દુનિયાની તસ્વીર પણ બદલી દેશે કોરોના વાયરસ, જાણો કેવી હશે કોરોના વાયરસ પછીની દુનિયા

ક્રિકેટમાં એવું કહેવામાં આવે છે કે દરેક બોલને બેટ્સમેને નવેસરથી રમવાની હોય છે. ખાસ કરીને ટેસ્ટ મેચોમાં બપોરના ભોજન, ટી થવા પર થતાં વિરામ બાદ જે બેટ્સમેન ટકેલો હોય છે તેણે નવેસર થી શરૂઆત કરવી પડે છે પછી ભલે તેણે બેવડી સદી ફટકારી હોય. કદાચ હવે દુનિયામાં પણ આવું જ કંઈક થવાનું છે. ધ ગાર્ડિયનનાં જણાવ્યા અનુસાર, વિશ્વના ૧૯૯ દેશો કોરોના વાયરસ સામે લડી રહ્યા છે, જેમાં વિશ્વના મોટાભાગના દેશો લોકડાઉનનો આશરો લીધો છે અથવા લઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ટ્રાફિકની સાથે દેશોની અંદરનો ટ્રાફિક પણ બંધ થઈ ગયા છે. એવું લાગે છે કે આખું વિશ્વ આરામ કરી રહ્યું છે.

બધી મોટી રાજકીય, સામાજિક અને રમત ગમતની પ્રવૃત્તિઓ સ્થિર છે. એટલે સુધી કે માનવ ઇતિહાસમાં ધાર્મિક પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ છે. વેટિકનમાં પોપ ધાર્મિક શિક્ષા નથી આપી રહ્યા, તો મુસ્લિમ ધર્મનું પવિત્ર સ્થળ મક્કાને ધાર્મિક પ્રવાસીઓની પહોંચથી દૂર કરવામાં આવ્યું છે. હિન્દુઓના મોટા મંદિરોની સાથે નાના મંદિરોને પણ બંધ કરી દેવામાં આવ્યા છે. નિષ્ણાતો હવે સવાલ કરી રહ્યા છે કે શું આ વિરામ બાદ દુનિયા બદલાઈ જશે. મોટા ભાગનાં લોકોનો જવાબો હા માં આવ્યો છે. ચાલો આપણે જાણીએ કે દુનિયાની તસ્વીર તેનાથી કેવી રીતે બદલશે જેવી આપણે કોરોના વાયરસના સંક્રમણ પહેલાં જોઈ હતી.

દુનિયા દરેક મોટી દુર્ઘટના પછી બદલાઈ ગઈ છે

આપણે આજ સુધી જોયું છે કે દરેક મોટી આપત્તિ પછી, રાજકીય, સામાજિક અને નૈતિક સમજ અને વિશ્વના સિદ્ધાંતોમાં પરિવર્તન આવે છે. વર્ષ ૧૯૧૮ માં સ્પેનિશ ફ્લૂ ફેલાયો અને તેણે વિશ્વભરમાં ૫ કરોડ લોકોને માર્યા ગયા. તે પછી, બધા યુરોપિયન દેશોમાં જાહેર આરોગ્ય સિસ્ટમનો વિકાસ થયો. ધ ગાર્ડિયનના જણાવ્યા મુજબ, વર્ષ ૨૦૦૧ માં જ્યારે અમેરિકામાં ૯/૧૧ ના હુમલા થયા, ત્યારે સમગ્ર વિશ્વમાં વ્યક્તિગત સ્વતંત્રતાનો સિધ્ધાંત ઓછો થયો. સરકારી એજન્સીઓ શક્તિશાળી બની. તમારી ઉપર ૨૪ કલાક ઇલેક્ટ્રોનિક રૂપે તમારું નિરીક્ષણ કરવાને કાનૂની મંજૂરી આપવામાં આવી હતી. એરપોર્ટથી બેંકો સુધીની સુરક્ષા કાયમ માટે બદલાઈ ગઈ છે.

એ જ રીતે, ૨૦૦૮ ની આર્થિક મંદી પછી, આખી વિશ્વની આર્થિક વ્યવસ્થા બદલાઈ ગઈ. ખાનગી બેંકો અને સંસ્થાઓ કડક કરવામાં આવી હતી. વિશ્વના સ્ટોક માર્કેટ અને બેંકો માટે બનાવવામાં આવેલી નોડલ સંસ્થાઓને મજબૂત બનાવવામાં આવી હતી અને કાયદાઓનું ઉલ્લંઘન કરવા માટે નિયમનકાર સાથે કામ કરતી કંપનીઓમાં ફેરવાઈ ગઈ હતી. આર્થિક ગુનાઓ પર ખૂબ કડક સજાની ગોઠવણ કરવામાં આવી હતી.

ચીનને લઈને બદલાશે દુનિયાનો દ્રષ્ટિકોણ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હોય કે પછી ઇઝરાયલીના વડા પ્રધાન નેતન્યાહુ હોય, આજે બધા જ કોરોના વાયરસને ચીનનો માનવસર્જિત વાયરસ ગણાવી રહ્યા છે. અમુક દેશો આવું માને છે તો મોટાભાગનાં માને છે કે ચીનની બેદરકારીને કારણે સંક્રમણ ફેલાયું છે. સામાન્ય લોકો પણ ચીનના લોકોની ખાવા-પીવાની ટેવનો પણ વિરોધ કરી રહ્યા છે. બ્રિટન જેવો ઉદારવાદી દેશ પણ તેનાથી ચિંતિત છે. વિશ્વના ૩૫ દેશોમાં ચીનનાં નાગરિકો વિરુદ્ધ વંશીય હુમલા થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આવી સ્થિતિમાં ચીનની છબી કદાચ વિશ્વમાં કાયમ માટે બદલાઈ ગઈ છે.

શારીરિક અંતરનો સિદ્ધાંત હવે હંમેશા માટે

કોરોના વાયરસ ફેલાતા પહેલા સંવાદિતા અને પ્રેમ વ્યક્ત કરવા માટે હાથ મિલાવવાથી ગળે મળવા સુધીના રિવાજ વિશ્વભરમાં સામાન્ય હતા. યુરોપ હોય કે સાઉદી અરેબિયા, દરેક કોરોના વાયરસને લીધે શારીરિક અંતરનાં સિદ્ધાંતને અનુસરે છે. નિષ્ણાતો માને છે કે માનવ ઇતિહાસમાં શારીરિક અંતરની થિયરીને માન્યતા આપવામાં આવી છે. તે હવે આગળ પણ ચાલુ રહેશે. મહત્વનું છે કે, ભારતીય પરંપરા એ હંમેશાં થી શારીરિક અંતરના સિદ્ધાંતને મહત્વ આપ્યું છે.

ઇમિગ્રન્ટ્સ પર હવે થશે સખ્તાઈ

અમેરિકા હોય કે બ્રિટન, બધા પશ્ચિમી દેશોમાં ઇમિગ્રન્ટ્સનું સ્વાગત કરવામાં આવ્યું છે. નિષ્ણાતોએ આગાહી કરી છે કે હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પને અમેરિકામાં સ્થળાંતર કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની તક મળશે. પોલેન્ડના વડા પ્રધાને આવી ઘોષણા કરી છે. આવું જ કંઈક ઇટાલી, સ્પેન અને ફ્રાન્સમાં પણ જોઇ શકાય છે, જે કોરોનાથી ભારે અસરગ્રસ્ત છે.

નબળા થશે લોકશાહી અધિકાર

ચીને જે ઝડપથી લોકડાઉન કર્યું અને સખત પગલાં ઉઠાવીને કોરોના વાયરસ વિરુધ્ધ લડાઈમાં જીત મેળવી છે, તેનાથી તમામ દેશ પ્રભાવિત છે. વળી, ઇટાલી, સ્પેન જેવા ખુલ્લા સામાજિક ઓળખવાળા દેશો મોટા કબ્રસ્તાનનાં રૂપમાં ફેરવાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, નિષ્ણાતોને ડર છે કે સરકારો તેમના હાથમાં વધુ સત્તા લેશે અને લોકશાહી અધિકાર નબળા થશે.

આરોગ્ય સેવાઓની સ્થિતિમાં સુધારો થશે

યુરોપ સહિત અમેરિકામાં જેવી રીતે આરોગ્ય સેવાઓ પોતાને કોરોના વાયરસ સામે લડવામાં નબળી લાગી રહી છે, ત્યાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દુનિયાભરના લોકો સોશ્યલ મીડિયા પર ચીનની આરોગ્ય સેવાઓની પ્રશંસા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, નિષ્ણાતોને આશા છે કે જાહેર આરોગ્ય સેવાઓ વિશ્વભરમાં મજબૂત બનશે.

પ્રવાસીઓ પ્રત્યે વલણ બદલાશે

કોરોના વાયરસનાં સંક્રમણ પહેલા, સમગ્ર વિશ્વમાં પ્રવાસીઓને ખૂબ મહત્વ આપવામાં આવતું હતું, તેઓ આર્થિક આવકનો મોટો સ્રોત માનવામાં આવતા હતા. આ વાયરસનું સંક્રમણ મુખ્યત્વે પ્રવાસીઓમાંથી ફેલાયું છે, તેથી એવી સંભાવના છે કે હવે વિશ્વમાં પ્રવાસીઓનું સ્વાગત પહેલાની જેમ કરવામાં નહીં આવે.

ધર્મ-આસ્થા થશે પ્રભાવિત

નિષ્ણાતો માને છે કે જે રીતે ધાર્મિક સ્થળો બંધ કરવામાં આવ્યા હતા અને મોટા ધાર્મિક નેતાઓ ચેપગ્રસ્ત થયા હતા અથવા કોરોના વાયરસને લીધે જાહેર જીવનમાંથી ગાયબ થઈ ગયા, તેનાથી ધર્મ-આસ્થાનાં મૂળ પણ થોડા નબળા પડશે. ખાસ કરીને પશ્ચિમી દેશોમાં, જ્યાં પહેલાથી જ ધાર્મિક રીતે ઉદાસીન લોકોની નોંધપાત્ર સંખ્યા છે.

બદલી જશે અર્થતંત્ર

વિશ્વની અર્થવ્યવસ્થા ખૂબ જ લચીલું રહ્યું છે, તેણે અત્યાર સુધીની તમામ ખરાબ પરિસ્થિતિઓનો સામનો કર્યો છે. પછી ભલે તે ૧૯૩૦ ના દાયકાની મંદી હોય કે શીત યુદ્ધ અથવા ૧૯૯૦ ના દાયકાની ખરાબ પરિસ્થિતિ. વર્ષ ૨૦૦૮ ની વૈશ્વિક મંદી પણ વૈશ્વિક અર્થતંત્ર એ સહન કરી હતી. નિષ્ણાતો માને છે કે કોરોનાએ જાણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને ઘૂંટણીયે લાવી દીધી છે, તેથી તેની સાથે સંકળાયેલા લોકોએ ઘણું બધુ શીખ્યા હશે. આપણને બહુ જલ્દી મોટા ફેરફાર જોવા મળશે.

આરોગ્ય સેવાઓ માં તિહાસિક ફેરફાર થયો

૧૮૫૮ માં અમેરિકામાં યલો ફીવરને કારણે આરોગ્ય સેવાઓમાં ફેરફાર થયો. ૨૦૦૧ પછી દેશ-વિદેશ માંથી આવતા લોકોના ડેટા બેઝ બનાવવાનું શરૂ કર્યું, અમેરિકામાં લોકોએ સ્ક્રીનીંગ માંથી પસાર થયું પડે છે. ૧૪ મી સદીમાં, યુરોપમાં એક રહસ્યમય તાવ (બ્લેક ડેથ) ફેલાયો, આ દરમિયાન અન્ય જાતિના લોકોનો ખાત્મો કરી દેવામાં આવ્યો.

પશ્ચિમી દેશોની જીવનશૈલી બદલાશે

સમગ્ર દુનિયાને પશ્ચિમી દેશોની ખુલ્લી જીવનશૈલી એ પ્રભાવિત કર્યા છે. પરંતુ યુરોપિયન જીવનશૈલીના ચાર સ્તંભો ઇટાલી, ફ્રાંસ, બ્રિટન અને સ્પેન કોરોના સામે લડી રહ્યા છે. બધી જગ્યાએ કોરોના વાયરસ સંક્રમણ ફેલાવવાનું કારણ અહિયાની આલ્કોહોલ અને રેસ્ટોરન્ટ કલ્ચર આધારિત જીવનશૈલીને માનવમાં આવે છે. જ્યાં ૭૦ ટકા લોકો બારમાં દારૂ પીતા હોય છે અને ૧૫ વર્ષની વય પછી કોઈપણ વ્યક્તિ દારૂ પી શકે છે. ઉપરાંત, સામૂહિક રૂપથી રેસ્ટોરન્ટમાં ભોજન ખાવાની સંસ્કૃતિ પણ છે. નિષ્ણાતોનું માનવું છે કે કદાચ હવે આટલી નિખાલસતા નહીં રહે અને સમાજ પોતાને બદલી લેશે.