કોરોના મહામારી ફેલાયા બાદ ચીનને ભવિષ્યમાં મોટા વ્યાપારિક નુકશાનનો સામનો કરવો પડી શકે છે. જેના સંકેતો અત્યારથી મળી રહ્યા છે. ચીન દરેક ક્ષેત્રમાં મોટું ઉત્પાદક રાજ્ય બનવાની લડાઈમાં સૌથી આગળ હતું. પરંતુ કોરોના વાયરસને કારણે હવે તેના પર કરવામાં આવતા વિશ્વાસમાં ઘટાડો થયો છે અને તેની અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે. હકીકતમાં ચીન ઉપર દુનિયાભરના દેશોને તેની દવાઓ અને ચિકિત્સા ઉપકરણોને લઈને ભરોસો ઓછો થઈ રહ્યો છે.
ભારત ઉઠાવી શકે છે તેનો લાભ, બનાવી રહ્યું છે રણનીતિ
વૈશ્વિક સ્તર પર આવેલા મોટા બદલાવ નો ફાયદો ઉઠાવવાની રણનીતિ ભારત બનાવી રહ્યુ છે. એટલા માટે સરકાર બંધ પડેલા સક્રિય ફાર્મા એકમોને ફરીથી શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ એકમો માટે વિશેષ ભંડોળ ઊભું કરવા તેમજ લોનની ચુકવણીમાં પણ રાહત આપવાની યોજના બનાવી રહ્યું છે. વાણિજ્ય મંત્રાલય હેઠળ આવતા દવા નિકાસ પ્રમોશન કાઉન્સિલના અધ્યક્ષ દિનેશ દુઆ કહે છે કે, પ્રતિભાઓ અને ઉદ્યોગ સાહસિક ભાવના વગેરેની સાથે એપીઆઇના અન્ય ઘટકોનો અભાવ નથી.
એપીઆઇ નિર્માણ માટે કરશે પ્રેરિત
બંધ પડેલા એકમોને રાજકોષીય મદદની સાથે મૂડી સબસીડી, બે વર્ષ સુધી ઇએમઆઇ માં છૂટ અને ત્રણ વર્ષ સુધી વ્યાજ વગર લોન આપવી જેવા પગલાઓથી એપીઆઇ નિર્માણ માટે પ્રેરિત કરવામાં આવી શકે છે. દુઆ એ કહ્યું કે, સરકાર પહેલાથી જ બધા ૫૩ કેએસએમ (મુખ્ય શરૂઆતી સામગ્રી, જે એપીઆઇ માટે બ્લોક નું નિર્માણ કરે છે) અને એપીઆઇ માટે પ્રોત્સાહન આપવાની પણ ઘોષણા કરી ચૂકી છે, જેના માટે આપણે આયાત પર નિર્ભર છીએ. જેના અંતર્ગત ડ્રગ પાર્ક બનાવવા માટે સરકારે ૧૦ હજાર કરોડ રૂપિયાના ફંડની ઘોષણા કરી હતી.
વિશ્વના ૫૫% એપીઆઇ બજાર પર ચીનનો કબજો છે
આ બાબતમાં ઉદ્યોગ જગતના વિશેષજ્ઞોનું કહેવું છે કે તાત્કાલિક લાભ માટે બંધ એકમોને શરૂ કરવા એ એક માત્ર વિકલ્પ છે. એપીઆઇ નો સૌથી મોટો નિકાસ કરતા ચીન, ભારત જ નહીં પરંતુ દુનિયાભરના બજારો પર કબજો જમાવીને બેઠેલું છે. દુઆએ જણાવ્યું કે વિશ્વના ૫૫% એપીઆઇ બજાર પર ચીનનો કબજો છે, જ્યારે ભારત ૫૮ પ્રકારની એપીઆઇ માટે ચીન પર નિર્ભર છે. આ દવાઓનો ૭૦ ટકા હિસ્સો એકલા ચીનથી આયાત કરવામાં આવે છે. ફક્ત એટલું જ નહીં દેશની ૩૧૩ જરૂરી દવાઓની સૂચિમાં ૨૦૦ એપીઆઈની શ્રેણીમાં આવે છે.
એક્શનમાં આવી શકે છે સૌથી જૂની દવા કંપની
દેશની સૌથી જૂની સરકારી દવા કંપની હિન્દુસ્તાન એન્ટિબાયોટિક્સ લિમિટેડને પુનર્જીવિત કરવા પર વિચાર ચાલી રહ્યો છે. કંપનીએ ગત ફેબ્રુઆરીમાં સરકારને પ્રસ્તાવ આપ્યો હતો કે જો તેને અપગ્રેડ કરવા માટે નાણાકીય સહાય મળે છે તો તે દેશની એવી દવાઓની જરૂરિયાતને ૫૦% એકલી બનાવી શકે છે. જો સરકારની આ યોજના સફળ રહે છે તો ભારતીય દવા નિર્માતાઓને નિકાસ થી ૨૩ હજાર કરોડ રૂપિયાની કમાણી થઇ શકે છે.