એક કરોડ થી પણ વધારે લોકોએ જોયો છે આ ડરામણો વિડીયો, પરંતુ હજુ સુધી કોઈ તેની હકીકત જાણી શક્યું નથી

સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં Optical Illusion ની તસ્વીરો અને વીડિયોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આજકાલ ટેકનોલોજી એટલી વધી ગઈ છે કે Optical Illusion ની અજીબો-ગરીબ તસ્વીરો જોયા બાદ તમે ગમે એટલું મગજ દોડાવો પરંતુ તેમ છતાં પણ તેની હકીકત જાણવા મળતી નથી. હકીકતમાં આવી તસ્વીરો ને ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવે છે, પરંતુ હવે ટેક્નોલોજી એટલી આગળ વધી ચુકી છે કે મનુષ્યનું દિમાગ કલ્પના પણ કરી શકતું નથી. આવો જ એક વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને તમે જાણી શકશો નહીં કે તેની હકીકત શું છે. કારણ કે લાખો-કરોડો લોકો પણ આ વિડીયો ની હકીકત જાણી શક્યા નથી. તો ચાલો તમે પણ એક વખત કોશિશ કરીને જોઈ લો.

ટ્વિટર પર આ વીડિયોને જોયા બાદ ઘણા લોકો પરેશાન થઈ ગયા છે. વીડિયોમાં પહેલા એક રેલ્વે સ્ટેશન બતાવવામાં આવે છે, જ્યાં અંધારું છે. ત્યારબાદ એક જગ્યાથી લાઈટ આવે છે અને અમુક સીડીઓ નજર આવે છે. જોઇને એવું લાગે છે કે જાણે આખું રેલ્વે સ્ટેશન ખાલી છે અને ચારો તરફ ફક્ત સન્નાટો છે. વીડિયોમાં આગળ જોવા મળે છે કે લાઈટ સીડી પર પડી રહી છે. પરંતુ તમને જણાવી દઈએ કે વીડિયોમાં જે કંઈ પણ દેખાઈ રહ્યું છે, હકીકત તેનાથી બિલકુલ અલગ છે.

તમને જણાવી દઈએ કે વીડિયોમાં જે પણ દેખાઈ રહ્યું છે, તેને તમે હકીકતમાં રહ્યા છો તો તમે બિલકુલ ખોટા છો. કારણ કે તે રિયાલિટી નથી, પરંતુ એક વિડીયો ગેમ નો સીન છે. આ વીડિયોને Unreal Engine કંપની દ્વારા ક્રિએટ કરવામાં આવેલ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ૧.૨૪ સેકન્ડનાં આ વીડિયોને અત્યાર સુધીમાં એક કરોડથી પણ વધારે લોકો જોઈ ચુક્યા છે. આ વીડિયો જોયા બાદ મોટાભાગના લોકો એવું કહેવું છે કે તેમને આ વીડિયો રીયલ લાગી રહ્યો છે.