એક-બે નહીં પરંતુ આટલી હસીનાઓ સાથે યુવરાજ સિંહને થયો હતો પ્રેમ, બધી જ એક થી એક ચડિયાતી સુંદર છે

Posted by

ભારતીય ક્રિકેટનાં વિસ્ફોટક બેટ્સમેનમાં યુવરાજ સિંહનું નામ સામેલ છે. યુવરાજ પોતાની શાનદાર રમત સાથે જ પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. યુવરાજ સિંહે વર્ષ ૨૦૧૬માં બોલીવુડ અભિનેત્રી હેઝલ કીચ સાથે લગ્ન કર્યા હતા. જોકે આ પહેલા એમનું નામ બોલીવુડની લગભગ અડધી દઝન અભિનેત્રીઓ સાથે જોડાયું છે. જેનાં કારણે તે ઘણી વખત ચર્ચામાં છવાયેલા રહે છે. આજે તમને તે બધી બોલીવુડ એક્ટ્રેસ વિશે જણાવીએ, જેનાં સંબંધ એક સનાએ ભારતનાં આ સ્ટાર ખેલાડી એટલે કે યુવરાજ સિંહ સાથે રહેલા છે.

કિમ શર્મા

કિમ શર્મા બોલીવુડની એક સુંદર અભિનેત્રી છે. વર્ષ ૨૦૦૦માં આવેલી ફિલ્મ “મહોબ્બતે” થી કિમ શર્માએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. પહેલી જ ફિલ્મમાં કિમ શર્માએ  અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય અને શાહરુખ ખાન જેવા મોટા કલાકાર સાથે કામ કર્યું હતું. યુવરાજ સિંહે કિમ શર્માને લગભગ ૪ વર્ષ સુધી ડેટ કરી હતી. ત્યારબાદ બન્નેનું બ્રેકઅપ થઈ ગયું. વર્ષ ૨૦૦૭માં આ સંબંધનો અંત થઇ ગયો હતો. જણાવી દઇએ કે યુવરાજની માતા આ સંબંધથી નાખુશ હતી.

દીપિકા પાદુકોણ

આજનાં સમયની સૌથી ચર્ચિત અને સફળ અભિનેત્રી દીપિકા પાદુકોણનું નામ સામેલ છે. વર્ષ ૨૦૦૭માં શાહરુખ ખાન સાથે ફિલ્મ “ઓમ શાંતિ ઓમ” થી પોતાની કારકિર્દીની શરૂઆત કરવા વાળી દીપિકાનું અફેર યુવરાજ સિંહ સાથે પણ રહ્યું છે. દીપીકા યુવરાજ માટે જન્મદિવસની પાર્ટી પણ હોસ્ટ કરી ચુકી છે. પરંતુ આ સંબંધ ઘણો જલ્દી સમાપ્ત થઈ ગયો હતો.

મિનિષા લાંબા

થોડી બોલીવુડ ફિલ્મોમાં નજર આવી ચુકેલી મિનિષા લાંબા નું અફેર પણ યુવરાજ સિંહ સાથે રહ્યું છે. મિનિષા અને યુવરાજની એક ફોટોએ બંનેના અફેરને હવા આપી હતી. એક વાયરલ ફોટામાં બંને એકબીજાને ચુમતા જોવા મળ્યા હતા અને એ સ્પષ્ટ થઈ ગયું હતું કે બંને રિલેશનમાં છે. જોકે મિનિષાએ ફોટો પર સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે તે એમની કોઈ હમશકલ છે. યુવરાજ અને મિનિષાનું અફેર લાંબા સમય સુધી ચાલી શક્યું નહીં.

નેહા ધુપિયા

યુવરાજ સિંહનું નામ બોલીવુડની સુંદર અને હોટ અભિનેત્રી નેહા ધુપિયા સાથે પણ જોડાયેલું છે. વર્ષ ૨૦૧૪માં બંનેનાં સંબંધો ચર્ચામાં રહ્યો હતો. જાણકારી પ્રમાણે યુવરાજસિંહ અને નેહા ધુપિયાની મુલાકાત સોફી ચૌધરીનાં જન્મદિવસ ની પાર્ટીમાં થઈ હતી. ત્યારબાદ થી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. જો કે ત્યારબાદ નેહાએ ડેટિંગની ખબરને માત્ર અફવા જણાવી હતી.

રિયા સેન

યુવરાજ સિંહનું નામ અભિનેત્રી રીયા સેન સાથે પણ જોડાઇ ચુક્યુ છે. બતાવવામાં આવે છે કે બંને પહેલીવાર એક પાર્ટી દરમિયાન મળ્યા હતા અને બંનેને એકબીજાનાં હાથ પકડીને જોવામાં આવ્યા હતા. જોકે આ રિલેશનને લઈને વધારે કઈ સામે આવ્યું નહીં.

પ્રીતિ ઝિન્ટા

કહેવાય છે કે યુવરાજ સિંહ પ્રિટી ઝિન્ટા પર દિલ હારી બેસ્યા હતા. બંનેની આઈપીએલ મેચ દરમિયાનનો ઘણી ફોટો વાઇરલ થઇ છે અને તેમને જોઇને લોકોને એવું લાગવા લાગ્યું હતું કે યુવરાજ અને પ્રીતિ એકબીજાને ડેટ કરી રહ્યા છે. એક સમયે બંનેને લઈને મીડિયામાં તે રીતની ખબરો આવતી રહેતી હતી કે બંને વચ્ચે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો છે.

ઘણીવાર સ્ટેડિયમમાં બંનેને ગળે મળતા પણ જોવામાં આવ્યા છે. તેમની ફોટો ઘણી વાયરલ થઇ છે. જોકે આ રિલેશન માત્ર વાતોમાં જ સમેટાઈને રહ્યું. પ્રીતિએ યુવરાજ સાથે અફેરની ખબરને ખોટી બતાવી હતી. બતાવી દઇએ કે યુવરાજ સિંહ ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલમાં પ્રીતિની માલિકીનાં હક્ક વાળી ટીમ પંજાબ કિંગ્સનાં હિસ્સો રહી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *