વ્યક્તિની નસોમાં વહી રહેલું લોહી જ વ્યક્તિને જીવિત રાખે છે. આપણે બધા A, B અને O બ્લડ ગ્રુપ વિશે સાંભળ્યું હશે. તેના બે ભાગ પણ હોય છે પોઝિટિવ અને નેગેટિવ. વધારે પ્રમાણમાં O નેગેટિવ બ્લડ ગ્રુપ ને દુર્લભ માનવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે દુનિયામાં સૌથી દુર્લભ બ્લડ ગ્રુપ કયું છે ? એક એવું બ્લડ ગ્રુપ છે જે એટલું દુર્લભ છે કે વીતેલા ૫૮ વર્ષમાં દુનિયામાં ફક્ત 43 લોકોમાં જ તે છે. આ જેટલું દુર્લભ છે તેની સાથે તેની સાથે જીવવું પણ તેટલું જ ખતરનાક છે.
એન્ટી જેન્ટ્સ ની સંખ્યા પર નિર્ભર છે બ્લડ ગ્રુપ
આ અતિ દુર્લભ બ્લડ ગ્રુપ ને “Golden Blood” નામ આપવામાં આવ્યું છે. અસલમાં વૈજ્ઞાનિકો ની ભાષામાં સમજીએ તો તેનું નામ Rh null બ્લડ છે. વૈજ્ઞાનિકો ના કહેવા પ્રમાણે આપણા બ્લડ સેલ માં 342 એન્ટીજેન્સ હોય છે અને આ એન્ટિજેન્સ મળીને એન્ટિબોડીઝ ના બનાવવાનું કામ કરે છે. એવામાં કોઈપણ બ્લડ ગ્રુપ નો નિર્ધારણ આજ એન્ટીજેન્સ ની સંખ્યા પર નિર્ભર કરે છે.
અસલી નામ છે Rh null બ્લડ
લગભગ બધા લોકોના લોહીમાં 342 માંથી ૧૬૦ એન્ટીજેન્સ હોય છે. જો લોહીમાં એન્ટીજેન્સની સંખ્યામાં 99% કમી થઈ જાય તો તેને દુર્લભ શ્રેણીમાં રાખવામાં આવે છે .પરંતુ જો આ સંખ્યા 99.99% સુધી પહોંચી જાય તો તેને અતિ દુર્લભ કહી શકાય. આ રીતે લોહીમાં જેટલા પણ કોમ્બિનેશન છે તેમાં Rh null સૌથી અલગ છે. જો કોઈના રેડ બ્લડ સેલ મા Rh એન્ટીજન છે જ નહીં તો તેનું બ્લડ ટાઈપ Rh null થશે.
અને બાળકની થઈ ગઈ મોત
વરસ 1974ની વાત છે. દસ વરસનો બાળક થોમસનો બ્લડ ઇન્ફેક્શન થયું. તેને જીનેવાની યુનિવર્સિટી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો. બ્લડ બેન્કમાં ક્યાંય પણ થોમસના ગ્રુપ વાળુ બ્લડ ન મળ્યું. થોમસની મોત થઈ ગઈ. ડોક્ટરોએ તેના બ્લડ સેમ્પલ પેરિસ મોકલ્યા. જ્યાં ખબર પડી કે તેના લોહીમાં Rh એન્ટિજેન હતું જ નહીં.
૧૯૬૧ માં પહેલી વાર હતી ઓળખ
‘મોજેક’ની એક રિપોર્ટમાં પેની બેલી એ લખ્યું હતું કે પહેલીવાર આર્ટ બ્લડ ટાઈપની ઓળખ 1961માં થઈ હતી. એક ઓસ્ટ્રેલિયાઈ મહિલા માં મળ્યું હતું. તેના પછીથી લઈને હજી સુધી આખી દુનિયામાં આ રીતના ૪૩ મામલા જ સામે આવ્યા છે. નેશનલ યુનિવર્સિટી ઓફ કોલંબિયામાં હેમેટોલોજી માં વિશેષજ્ઞ નતાલિયા વિલારોયા કહે છે કે આ રીતનું લોહી આનુવંશિક રૂપમાં મળશે. માતા-પિતા બન્ને આ મ્યુટેશન ના વાહકો હોવા જોઈએ.
આ વરદાન પણ છે અને અભિશાપ પણ
દિલચસ્પ વાત એ છે કે આ દુર્લભ ગોલ્ડન બ્લડ યુનિવર્સલ ડોનર છે એટલે કે તેના કોઈ પણ Rh ટાઈપ વાળા કે Rh વગર ના બ્લડગ્રૂપની સાથે ચડાવી શકાય છે. પરંતુ પરેશાની એ છે કે અતિદુર્લભ હોવાના કારણે તેને શોધવું ખુબ જ મુશ્કેલ છે. કહેવામાં આવ્યું છે કે બ્લડ બેંકોમાં આ લોહી કોઈપણ નામ સરનામા વિના સ્ટોર કરવામાં આવે છે.
આ પાંચ દેશોમાં છે ગોલ્ડન બ્લડ વાળા લોકો
Golden Blood Group ખૂબ જ મોંઘું પડે છે. યુએસ રેયર ડીજીજ ઇન્ફર્મેશન સેન્ટરના મુતાબિક જે લોકોના બ્લડ ગ્રૂપ માં Rh null હોય છે તેમને એનેમિયા થઈ શકે છે. જ્યારે લોહીની જરૂર જરૂર પડવાની સ્થિતીમાં આ જાન જોખમમાં નાખવા વાળો કેસ છે ,કારણ કે તેના ડોનર સીમિત છે. Rh null બ્લડ ગ્રુપ વાળા લોકો બ્રાઝિલ, કોલમ્બિયા, જાપાન, આયર્લેન્ડ અને અમેરિકામાં રહે છે.