એક એવી તોપ જે ૪૦૦ વર્ષોમાં ફક્ત એક જ વખત ચલાવવામાં આવી, ૩૫ કિમી દુર જઈને પડ્યો તેનો ગોળો, ત્યાં બની ગયું વિશાળ તળાવ

Posted by

એકબીજા પર વર્ચસ્વ કાયમ રાખવા માટે પ્રાચીનકાળથી જ લડાઈઓ લડવામાં આવે છે. તમામ ઘાતક હથિયારો દ્વારા દુશ્મન સેનાના દાંત ખાટા કરવામાં આવતા હતા. તે સમયે તોપ ને સૌથી ઘાતક હથિયાર માનવામાં આવતું હતું. એવું હથિયાર જેમાં બારૂદ ગોળાને રાખીને દુર સુધી ફેંકી શકાતો હતો.

તોપ એવું હથિયાર રહ્યું જેમાં યુધ્ધ દરમિયાન ભારે તબાહી મચાવવાની પુરી ક્ષમતા હતી. ઘણીવાર તે યુધ્ધની તસ્વીર અને પરિણામ સંપુર્ણ રીતે બદલી દેતી હતી. આજે પણ બધા દેશ યુધ્ધમાં તોપનો ઉપયોગ જરૂર કરે છે. પરંતુ હવે આ તોપ ઘણી અત્યાધુનિક અને પહેલાથી વધારે ખતરનાક થઈ ગઈ છે. પરંતુ આ જાણીને તમને આશ્ચર્ય થશે કે ૧૩મી  અને ૧૪મી સદીમાં તોપનો ઉપયોગ શરૂ થયો હતો. ઈ.સ. ૧૩૧૩ માં યુરોપમાં તોપનાં ઉપયોગની સાબિતી રહેલા છે. એવા પણ તથ્ય સામે આવ્યા કે પાણીપત ની પહેલી લડાઈમાં બાર્બરે તોપનો ઉપયોગ કર્યો હતો.

જ્યારે ભારતમાં એક ખાસ તોપ છે, જેને દુનિયાની સૌથી મોટી તોપ નો દરજ્જો પ્રાપ્ત છે. સાથે જ તેના વિશે આ ચર્ચા પણ કરવામાં આવે છે કે તેના એક ગોળાએ મોટું તળાવ બનાવી દીધું હતું. હકીકતમાં આ તોપનું નામ છે “જયબાણ”. તે જયપુરના કિલ્લામાં  રાખવામાં આવી છે. તેને દુનિયાની સૌથી મોટી તોપ કહેવામાં આવે છે. આ વિશાળ તોપ ને  ઈ.સ. ૧૭૨૦માં જયગણ કિલ્લા માં સ્થાપિત કરવામાં આવી હતી. તોપ નું નિર્માણ રાજા જયસિંહે કરાવ્યું હતું. તે જયપુર કિલ્લાનાં પ્રશાસક પણ હતા. તેમણે તેનું નિર્માણ પોતાની રજવાડા ની સુરક્ષા માટે કરાવ્યું હતું.

દિલચસ્પ એ છે કે આ તોપ ને ક્યારેય કિલ્લાની બહાર લઇ જવામાં આવી નથી અને ન તો તેને કોઇ યુદ્ધમાં ઉપયોગ કરવાની પરિસ્થિતિ આવી. કારણકે તે ઘણી વજનદાર છે. માનવામાં આવે છે કે તેનું વજન લગભગ ૫૦ ટન છે. તેને બે પૈડા વાળી ગાડીમાં રાખવામાં આવી છે. જે ગાડી પર તેને રાખવામાં આવી છે, તેના પૈડાંનો વ્યાસ લગભગ સાડા ચાર ફુટ છે. તેના સિવાય તેમાં બે બીજા વધારાનાં પૈડાં પણ લાગેલા છે. તેનો વ્યાસ લગભગ ૯ ફુટ છે. આ તોપ માં લગભગ ૫૦ કિલો વજનનાં ગોળાનો ઉપયોગ કરવામાં આવે છે. તેના બેરલની લંબાઈ ૬.૧૫ મીટર છે. બેરલની આગળની બીજી નોક પાસેની પરિધી ૭.૨ ફુટની છે. જ્યારે તેની પાછળ ની પરિધી ૯.૨ ફુટની છે. બેરલનાં બોરનો વ્યાસ ૧૧ ઈંચ છે અને છેડા પર બેરલની ની જાડાઈ ૮.૫ ઇંચ છે.

આ ભારે ભરખમ તોપને બનાવવા માટે જયગઢ માં જ કારખાના નું નિર્માણ કરવામાં આવ્યું. તેની નાળ પણ અહીં વિશેષ સાંચામાં ઢાળવામાં આવી. જોકે આ કારખાનામાં બીજી પણ તોપનું નિર્માણ કરવામાં આવ્યું હતું. દશેરાના દિવસે આ તોપ ની પુજા થાય છે. હવે તમને જણાવીએ કે આ તોપ અને તેમાં લાગવા વાળા ગોળાની ખાસિયત. એક વાર તેનું પરીક્ષણ કરવામાં આવ્યું. જ્યારે ગોળો નાખવામાં આવ્યો હતો તે લગભગ ૩૫ કિલોમીટર દુર ચાકસુ નામના કસ્બામાં જઈને પડ્યો. જ્યાં આ ગોળો પડ્યો ત્યાં એક મોટું તળાવ બની ગયું હતું. આ તળાવમાં આજે પણ પાણી છે અને સ્થાનીય લોકો તેને પોતાના દિનચર્યામાં ઉપયોગ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *