દુલ્હનનાં અવતારમાં અદાઓ વિખેરતી નજર આવી “ગોપી વહુ”, ગુપચુપ લગ્ન કરી લીધા કે શું? જુઓ વિડીયો

Posted by

શણગાર કરવો દરેક યુવતીને પસંદ હોય છે. જ્યારે પણ કોઈ પાર્ટી, લગ્ન કે ફંક્શન હોય છે, તો યુવતીઓ કંઈક વધારે જ શણગાર કરે છે. પછી જો કોઈ યુવતી દુલ્હન બને તો તે તેના પર સોના પર સુહાગા થઈ જાય છે. દુલ્હન બનીને બધી યુવતીઓ ખુબ જ સુંદર લાગે છે. પછી આ ખાસ દિવસે તે સૌથી બેસ્ટ પણ દેખાવા ઈચ્છે છે. સાડી કે લહેંગો એક એવો ભારતીય પરિધાન છે, જેમાં દરેક યુવતી ઘણી સુંદર લાગે છે. તેનાથી યુવતીની સુંદરતામાં ચાર ચાંદ લાગે છે.

જ્યારે કોઈ સેલીબ્રીટી દુલ્હન બને છે તો તેની તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર ધુમ મચાવે છે. લોકોને ફિલ્મી કે ટીવી કલાકારોને દુલ્હનનાં અવતારમાં જોવા ઘણું સારું લાગે છે. આ દિવસોમાં ટીવીનાં ફેમસ શો “સાથ નિભાના સાથિયા” ની ગોપી વહુ એટલે કે ફેમસ ટીવી એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચાર્જી દુલ્હનનાં અવતારમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

હકીકતમાં દેવોલિના ભટ્ટાચાર્જીનો એક વિડીયો હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે દુલ્હનનાં રૂપમાં અદાઓ વિખેરતી નજર આવી રહી છે. આ દરમિયાન તેમણે લાલ રંગનો લહેંગો પહેરી રાખ્યો છે. જેમાં તે ઘણી સુંદર લાગી રહી છે. જ્યારે તેમની નાક ની સુંદર નથની તેમની સુંદરતાને વધારી રહી છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘Ae Re Sakhi’ સોંગ ચાલી રહ્યું છે. દેવોલિના હંમેશા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડાન્સ અને સિંગીંગ વિડિયો શેર કરતી રહે છે.

દેવોલિના ને દુલ્હનનાં અવતારમાં જોઈ લોકો થોડા કન્ફ્યુઝ થઇ ગયા છે. તેમને લાગી રહ્યું છે કે ક્યાંક દેવોલિના લગ્ન કરવાના મુડમાં તો નથી ને? અમુક લોકો તો એવી પણ શંકા કરી રહ્યા છે કે કદાચ દેવોલિના એ ઓલરેડી લગ્ન કરી લીધા છે. ફેન્સના મનમાં હવે આ સવાલ ચાલી રહ્યો છે કે આખરે દેવોલિના દુલ્હનની જેમ કેમ શૃંગાર કરેલી છે. જો તમે પણ વિચારી રહ્યા છો કે દેવોલિનાએ લગ્ન કરી લીધા છે કે કરવાની છે, તો તે ખોટું છે.

હકીકતમાં દેવોલિનાએ આ દુલ્હન અવતાર પોતાના ટીવી સિરિયલ કે ફોટોશુટ માટે અપનાવ્યો છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા લખ્યું કે, ‘Stay Tuned’ એટલે કે મારી સાથે જળવાઈ રહો. તે જલ્દી જ કંઈક સારું લાવવાની છે. જણાવી દઈએ કે દેવોલિના ભટ્ટાચાર્જીએ પોતાની કારકિર્દીની શરૂઆત સ્ટાર પ્લસ ની ફેમસ સીરીયલ “સાથ નીભાના સાથીયા” થી કરી હતી. તેમાં તે ગોપી વહુ બની હતી. તેનું આ કિરદાર ઘર-ઘરમાં ખુબ જ ફેમસ થયું હતું. લોકોએ તેમનો અભિનય પસંદ કર્યો હતો.

થોડા સમય પહેલાં જ તે બીગ બોસ-13 માં પણ જોવા મળી હતી. આ રિયાલિટી શોએ  તેમની લોકપ્રિયતાને વધારી દીધી હતી. જેમાં દર્શકોને દેવોલિનાનું એક અલગ જ રૂપ જોવા મળ્યું હતું. વર્તમાનમાં તે “સાથ નીભાના સાથીયા” સીઝન-2 માં પણ એકવાર ફરી ગોપી વહુ બની છે. હાલનાં સમયે પણ તે પોતાના કિરદાર ખુબ જ સારી રીતે નિભાવી રહી છે. તો ચાલો હવે તમને દેવોલિનાનો દુલ્હન અવતાર બતાવી દઇએ.

જુઓ વિડિયો

 

View this post on Instagram

 

A post shared by Devoleena Bhattacharjee (@devoleena)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *