જોક્સ-૧
એક આલિશાન હોટલના રૂમ નંબર ૧૦૫ માં ૭૦ વર્ષનાં એક સજ્જન આરામ કરતા હતા.
ત્યાં જ એમના દરવાજે કોઈએ ટકોરા માર્યા.
સજ્જને ઉભા થઈ દરવાજો ખોલ્યો. એમની સામે એક યુવાન સુંદર યુવતી ઊભી હતી.
તરત એ સજ્જન સામે જોતાં બોલી : માફ કરજો. હું ખોટા રૂમમાં આવી ચડી.
સજ્જને હસતા-હસતા કહ્યું : વાંઘો નહિ. તું ખોટા રૂમમાં નહિ પણ ૫૦ વર્ષ મોડી આવી છે.
જોક્સ-૨
જો પત્ની પોતાની સાડીનો પલ્લુ પોતાની કમરમાં નાખે અને વાળનો અંબોળો બાંધે,
તો સમજવું કે કાં તો તે વાસણ કપડાંની ધોલાઈ કરશે,
અથવા તો તમારી ધોલાઈ કરશે.
જોક્સ-૩
મગન (પાડોશીને) : આજે સવારે હું ઓફિસે જવા નીકળ્યો ત્યારે મેં જોયું કે,
મારું પાળેલું કબુતર આપના આંગાણમાં આવીને બેસી ગયું.
પાડોશી : કશો વાંધો નહીં, મારો કુતરો એને ખાઈ ગયો હતો.
મગન : ભલે ખાઈ ગયો. હું ઓફિસેથી અત્યારે પાછો ફરી રહ્યો હતો ત્યાં મારી મોટર નીચે આપનો કુતરો ચગદાઈ ગયો.
જોક્સ-૪
એક દુઃખી પતિની સલાહ : છોકરીના પિતા કહે કે, અમારી છોકરી તો ‘ગાય છે ગાય.’
તો તેમાં ‘શિંગડાવાળી’ શબ્દ સાઇલેન્ટ હોય છે.
અને વિદાય સમયે જ્યારે વરરાજાને કહે કે, ‘ધ્યાન રાખજો.’
તો તેમાં ‘પોતાનું’ શબ્દ સાઇલેન્ટ હોય છે.
જોક્સ-૫
ચામડીના રોગના દાકતરને એક જણે પુછ્યું :
આપ દાંત, હૃદય, આંખ, નાક કે કાનના દાકતર બનવાને બદલે ચામડીના રોગોના દાક્તર કેમ થયા?
દાકતરે કહ્યું : એના ઘણા લાભો છે. એક તો મારો દર્દી રાતના મને તંગ કરતો નથી.
બીજું તેવો દર્દી મોટે ભાગે એ દર્દથી મરતો નથી,
અને છેલ્લે ચામડીના રોગો જલદીથી મટતા નથી એટલે તો લાંબા સમય માટે મારા દર્દીઓ બની રહે છે.
જોક્સ-૬
અભિનેત્રી (ભાવિ પતિને) : વહાલા, આપણે બંને લગન કરીએ તે પહેલાં હું મારા ભુતકાળનાં પ્રેમ પ્રકરણો તમારી પાસે કબુલ કરવા માગું છું.
ભાવિ પતિ : પણ ત્રણ મહિના પહેલાં તો તેં તારાં પ્રેમપ્રકરણોની કબુલાત મારી સમક્ષ કરી હતી ને!
અભિનેત્રી : હા, પણ એ તો ત્રણ મહિના પહેલાંની કબુલાત, પછીના સમયનું શું?
જોક્સ-૭
નોકર (શેઠાણીને) : શેઠાણીજી, ગજબ થઈ ગયો.
હમણાં જ એક આદમી શેઠને એક પેકેટ અને એક કાગળ આપી ગયો બસ ત્યારથી શેઠ બેહોશ થઈને પડ્યા છે અને હજી સુધી ભાનમાં આવ્યા નથી.
શેઠાણી : વાહ, લાગે છે કે ઝવેરીને મેં હારનો ઓર્ડર આપ્યો હતો એ હાર અને એનું બિલ જ હોવું જોઈએ.
જોક્સ-૮
એક જજ સાહેબ દાંતના દાકતર પાસે દાંત કઢાવવા ગયા.
તેઓ ખુરશી પર બેઠા અને દાંતના દાકતરને કહ્યું :
તું એ વાતના શપથ લે કે, તું મારો દાંત કાઢશે,
પુરો દાંત કાઢશે અને દાંત વિના બીજું કશું જ નહીં કાઢે!
જોક્સ-૯
પુત્ર : પિતાજી, હિમાલય કયાં છે?
પિતાજી : બેટા, તારી માં ને પુછ. કોણ જાણે ઘરની દરેક વસ્તુ તે કયાં મુકી દે છે!
જોક્સ-૧૦
પ્રેમીકા (પ્રેમિને) : હું તો તમારા વેતન પર ગુજારો કરી લઈશ,
પણ મને એ ચિંતા થાય છે કે તમારું શું થશે?
જોક્સ-૧૧
કન્યા (ચુડગરને) : તમે હાથીના દાંતનો કહીને મને ચુડો આપ્યો હતો એ તો નકલી હાથીદાંતનો નીકળ્યો!
ચુડગર : બહેન, જમાનો તો જુઓ, હાથી પણ હવે નકલી હાથીદાંત ધરાવવા લાગ્યા છે.
જોક્સ-૧૨
મેજિસ્ટ્રેટ (આરોપીને) : તો રાતના અઢી વાગે તું કયાં જતો હતો?
આરોપી : ભાષણ સાંભળવા, સાહેબ!
મેજિસ્ટ્રેટ : ભારે આશ્ચર્યની વાત! આ સમયે ભાષણ સાંભળવા તું જઈ રહ્યો હતો?
આરોપી : સાહેબ, આપ મારી પત્નીને નથી ઓળખતા. એને ભાષણ આપવાનો એટલો બધો શોખ છે કે, તે આ કરતાં પણ વધુ સમય સુધી રાહ જોતી રહે છે.
જોક્સ-૧૩
દાકતર : તમને કેટલી કેટલી વારે માથાનો દુ:ખાવો થઈ આવે છે?
દર્દી : પાંચ પાંચ મિનિટે.
દાકતર : અને કેટલો સમય ચાલે છે?
દર્દી : ઓછામાં ઓછો અડધો કલાક.