દુનિયાનો એક એવો દેશ જ્યાં બધુ જ ફ્રી માં મળે છે, ફરવા જવું હોય તો જાણી લો તેની અદ્ભુત વાતો

આજે અમે તમને દુનિયાના સૌથી ખુશહાલ દેશની વાત કરવાના છીએ. અમને ખબર છે કે તમે આ દેશ વિશે જાણીને ખુશ થઈ જવાના છો. આ એક એવો દેશ છે જેની વસ્તી ફક્ત ૫૫ લાખ છે. પરંતુ તેણે દુનિયાને જીવન જીવવાની રીત બતાવી દીધી છે. જો તમે કોફી પીવાના શોખીન છો, તો તમારે આ દેશમાં જરૂર થઈ જવું જોઈએ. એક એવો દેશ છે, જ્યાં બધું જ ફ્રી છે પરંતુ માણસાઈ ની કિંમત છે. એક એવો દેશ છે જ્યાં પ્રકૃતિ એ ખુબ જ પ્રેમ વરસાવેલો છે. આ દેશને “કન્ટ્રી ઓફ લેક્સ” પણ કહેવામાં આવે છે. મિત્રો આજે અમે તમને વાત કરવાના છીએ ફિનલેન્ડ દેશ વિશે, જેની દરેક વાત અલગ છે. તો ચાલો જરા પણ મોડું કર્યા વગર તમને તેના વિશે જણાવીએ.

તમને જાણીને ખુશી થશે કે ફિનલેન્ડ દુનિયાનો સૌથી ખુશમિજાજ દેશ છે. ૨૦૧૯માં તે સૌથી હેપ્પી કન્ટ્રી બની ગયો હતો. કહેવાનો મતલબ છે કે અહીંના લોકો ખુબ જ મજાકિયા સ્વભાવના હોય છે અને તેમના મનમાં ઈર્ષા જેવી ભાવના હોતી નથી. બધા કમાય છે અને બધા ખાય છે. આપણે પણ આવી જ વિચારસરણી રાખવી જોઈએ, ત્યારે જ આપણે બધા ખુશ રહી શકીશું. વળી તમને જણાવી દઇએ કે આ દેશમાં બધું જ મફત માં મળે છે. જી હાં, પણ જો તમે ફિનલેન્ડ દેશનાં નિવાસી છો તો જ.

તમારે કોઈ પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી. આ દેશમાં એજ્યુકેશનથી લઈને મેડિકલ સુધી બધું જ મફત માં મળે છે. બધાનો ખ્યાલ અહીંયા ની સરકાર રાખે છે. લોકો એટલા ઓછા છે એટલા માટે ફ્રી આપવામાં પરેશાની થતી નથી. ફિનલેન્ડમાં કુલ ૧ લાખ ૮૭ હજાર ૮૮૮ તળાવ છે, જે તેને દુનિયાનો સૌથી વધારે તળાવ વાળો દેશ બનાવે છે. તમને વિશ્વાસ નહીં થાય કે આ દેશની કુલ વસ્તી ૫૫ લાખ છે અને આ દેશમાં અંદાજે ૨ લાખ તળાવ છે.

જેમ કે અમે તમને જણાવ્યું કે ફિનલેન્ડને તળાવનો દેશ પણ કહેવામાં આવે છે. ફિનલેન્ડની રાજધાની હેલસિંકી છે અને તેને બ્લુ સીટીના નામથી પણ ઓળખવામાં આવે છે. પરંતુ શું તમે તેની પાછળનું કારણ જાણો છો? કારણ કે હેલસિંકી માં સૌથી વધારે તળાવ છે.

મિત્રો ફિનલેન્ડનાં લોકો પોતાના દેશના કાયદા કાનુનને લઈને ખુબ જ સખત છે. આ દેશમાં કોઈપણ નિયમ અને કાયદો તોડતું નથી. અહીંયા સ્પીડ લિમિટ થી વધારે ઝડપથી ગાડી ચલાવવાની કોશિશ કરવામાં આવે તો સમજી લો કે તમારે મોટો દંડ ભરવો પડશે. અહીંયા ચલણ તમારી સેલેરી પર નિર્ભર કરે છે. મતલબ કે તમારી સેલેરી જેટલી વધારે હશે એટલો મોટો ડંડ ભરવો પડશે. ફિનલેન્ડના લોકો ખુબ જ સ્પોર્ટી પણ હોય છે, એટલા માટે જ તો અહીંયા અલગ અલગ પ્રકારની રમત રમવામાં આવે છે.

અહીંયા એક ખુબ જ પોપ્યુલર કોમ્પિટિશન થાય છે, જેમાં બધા પતિ પોતાની પત્નીને ખભા ઉપર ઉચકીને રેસ લગાવે છે અને સૌથી મજેદાર વાત એ છે કે જે વિજેતા બને છે તેને તેના માટે તેની પત્નીનાં વજન જેટલું બિયર આપવામાં આવે છે. કદાચ તમે આ સીનને “દમ લગા કે હૈસા” ફિલ્મમાં જોયો હશે. એટલું જ નહીં અહીંયા વધુ એક રમતને પસંદ કરવામાં આવે છે. ફિનલેન્ડમાં દર રવિવાર ના દિવસે લોકો પોતાની કોલોનીમાં અથવા શહેરમાં મચ્છર મારવાની પ્રતિયોગિતાનું આયોજન કરે છે. જે સૌથી વધારે મચ્છર માને છે તેને “કિંગ ઓફ મોસ્ટુકિલર” નાં નામથી ઓળખવામાં આવે છે.

ફિનલેન્ડમાં એજ્યુકેશન સંપુર્ણ રીતે ફ્રી છે. અહીંયા પુસ્તકોથી લઈને સ્કૂલ ડ્રેસ સુધી બધું સરકાર મફતમાં આપે છે. પરંતુ અભ્યાસ કરવો દરેક વ્યક્તિ માટે અનિવાર્ય છે. તમને જાણીને ખુશી થશે કે જે અહીંયા પીએચડી કરે છે તેને સંપુર્ણ શહેર તરફથી શાબાશી આપવામાં આવે છે. નાનો દેશ હોવાનો એ જ સૌથી મોટો ફાયદો છે. વાતવાતમાં શહેરના લોકો અને કોલોનીના લોકો એકઠા થઇ જાય છે. ફિનલેન્ડ દેશના લોકોને કોફી ખુબ જ પસંદ છે. અહીંયા તમને અંદાજે ૭૬ પ્રકારની અલગ અલગ કોફી મળી જાય છે.