દુલ્હનનાં ઠુમકા જોઈને શરમાઇ ગયો તેનો પતિ, એવું તે શું છે આ વિડિયોમાં કે ૩.૫ કરોડ લોકો જોઈ ચુક્યા છે, જુઓ વિડિયો

લગ્નનું સપનું દરેક વ્યક્તિ જોતો હોય છે અને દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આ ખાસ દિવસની રાહ જોવે છે. લગ્નનું નામ આવતાંની સાથે જ લોકોના હૃદય હર્ષોલ્લાસથી છલકાવા લાગે છે. યુવક અને યુવતીઓ બંનેને પોતાના લગ્નની ખૂબ જ ઉતાવળ હોય છે. પરંતુ યુવકોની તુલનામાં યુવતીઓ લગ્નને લઈને વધારે ઉત્સાહિત રહે છે. યુવતીઓ લગ્નના ઘણા દિવસો પહેલાથી જ લગ્ન વિશે ઘણી બધી બાબતો વિચારીને રાખે છે.

તેઓ પહેલાથી જ નક્કી કરી લેતી હોય છે એ લગ્નનાં દિવસે કઈ ડિઝાઇનનો લહેંગો પહેરશે અને કયા મેકઅપ આર્ટિસ્ટ પાસે મેકઅપ કરાવશે. કન્યાઓને દુલ્હન બનવાનો ખૂબ જ પ્રેમ હોય છે. આજકાલ સોશિયલ મીડિયા પર અનેક એવા વિડીયો વાયરલ થઇ રહ્યા છે, જેમાં દુલ્હન ડાન્સ કરતી હોય છે. આજકાલ આ એક ટ્રેન્ડ બની ગયો છે કે એન્ટ્રીના સમય પર દુલ્હનનો ડાન્સ ફરજિયાત હોય છે. તમને ખૂબ જ સરળતાથી ઇન્ટરનેટ પર હજારો દુલ્હનનાં ડાન્સ ના વિડીયો મળી જશે.

પરંતુ અમુક વિડીયો એવા હોય છે જેને લોકો વધારે પસંદ કરતા હોય છે. વળી અમુક વિડીયો પર સામાન્ય પ્રતિક્રિયાઓ આવે છે. જ્યાં અમુક લોકો દુલ્હનના ડાન્સને રીતિ-રિવાજ ની વિરુદ્ધ જણાવે છે, તો અમુક લોકો તેનું સમર્થન પણ કરે છે. આજની પોસ્ટમાં અમે તમને એક એવા જ ડાન્સ વિડીયોને લઈને આવ્યા છીએ, જેમાં એક દુલ્હન બધાની સામે ખૂબ જ શાનદાર રીતે ડાન્સ કરી રહી છે.

સની લીયોનનાં ગીત પર દુલ્હને લગાવ્યા ઠુમકા

અમે જે વિડીયો તમારા માટે લઈને આવ્યા છે તે કોઈ લગ્નનો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરમાળા થઈ ચુકી છે અને આ ડાન્સનો વિડીયો વરમાળા બાદનો છે. દુલ્હન અમુક લોકોની વચ્ચે સની લીયોનીનાં હિટ ગીત “સૈયા સુપરસ્ટાર” પર ઠુમકા લગાવતી નજર આવી રહી છે અને તેની આસપાસ ઉભા રહેલા લોકો તેને જોઈ રહ્યા છે. વળી તેની બાજુમાં ઉભેલા દુલ્હેરાજા પણ પોતાની દુલ્હનિયાને નિહાળી રહ્યા છે.

ડાન્સ કરતા સમયે દુલ્હન જે ક્યુટ એક્સપ્રેશન આપે છે, તે ખૂબ જ જોવા લાયક છે. ફક્ત ડાન્સ નહીં પરંતુ દુલ્હનનાં એક્સપ્રેશનને લીધે પણ આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. અમુક લોકો તો દુલ્હનનાં લુકની તુલના મશહૂર અભિનેત્રી ઉર્મિલા માંતોડકર સાથે કરી રહ્યા છે. જણાવી દઈએ કે આ ક્યુટ વિડીયો ડાન્સને અત્યાર સુધીમાં ૩.૫ કરોડથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. તમે પણ આ વીડિયોને જુઓ અને દુલ્હનના ક્યુટ ડાન્સ ને એન્જોય કરો.

જુઓ વિડિયો