ભલે આપણે ભગવાનને જોઈ નથી શકતા પરંતુ તેમ છતાં તેમની શક્તિથી આપણે બધા પરિચિત છીએ. જ્યારે માણસ પર મુશ્કેલી આવે છે ત્યારે સૌથી પહેલા તેને ભગવાન જ યાદ આવે છે. આપણા ભારત દેશમાં એવા ઘણા બધા મંદિર છે જ્યાં સાક્ષાત ભગવાનની શક્તિનો આપણને અહેસાસ થાય છે. આવું જ એક હનુમાનજીનું મંદિર આવેલું છે. જે મંદિરના ચમત્કાર વિશે ફક્ત રાજ્ય નહિ પરંતુ પુરો દેશ પરિચિત છે.
આ મંદિરની એક ખાસિયત એ છે કે અહીંયાથી પસાર થતા પહેલા જ ટ્રેનની સ્પીડ ઓટોમેટિક જ ધીમી પડી જાય છે. આ ચમત્કારી મંદિર મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના બોલાઈ ગામમાં આવેલ છે. આ મંદિરને સિદ્વ વીર ખેડાપતી હનુમાનજીના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. ૩૦૦ વર્ષ જૂનું આ મંદિર લોકોનું આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે. આ મંદિર દેશનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં હનુમાનજીની મૂર્તિ સાથે ભગવાન ગણેશજીની મૂર્તિ પણ સ્થાપિત છે. ત્યાંના સ્થાનિક લોકોનું માનવું છે કે આ મંદિરમાં હનુમાનજી અને ગણેશજીની મૂર્તિ એકસાથે સ્થાપિત હોવી શુભ માનવામાં આવે છે. એટલા માટે જ અહીંયા દર્શન કરવા આવતા લોકોની બધી જ મનોકામના પુરી થાય છે.
આ ચમત્કારિક મંદિર રતલામ અને ભોપાલની વચ્ચે બોલાઈ સ્ટેશન પાસે આવેલું છે. અહીંયા રહેતા લોકોની માન્યતા છે કે અહીંયા આવતા ભક્તોને ભવિષ્યની ઘટનાઓનો અંદાજો પહેલે થી જ આવી જાય છે. આ સિવાય પણ આ મંદિર સાથે ઘણા ચમત્કારો જોડાયેલા છે. આ મંદિરનો સૌથી મોટો ચમત્કાર એ છે કે અહીંયા થી પસાર થતી કોઈપણ ટ્રેન મંદિરની નજીક આવતા જ ટ્રેનની સ્પીડ ઓટોમેટિક ધીમી પડી જાય છે. ટ્રેનના પાયલોટ ના જણાવ્યા મુજબ મંદિર નજીક આવતા જ તેને અચાનક જ ટ્રેન ધીમી પાડવાનો કોઈ સંકેત આપી રહ્યું હોય એવું લાગે છે અને જો કોઈ ટ્રેન નો ડ્રાઇવર સ્પીડ ધીમી ના કરે તો ટ્રેન ઓટોમેટિક જ ધીમી પડી જાય છે. આ સિવાય અહીંયા દર્શન કરવા આવતા બધા જ લોકોની મનોકામના પુરી થાય છે. અહીંયા મંગળવાર, શનિવાર અને બુધવાર ના દિવસે લોકો દુર દુર થી દર્શન માટે આવે છે.
આ મંદિરના પુજારીના જણાવ્યા મુજબ, થોડા સમય પહેલા જ આ ટ્રેક પર બે માલગાડી વચ્ચે અકસ્માત થયો હતો. બાદમાં બંને ગાડીઓના ડ્રાઈવરે જણાવ્યું કે અકસ્માત પહેલા જ બંનેને સ્પીડ ઓછી કરવાનો સંકેત મળી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ બંને ડ્રાઈવરે આ સંકેતને ગંભીરતાથી ના લેતા ટ્રેનની સ્પીડ ઓછી કરી ના હતી. જેને લીધે આ અકસ્માત સર્જાયો હતો. ત્યાંના રહેવાસીઓનું એવું પણ માનવું છે કે આ મંદિરમાં હનુમાનજી લોકોને તેનું ભવિષ્ય બતાવે છે. આ મંદિરમાં દર્શન કરવા આવતા લોકોને તેના જીવનમાં આવનાર ઘટનાઓનો પૂર્વાભાસ થઈ જાય છે. દર્શન કરવા ગયેલા ઘણા લોકોએ આ વાત જણાવી છે. જેને લઇને આ મંદિર પર લોકોની શ્રદ્ધા દિવસે દિવસે વધતી જાય છે. આ મંદિરનો કોઈ ઇતિહાસ તો ખાસ નથી પરંતુ આ મંદિરનું નિર્માણ આશરે ૩૦૦ વર્ષ પહેલાં ઠા. દેવીસિંહએ કરાવ્યું હતું. અહીંયા ૧૯૫૯ માં સંત કમલનયન ત્યાગી એ પોતાનું ગૃહસ્થ જીવનને ત્યાગીને અહીંયા ૨૪ વર્ષ સુધી તપસ્યા કરીને ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી.