દુલ્હન બનેલી દીકરી સાથે પિતાએ કર્યો એવો ડાન્સ કે બધા લોકો જોતાં જ રહી ગયા, જુઓ અદ્ભુત ડાન્સનો વિડીયો

Posted by

ભારતમાં લગ્ન સમયે ડાન્સ કરવો સામાન્ય વાત છે. અહીં લગ્નનાં સમયમાં વરરાજાના મિત્રો અને તેના પરિવારના લોકો ખુબ જ ડાન્સ કરે છે અને ક્યારેક પોતાના લગ્નમાં પણ વરરાજા ડાન્સ કરી લેતા હોય છે અને તેની સાથે દુલ્હન ડાન્સ કરે છે. તમે લગ્નમાં વરરાજા અને લોન દુલ્હનનાં ભાઈઓને ડાન્સ કરતા જોયા હશે. શું તમે ક્યારેય દુલ્હનનાં પિતાને ડાન્સ કરતા જોયા છે? અને તે પણ દુલ્હન બનેલી પોતાની પુત્રીની સાથે. કદાચ નહીં જોયું હોય. આજે તમને એક એવી સાચી ઘટનાનો વિડીયો બતાવી રહ્યા છીએ, જેમાં દુલ્હનનાં પિતાએ પોતાની પુત્રીની સાથે ખુબ જ ડાન્સ કર્યો અને ડાન્સનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

તમને જણાવી દઈએ તો પશ્ચિમી દેશોમાં પણ લગ્નનાં અવસર પર દરેક લોકો ખુબ જ ડાન્સ કરે છે. લગ્ન સંપન્ન થઈ જાય ત્યાર પછી વરરાજા પોતાની દુલ્હન સાથે ડાન્સ કરે છે અને સાથે જ લગ્નમાં આવેલા મહેમાનો પણ ડાન્સ કરે છે. તેવામાં એક લગ્નના કાર્યક્રમ પૂર્ણ થયા પછી દુલ્હન અને તેના પિતા ડાન્સ કરવા માટે આવ્યા. દુલ્હનનાં પિતાની ઉંમર વધારે હતી. ત્યારે લોકોને લાગ્યું કે આ મજાક કરે છે, પરંતુ જ્યારે દુલ્હને પીતાની સાથે ડાન્સ ચાલુ કર્યું ત્યારે લોકોનાં હોશ ઊડી ગયા.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે શરૂઆતમાં દુલ્હન અને તેના પિતા એક સાથે ડાન્સ કરવા માટે આવી રહ્યા છે અને અચાનક મ્યુઝિક બદલવાની સાથે જ દુલ્હનનાં પિતા માઇકલ જેકસન જેમ ડાન્સ કરવા લાગે છે. એટલું જોયા પછી લોકોના હોંશ ઉડી ગયા. દુલ્હનનાં પિતા જે એનર્જીની સાથે ડાન્સ કરી રહ્યા છે, તેને જોઈને તો યુવાનોને પરસેવો વળી જાય.

તમે પણ વીડિયોમાં જોઈ શકો છો કે દુલ્હન બનેલી પોતાની પુત્રીની સાથે એક પિતા ડાન્સ કરતા જોઈ લોકોના હોંશ ઉડી ગયા. લોકો હાલનાં સમયમાં દુલ્હનનાં પિતાનું ઉદાહરણ આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *