એક મહીનામાં ઘટાડી શકશો પોતાનું વજન, બસ કરો આ જાદુઇ ડાયટ પ્લાનનું પાલન

વધતું વજન સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. પોતાના વજનને નિયંત્રણમાં રાખવા માટે લોકો પોતાની ખાણીપીણી પર ખુબ જ ધ્યાન આપે છે, જ્યારે ઘણા લોકો દરરોજ સવારે ભુખ્યા પેટે મધનું પાણી પીતા હોય છે. દરરોજ સવારે ઉકાળો મધનું પાણી પીવાથી વજન વધવાથી રોકી શકાય છે અને તેને સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ માનવામાં આવે છે.

૪૦ વર્ષની ઉંમર વટાવ્યા બાદ મોટાભાગે મહિલાઓ અને પુરુષોમાં એકદમ વજન વધવા લાગે છે અને તેમની ફાંદ બહાર નીકળી આવે છે. ઘણા લોકોને લાગે છે કે જો દરરોજ સવારે મગનું પાણી પીવામાં આવે તો તેમની ફાંદ અંદર ચાલી જશે, જે ધારણા બિલકુલ ખોટી છે. ૪૦ વર્ષ બાદ વજન એટલી સરળતાથી ઓછું થઈ શકતું નથી અને તેમાંથી છુટકારો મેળવવો મુશ્કેલ બની જાય છે. માત્ર મધનું પાણી પીવાથી ફાંદ અંદર કરવી અશક્ય બની જાય છે.

આ રીતે ઘટાડો વજન

વધતી ઉંમરની સાથે શરીરમાં ઘણા બધા બદલાવ આવે છે અને ઘણા લોકોનું વજન વધી જતું હોય છે. વજન વધવા પર તેને નજરઅંદાજ ન કરો અને વજન ઓછું કરવાની કોશિશ કરો. વજન ઓછું કરવા માટે સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ડાયટ નિભાવે છે. યોગ્ય ડાયટ લેવાથી વજન ઓછું કરી શકાય છે. એટલા માટે પોતાની ડાયટ પર વિશેષ ધ્યાન આપો અને ફક્ત તે ચીજોનું સેવન કરો જે શરીરને ઉર્જા આપે અને વજન ઓછું કરવામાં મદદગાર બને.

વજન ઓછું કરવા માટે તમારે આ ડાયટ પ્લાનને ફોલો કરવો જોઈએ અને નીચે બતાવવામાં આવેલી ચીજોને પોતાની ડાયટમાં સામેલ કરવું જોઇએ.

  • દરરોજ સવારે ઊઠીને એક્સરસાઇઝ કરો. એક્સરસાઈઝ કર્યા બાદ ભુખ્યા પેટે ગ્રીન ટીનું સેવન કરો. તેને પીવાથી ચરબી ઓછી થાય છે.
  • દરરોજ સવારે દુધ અને ઈંડાનું સેવન કરો. દુધની જગ્યાએ તમે ઈચ્છો તો એક ગ્લાસ જ્યુસ પણ પી શકો છો.
  • બપોરે ૩ રોટલી, ૧ કટોરી દાળ અને સલાડનું સેવન કરો. તે સિવાય અન્ય કોઈ ચીજનું સેવન કરવું નહીં.
  • સાંજના સમયે ચા અને ૨ બિસ્કીટ ખાઈ શકો છો અથવા ફળનું સેવન કરી શકો છો.
  • રાતનાં સમયે દાળ રોટલી અથવા ચોખા ખાઈ શકો છો. દાળ સિવાય શાકભાજી અને ચિકન ને પણ સામેલ કરી શકો છો.

ભોજન કર્યા બાદ તુરંત સુઈ જવું નહીં અને ઓછામાં ઓછું ૨૦ મિનિટ સુધી એક્સરસાઇઝ કરો. જો તમારાથી એક્સરસાઇઝ થતી નથી તો તમે યોગા અથવા જોગિંગ પણ કરી શકો છો. આવું કરવાથી ભોજન યોગ્ય રીતે પચી જાય છે. પોતાની ઊંઘનું પણ પૂરું ધ્યાન રાખો અને ૮ કલાકની ઉંઘ જરૂરથી લેવી.

જરૂર કરો આ નિયમોનું પાલન

  • જો તમે યોગ્ય રીતે આ નિયમોનું પાલન કરશો તો વજનને સરળતા થી ઓછું કરી શકાય છે. વજન ઓછું કરવા સાથે જોડાયેલ પહેલા નિયમ અનુસાર ફક્ત ઓછી કેલરીવાળા ભોજનનું સેવન કરો.
  • બીજા નિયમ અંતર્ગત અઢળક એક્સરસાઇઝ કરો. શરીરને હંમેશા એક્ટિવ રાખો.
  • ત્રીજા નિયમ અનુસાર લો કાર્બ્સ ફુડ નું સેવન કરો.
  • ચોથા નિયમ અંતર્ગત સવારે ઊઠીને ભુખ્યા પેટે લીંબુ પાણી અથવા ગ્રીન ટી નું સેવન કરો.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલી વાતોને ધ્યાનમાં રાખો અને તેનું પાલન જરૂર કરો. આ વાતોનું અનુસરણ કરવાથી તમારી ફાંદ તો અંદર જતી રહેશે અને સાથોસાથ ફક્ત ૪ મહિનાની અંદર તમારો વજન પણ ઓછો થઈ જશે.