દુનિયાની સામે આંસુ વહાવી ચુક્યા છે આ ૫ બોલીવુડ કલાકાર, લિસ્ટમાં ઘણી મોટી-મોટી હસ્તીઓ સામેલ

મોટા પડદા પર બધાને હસાવનારા એક્ટર્સનાં જીવનમાં પણ ઘણી બધી પરેશાનીઓ આવતી હોય છે. સ્ટાર્સનાં ચહેરા પર હાસ્ય રહેતું હોય છે પરંતુ તેની પાછળ તેમનું દર્દ છુપાયેલું હોય છે. એટલે સ્પષ્ટ છે કે રિયલ લાઈફ અને રીલ લાઈફ માં ખૂબ જ અંતર હોય છે. એ જ કારણ છે કે ઘણી વખત મોટા સ્ટાર્સ પણ બધાની સામે રડી પડ્યા હતા. આજે અમે તમને તે સ્ટાર્સ વિશે બતાવવા જઈ રહ્યા છીએ, જે અસલ જીંદગીમાં બધાની સામે રડી પડ્યા હતા. ચાલો જાણીએ તે કયા સ્ટાર્સ છે જે સ્ટેજ પર બધાની સામે પોતાના ઇમોશન્સને રોકી શક્યા નહીં.

ધર્મેન્દ્ર

વીતેલા જમાનાના મશહૂર અભિનેતા ધર્મેન્દ્ર સામાન્ય રીતે તો પોતાના શાનદાર અભિનયને કારણે જાણીતા છે. પરંતુ એક અવસર આવ્યો હતો જ્યારે તેઓ પોતાના આંસુઓને રોકી શક્યા ન હતા. આ અવસર હતો, જ્યારે ધર્મેન્દ્ર રિયાલિટી શો ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં પહોંચ્યા હતા. આ શોમાં પહોંચીને ધર્મેન્દ્ર ખૂબ જ ભાવુક બની ગયા હતા. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ધર્મેન્દ્ર ઘણી વખત સોશિયલ મિડીયા પર પોતાના ફેન્સ સાથે રૂબરૂ થતાં સમયે ભાવુક થઈ જાય છે. યાદ અપાવી દઇએ કે ધર્મેન્દ્ર અત્યારે ૮૪ વર્ષના થઈ ચૂક્યા છે.

રણવીર સિંહ

સામાન્ય રીતે તો રણવીર સિંહ હંમેશા ફિલ્મી પડદા પર થી લઈને રિયલ લાઇફમાં ખૂબ જ સ્ફૂર્તિલા અને એનર્જીથી ભરપૂર રહેતા હોય છે. પરંતુ ઈમોશન એવી ચીજ છે જેની સામે એનર્જી કામ આવતી નથી. સ્ફૂર્તિલા રણવીર સિંહ માટે પણ એક અવસર આવ્યો હતો, જ્યારે તે પોતાના ઇમોશન્સ પર કાબૂ રાખી શક્યા નહીં. હકીકતમાં ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર ચેપ્ટર-૩ માં રણવીર સિંહ પોતાની ફિલ્મ “ગલી બોય” નાં પ્રમોશન કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં એક કન્ટેસ્ટન્ટ દ્વારા શાનદાર પરફોર્મન્સને જોઈને રણવીર પોતાના આંસુઓને રોકી શક્યા નહીં. રણવીરને આવી રીતે કદાચ પહેલી વખત જોવામાં આવ્યા હતા.

આમિર ખાન

સામાન્ય રીતે તો બોલિવૂડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ કહેવામાં આવતા આમિર ખાને પોતાના શાનદાર અભિનય થી તેમણે હંમેશા પોતાના ફેન્સ ના દિલ જીતી લીધા છે. જણાવી દઈએ કે આમીર ખાન સત્યમેવ જયતે શો દરમિયાન લોકોની આપવીતી સાંભળીને રડી પડ્યા હતા. જોકે સત્યમેવ જયતે શો દરમિયાન તેઓ ઘણી વખત આ રીતે રડી પડ્યા હતા.

આલિયા ભટ્ટ

આલિયા ભટને બાળપણથી જ અભિનેત્રી બનવાનો શોખ હતો. વળી તેમની બહેન શાહીન વિચારતી હતી કે તે આલિયા જેટલી ટેલેન્ટેડ અને સુંદર નથી. પોતાને નબળી માનવાને કારણે શાહીન ડિપ્રેશનનો શિકાર થઈ ગઈ હતી. આ વાતને યાદ કરતાં આલિયા એક કાર્યક્રમમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ પાછલા ઘણા લાંબા સમયથી ડિપ્રેશન અને માનસિક સ્વાસ્થ્યને લઈને સતત જાગૃતતા અભિયાન ચલાવી રહી છે અને લોકોને તેનાથી બચવા માટેના ઉપાય બતાવી રહી છે. ભલે આજે તેઓ ડિપ્રેશનમાં ન પડવા માટેના ઉપાય શીખવી રહેલ છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેઓ પોતે ડિપ્રેશનમાં હતા. દીપિકા ઘણી વખત પોતાના ડિપ્રેશનનાં દિવસોને યાદ કરતાં રડી પડેલ છે.