એક જ ઘરની બે દીકરીઓ બની IAS, એક જ નોટ્સ થી કરી UPSC ની તૈયારી, એકબીજાને આપી હિંમત

સંઘ લોક સેવા આયોગ એટલે કે યુપીએસસી ની પરીક્ષા એટલી મુશ્કેલ હોય છે કે એક જ જિલ્લાના બે વિદ્યાર્થીઓ નું યુપીએસસી ક્લિયર કરવું પણ ખુબ જ મુશ્કેલ હોય છે. તેમાં એક જ ઘરની બે દીકરીઓ એક જ વર્ષમાં એક જ સાથે યુપીએસસી ની પરીક્ષા ક્લિયર કરે તો તે હકીકતમાં પ્રશંસાને પાત્ર છે. પાછલા મહિનામાં યુપીએસસી દ્વારા સિવિલ સેવા પરીક્ષાઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. આ વખતે યુપીએસસી માં બિહારના શુભમ કુમાર ટોપ પર રહેલા. વળી દિલ્હીની અંકિતા જૈન દ્વારા ઓલ ઇન્ડિયામાં 3rd રેન્ક પ્રાપ્ત કરેલ.

નિશ્ચિતરૂપથી અંકિતા ની આ મોટી સફળતા થી તેનો પરિવાર ખુબ જ ખુશ થયો હશે, પરંતુ તેની ખુશી ફક્ત અંકિતા માટે જ નહોતી પરંતુ વૈશાલી જૈન માટે પણ હતી. જેમણે ઓલ ઇન્ડિયા માં ૨૧મી રેન્ક પ્રાપ્ત કરી હતી. જણાવી દઈએ કે વૈશાલી અંકિતાની નાની બહેન છે અને બંને બહેનોની આ સફળતા બાદ એક જ ઘરમાંથી બે દીકરીઓ આઈએએસ ઓફિસર બની ગઈ છે.

આ બંને બહેનો વિશે ખાસ વાત એ છે કે આ બંને બહેનોએ એક જ નોટ્સ થી યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી હતી. બંને બહેનોએ એકબીજાને પ્રેરિત કરેલ અને આગળ વધેલ. બંનેની રેન્કમાં ભલે થોડું ઘણું અંતર હોય પરંતુ બંને એ એકસરખી મહેનત કરી હતી.

અંકિતા જૈન અને વૈશાલી જૈન નાં પિતા સુશીલ જૈન એક વેપારી છે. વળી તેમની માં અનિતા જૈન એક ગૃહિણી છે. બંને બહેનોની આ સફળતામાં તેમના માતા પિતાની મહત્વની ભુમિકા રહેલી છે. અંકિતા જૈન એ પોતાના ૧૨માં ધોરણનો અભ્યાસ પુર્ણ કર્યા બાદ દિલ્હી ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં બીટેક ની ડિગ્રી પ્રાપ્ત કરેલી છે.

બીટેક કમ્પલેટ કર્યા બાદ તેમણે એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરી, પરંતુ તેમણે નોકરી ઉપર ધ્યાન આપવાને બદલે યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી અને સંપુર્ણ રુચિની સાથે તેમાં જોડાઈ ગઈ.

અંકિતા એ ૨૦૧૭માં યુપીએસસીની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી. સખત મહેનત કરવા છતાં પણ પહેલા પ્રયાસમાં સફળતા મળી નહીં. ત્યારબાદ તેમણે બીજા પ્રયાસમાં પરીક્ષા પાસ કરી લીધી. અંકિતાએ પરીક્ષા તો પાસ કરી લીધી હતી, પરંતુ તે સારી રેન્ક મેળવી શકી નહીં, જેના લીધે તેનું સિલેક્શન આઈએએસ માટે થઈ શક્યું નહીં.

તેની વચ્ચે અંકિતા DRDO માટે પણ પસંદગી પામેલ. યુપીએસસી ક્લિયર કર્યા બાદ તેણે એકવાર માટે પણ પસંદ કરવામાં આવેલ, પરંતુ તે અંકિતા માટે પર્યાપ્ત ન હતું. તેમણે યુપીએસસી માટે ફરીથી પ્રયાસ કર્યો, પરંતુ તે પ્રીલીમીનરી પણ ક્લિયર કરી શકી નહીં.

અંકિતાને સફળતા તો મળી રહી હતી, પરંતુ તે પોતાની આઈએએસ ની મંઝિલ સુધી પહોંચી રહી ન હતી. યુપીએસસીમાં મળી રહેલી અસફળતાઓ છતાં પણ તેને હાર માની નહીં અને અંતિમ પ્રયાસમાં પરીક્ષા પાસ કરીને આઈએએસ બનવાનું પોતાનું સપનું પુરું કરી લીધું.

વળી અંકિતાની નાની બહેન વૈશાલી જૈન રક્ષા મંત્રાલય અંતર્ગત IES અધિકારી રહેલી છે. બંને બહેનોએ એક જ નોટ્સ થી એક સાથે યુપીએસસી ની તૈયારી કરી અને એક સાથે ક્લિયર પણ કરી લીધી. પોતાની આ મોટી સફળતા બાદ તે દેશની દીકરીઓ માટે પ્રેરણા બનીને સામે આવેલ છે.