દુર્ઘટનાનો વિડિયો બનાવ્યો તો થઈ શકે છે જેલ : સીસીટીવી ફૂટેજની મદદથી થશે કાર્યવાહી

Posted by

ઘણીવાર રોડ પર થયેલ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલ વ્યક્તિ રોડ પર તડપી રહ્યો હોય છે અને લોકો તેનો વિડિયો ઉતારવામાં વ્યસ્ત હોય છે. આવું ઘણીવાર આપણને જોવા કે સાંભળવા મળે છે. માનવતા નેવે મૂકી ને લોકો ઘાયલ વ્યક્તિને મદદ કરવાની જગ્યાએ તેના ફોટો કે વિડિયો બનાવવામાં વ્યસ્ત થઈ જાય છે. આ સ્થિતિને જોતા ગૌમત બુદ્ધ નગર ટ્રાફિક પોલીસે આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે.
તેના માટે ટ્રાફિક પોલીસ સીસીટીવી ની મદદથી આ વાહનચાલકોની ઓળખાણ કરશે અને મોટર વાહન અધિનિયમ અનુસાર કાર્યવાહી કરશે. રોડ અકસ્માતમાં મોટાભાગે વાહનચાલકો નું મોત સમયસર ઈલાજ ના થવાને કારણે થાય છે.

Advertisement

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રોડ અકસ્માતમાં ત્યાં હાજર રહેલા લોકો તમાશો જોયા કરે છે અથવા તો ત્યાં થયેલ અકસ્માતના ફોટા કે વિડિયો બનાવ્યા રાખે છે. કોઈપણ વ્યક્તિ ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ લઈ જતા નથી. જેના કારણે ઘાયલ વ્યક્તિ મૃત્યુ પામે છે. નોઈડા ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર આ પ્રકારના અકસ્માત જોવા મળે છે. જેને લઇને ટ્રાફિક પોલીસ કડક પગલાં લેવાની તૈયારી કરી રહી છે.

ગૌત્મબુદ્ધ નગર પોલીસે નિર્ણય લીધો છે કે રોડ અકસ્માત થયેલ વખતે જો કોઈ વ્યક્તિ ત્યાં રોકાઈને ઘાયલ વ્યક્તિના ફોટા કે વિડિયો બનાવતો જોવા મળશે તો તેના પર મોટર વાહન અધિનિયમ ધારા ૧૨૨ તેમજ ૧૭૭ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. આ માટે એક્સપ્રેસવે તેમજ શહેરમાં લાગેલ સીસીટીવી કેમેરાની મદદથી આ કાર્યવાહી કરવામાં આવશે.

નોઈડા ટ્રાફિક પોલીસ ના આ નિર્ણય ને લોકો બિરદાવી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહે છે કે શું ગુજરાત પોલીસ પણ ક્યારે આ પ્રકારનો નિર્ણય લે છે. નોઈડા ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલ આ નિર્ણય ખરેખર ભારત દેશમાં અમલ કરવાની જરૂર છે. ઘાયલ વ્યક્તિને પૂરતી સારવાર ના મળવાને કારણે લોકો મોત ને ભેટે છે. લોકો માનવતા ને નેવે મૂકી ને ફોટા અને વિડિયો બનાવવામાં જ વ્યસ્ત હોય છે. ફોટા અને વીડિયો બનાવવાને બદલે લોકો જો ઘાયલ વ્યક્તિની મદદ કરે તો ઘણા લોકો ના જીવ બચી શકે. પરંતુ સોશીયલ મીડિયા ના આ જમાનામાં લોકો ની ફરજ શું છે એ ભૂલી ગયાં છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *