જ્યારે પણ ભારતના સૌથી અમીર લોકોની વાત કરવામાં આવે છે તો મુકેશ અંબાણી નું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં માલિક મુકેશ અંબાણીની પાસે અઢળક ધન દોલત છે. તેમ છતાં પણ તેઓ ખુબ જ સિમ્પલ જીવન જીવવાનું પસંદ કરે છે. પરંતુ આ વાત તેમની પત્ની નીતા અંબાણી માટે બિલકુલ કહી શકાય નહીં. નીતા અંબાણી પોતાના એક આલીશાન લાઇફ સ્ટાઇલ જીવવાનું પસંદ કરે છે.
તમે પણ નોટિસ કર્યું હશે કે જ્યારે પણ કોઈ પાર્ટી અથવા ફંકશન હોય છે તો મુકેશ અંબાણી ખુબ જ સિમ્પલ કપડામાં નજર આવે છે. વળી નીતા અંબાણી સજીધજીને અને મોંઘા કપડા પહેરીને આવે છે. તે પોતાની અમીરી ની સંપુર્ણ મજા માણે છે. તેમની પાસે મોંઘી અને લક્ઝરી કારનું કલેક્શન પણ છે. વળી તેઓ કપડા, બુટ-ચપ્પલ, લિપસ્ટિક અને મેકઅપ જેવી ચીજો નું પણ લાંબુ લીસ્ટ ધરાવે છે.
નીતા અંબાણી પોતાના પતિ અને બે બાળકોની સાથે મુંબઈના સૌથી મોંઘા વિસ્તાર સાઉથ મુંબઈમાં રહે છે. તેમના બંગલા નું નામ “એન્ટિલિયા” છે. આ બંગલો ૨૭ માળનો છે. કહેવામાં આવે છે કે તેમાં ૬૦૦ નોકર દિવસ રાત કામ કરે છે. આ બંગલામાં સામાન્ય રીતે તો ઘણા લક્ઝરી બેડરૂમ અને હોલ છે, પરંતુ આજે અમે તમને અંબાણી પરિવારના ખાસ બાથરૂમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
બાથરૂમ એક એવી જગ્યા હોય છે, જ્યાં વ્યક્તિ દિવસનો થોડો સમય પસાર કરે છે. એટલા માટે જ્યારે પણ કોઈ વ્યક્તિ ઘર બનાવે છે તો તેના રૂમમાં બાથરૂમ જરૂર બનાવેલ હોય છે. તે આ બાથરૂમ ઉપર કોઈ ખાસ ખર્ચ કરતો નથી, પરંતુ અંબાણી પરિવારે તો પોતાના બાથરૂમને ખાસ બનાવવા માટે તેની ઉપર લાખો કરોડો રૂપિયા ખર્ચ કરેલા છે. તો ચાલો તમને જણાવીએ કે તેમના બાથરૂમમાં આખરે એવી ખાસ વાત શું છે.
અંબાણી પરિવારનું બાથરૂમ પુર્ણરૂપથી ઓટોમેટીક છે. એટલે કે તેમાં કોમ્પ્યુટર સિસ્ટમ લગાવવામાં આવેલ છે. જેની મદદથી તમે રૂમ અને પાણીનું ટેમ્પરેચર સેટ કરી શકો છો. બાથરૂમની લાઇટિંગ પણ તેના દ્વારા વધઘટ કરી શકાય છે. એટલું જ નહીં જેટલો સમય તમે બાથરૂમમાં સ્નાન કરો છો તે સમયે પોતાની આસપાસની દીવાલો ઉપર પણ અલગ અલગ જગ્યાના સીન સેટ કરી શકો છો.
ઉદાહરણ તરીકે જો તમે કોઈ ઝરણાનાં કિનારે નહાવા માંગો છો તો કોમ્પ્યુટરની મદદથી દીવાલ ઉપર ઝરણાનો વિડીયો પ્લે થવા લાગશે. એવી જ રીતે કોઈ બરફનાં પહાડોમાં ન્હાવા માંગો છો તો એવી તસ્વીરો અને વિડીયો પણ દીવાલો ઉપર લગાવી શકાય છે.
આ એક કોમ્પ્યુટર સ્ક્રીન સેવર ફીચર જેવું હોય છે. આ બાથરૂમમાં એક મોંઘી અને શાનદાર સાઉન્ડ સિસ્ટમ પણ લગાવવામાં આવેલ છે. અહીંયા સ્નાન કરતાં કરતાં તમે પોતાના મનપસંદ ગીત પણ સાંભળી શકો છો. તે સિવાય બાથરૂમમાં મોંઘા નળ અને માર્બલ્સ લગાવવામાં આવેલ છે. આવી રીતે આ બાથરૂમ ખુબ જ અનોખો છે. આ બાથરૂમ બનાવવામાં કેટલો ખર્ચ થયો છે હાલના સમયમાં તો તેની કોઈ જાણકારી નથી, પરંતુ એક અંદાજા ઉપરથી એવું કહી શકાય છે કે આ બાથરૂમને બનાવવામાં જે ખર્ચ થયેલો હશે તે કિંમતમાં આપણે પોતાની માટે એક શાનદાર બંગલો લઈ શકીએ છીએ.