એક જ સીમકાર્ડ ઉપર થી ૨-૨ નંબર ચલાવવાનો જુગાડ, કોઈને ખબર નહીં પડે કે તમે કોલ કરી રહ્યા છો

Posted by

તમે હંમેશા એવું જ સાંભળ્યું હશે કે એક સિમ કાર્ડ પર ફક્ત એક જ નંબર ચલાવી શકાય છે. આજે અમે તમને એક એવી કમાલની વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે એક જ સીમકાર્ડ ઉપર બે-બે ફોન નંબરનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારે એક પણ પૈસો આપવાની જરૂરિયાત નથી. તો ચાલો જાણીએ કે કેવી રીતે આ ટ્રિક કામ કરે છે.

એક સિમ કાર્ડ પર ચલાવો બે ફોન નંબર

જો તમે વિચારી રહ્યા છો કે એક જ સીમકાર્ડ પર તમે બે નંબર કેવી રીતે ચલાવી શકો છો? તો અહીં આ ટ્રિક વિશે અમે તમને વિસ્તારપુર્વક જણાવીશું. આ ટ્રિક માટે તમારી પાસે એક સ્માર્ટફોન હોવો જોઈએ અને ફોનમાં ઇન્ટરનેટ ની સુવિધા પણ હોવી જોઇએ. તમને જણાવી દઈએ કે એક સ્માર્ટફોન એપ ડાઉનલોડ કરીને તમે પોતાના સ્માર્ટફોન ઉપર એક જ સીમ કાર્ડ નો ઉપયોગ કરીને બે નંબર ચલાવી શકો છો. તો ચાલો તેના વિશે માહિતી મેળવીએ.

આ સ્ટેપ્સને ફોલો કરો

આ ટ્રિક ખાસ એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર માટે છે. સૌથી પહેલા પોતાના સ્માર્ટફોનમાં ગુગલ પ્લે સ્ટોર માંથી “ટેક્સ્ટ મી : સેકન્ડ ફોન નંબર” (Text Me: Second Phone Number) નામની એપ ડાઉનલોડ કરો. ત્યારબાદ પોતાના જીમેલ એકાઉન્ટની મદદથી તે એપમાં સાઈન અપ કરો અને પોતાનું એકાઉન્ટ બનાવી લો. ત્યારબાદ સ્ક્રીન ઉપર સૌથી નીચે આપવામાં આવેલ તમામ ઓપ્શનમાં ‘નંબર્સ’ ઓપ્શનને સિલેક્ટ કરો.

આવી રીતે પસંદગી કરો પોતાનો બીજો નંબર

હવે તમારે પોતાના હિસાબથી કોઈપણ નંબર ની પસંદગી કરવાની રહેશે, પરંતુ તમને જણાવી દઈએ કે આ નંબર માટે તમારે પૈસા ચુકવવાના રહેશે. પૈસા આપીને અહીંયા રહેલ અલગ અલગ દેશોના કોઈપણ નંબરની તમે પસંદગી કરી શકશો. એપ ઇન્સ્ટોલ કરવા પર તમને ફ્રી નંબર પણ આપવામાં આવે છે, જેનાથી તમે કોલ કરી શકો છો. સૌથી ઉપર તમને ક્રેડિટ જોવા મળશે. જેટલા ક્રેડિટ તમારી પાસે હશે એટલા તમે કોલ કરી શકશો. તમે આ ક્રેડિટ ને પૈસા આપીને પણ ખરીદી શકો છો અને તમે વિડિયો અથવા બીજા ઉપાયથી પણ તેને ફ્રીમાં મેળવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *