રમણ ફેલાવવાનો સૌથી વધારે ખતરો છે તે વિસ્તારોને રાહત આપવામાં આવી નથી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સંબોધનમાં સ્પષ્ટ કરી ચૂક્યા છે કે રાહત મળવી એ તમારા પોતાના હાથમાં છે. જો તમે પોતાના વિસ્તારમાં સાવધાની રાખશો અને તેને કન્ટેન્ટમેંટ ઝોનમાં પરિવર્તિત નહિ થવા દો તો તમને જલ્દી થી છૂટ મળી શકે છે. તે સિવાય મલ્ટી અને સિંગલ બ્રાન્ડની મોલ્સની દુકાનો બંધ રહેશે. ફક્ત એટલું જ નહીં નિગમ ક્ષેત્રના માર્કેટ કોમ્પ્લેકસમાં બનેલી દુકાનો પણ તમે સુધી બંધ રાખવામાં આવશે.
નિયમ અને શરતો
- દુકાનમાં ૫૦% કર્મચારી જ કામ કરી શકશે.
- દુકાનમાં કામ કરતા દરેક લોકોએ માસ્ક પહેરવું અનિવાર્ય રહેશે.
- દુકાનમાં વેપાર કરતા સમયે સામાજિક અંતરનું ધ્યાન રાખવું પડશે. આ નિયમ દુકાનદાર અને ગ્રાહક બંને પર લાગુ પડે છે.
- ગ્રામીણ અને અર્થ ગ્રામીણ વિસ્તારોમાં બજાર ખોલવાની પરવાનગી છે.
- બધી દુકાનોનું રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્થાપના અધિનિયમ અંતર્ગત રજીસ્ટ્રેશન હોવું અનિવાર્ય છે.
- શહેરમાં માર્કેટ કોમ્પલેક્ષ ખોલવાની પરવાનગી નથી.
- થિયેટર, મોલ, શોપિંગ કોમ્પ્લેક્ષ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક, બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ વગેરે જેવી જગ્યાઓ ખોલવાની પરવાનગી નથી.
મહત્વનું છે કે ૨૬ માર્ચના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકડાઉનનું એલાન કર્યું હતું. તે પહેલા તારીખ ૧૪ એપ્રિલ હતી પરંતુ કોરોના વાયરસના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને તેને વધારીને ૩ મે સુધી નક્કી કરવામાં આવેલ હતું. હાલમાં દેશના બધા જ શહેરો ગામડાઓ અને વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને રેડ ઝોનમાં વાળા વિસ્તારોમાં એટલે કે જ્યાં કોરોના સંક્રમણનો ખતરો વધારે છે ત્યાં વધારે સખતાઈ બતાવવામાં આવી રહી છે.