એક મહિનામાં ઓછું થશે વજન, બસ કરો આ જાદુઇ ડાયટ પ્લાનનું પાલન

Posted by

વધતા વજનને સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. પોતાના વજનને નિયંત્રણમાં રાખવા માટે લોકો ખાન-પાન પર ખૂબ જ ધ્યાન આપતા હોય છે. જ્યારે ઘણા લોકો દરરોજ સવારે ખાલી પેટે મધનુ પાણી પીતા હોય છે. દરરોજ સવારે મધનું હૂંફાળું પાણી પીવાથી વજન વધવાથી રોકી શકાય છે અને આ પાણીને સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ માનવામાં આવે છે.

૪૦ વર્ષ બાદ મોટાભાગે મહિલાઓ અને પુરુષોનું વજન એકદમથી વધવા લાગે છે અને તેમનું પેટ બહાર નીકળવા લાગે છે. ઘણા લોકોને તો લાગે છે કે જો તેઓ દરરોજ મધનાં પાણીનું સેવન કરશે તો તેમનું પેટ અંદર ચાલ્યું જશે, જે ધારણા બિલકુલ ખોટી છે. કારણ કે ૪૦ વર્ષ બાદ વજન એટલું સરળતાથી ઓછું થતું નથી અને બહાર નીકળતી ફાંદ માંથી છુટકારો મેળવવો મુશ્કેલ બની જાય છે. માત્ર મધનું પાણી પીવાથી પેટની ચરબી ઓછી કરવી.

આવી રીતે ઓછી કરો પેટની ચરબી

વધતી ઉંમરની સાથે સાથે શરીરમાં ઘણા પ્રકારના બદલાવ આવતા હોય છે અને લોકોનું વજન વધી જાય છે. વજન વધવા પર તેને નજર અંદાજ ન કરવું જોઇએ અને વજન ઓછું કરવા માટેની કોશિશ કરવી જોઈએ. વજન ઓછું કરવા માટે સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ડાયટ નિભાવે છે. યોગ્ય ડાયટ લેવાથી વજન ઓછું કરી શકાય છે. એટલા માટે પોતાની ડાયટ પર વિશેષ ધ્યાન આપવું અને ફક્ત તે ચીજોનું સેવન કરવું, જે શરીરને ઊર્જા અને વજન ઓછું કરવામાં મદદગાર હોય.

વજન ઓછું કરવા માટે તમે આ ડાઈટને ફોલો કરો અને નીચે બતાવવામાં આવેલી ચીજોને પોતાની ડાયટમાં સામેલ કરો.

  • રોજ સવારે ઊઠીને એક્સરસાઇઝ કરો. એક્સરસાઈઝ કર્યા બાદ ખાલી પેટે ગ્રીન ટી પીવો. તેને પીવાથી ચરબી ઓછી થાય છે.
  • સવારે દૂધ અને ઈંડાનું સેવન કરો. દૂધ ની જગ્યાએ તમે ઈચ્છો તો એક ગ્લાસ જ્યૂસ પણ પી શકો છો.
  • બપોરે ૩ રોટલી અને ૧ વાટકો દાળ અને સલાડ ખાઓ. તે સિવાય અન્ય કોઈ વસ્તુનું સેવન કરવું નહીં.
  • સાંજે ચા અને ૨ બિસ્કીટ ખાઈ શકો છો અથવા ફળોનું સેવન કરી શકો છો.
  • રાત્રે દાળ, રોટલી અથવા ભાત ખાઈ શકો છો. દાળ સિવાય શાકભાજીને પણ સામેલ કરી શકો છો.

ભોજન કરી લીધા બાદ તુરંત સૂઈ જવું નહીં અને ઓછામાં ઓછી ૨૦ મિનિટ સુધી હળવી એક્સરસાઇઝ કરવી. જો તમારાથી એક્સરસાઇઝ થઈ શકે તેમ નથી, તો તમે યોગા અથવા રનીંગ પણ કરી શકો છો. આવું કરવાથી ભોજન યોગ્ય રીતે પચી જશે. પોતાની ઉંઘ પર પૂરું ધ્યાન આપવું અને ઓછામાં ઓછી ૮ કલાકની ઉંઘ જરૂરથી લેવી.

જરૂર કરો આ નિયમોનું પાલન

  • જો તમે યોગ્ય રીતે આ નિયમોનું પાલન કરશો, તો તમારું વજન સરળતાથી ઓછું કરી શકાય છે. વજન ઓછું કરવા સાથે જોડાયેલા પહેલા નિયમ અનુસાર ફક્ત ઓછી કેલરીવાળા ખોરાકનું સેવન કરો.
  • બીજા નિયમ અનુસાર ખૂબ જ એક્સરસાઇઝ કરો અને શરીરને હંમેશા એક્ટિવ રાખો.
  • ત્રીજા નિયમ અનુસાર લો કાર્બ ફૂડનું સેવન કરો.
  • ચોથા નિયમ અનુસાર સવારે ઊઠીને ભૂખ્યા પેટે લીંબુ પાણી અથવા ગ્રીન ટી નું સેવન કરો.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલી બાબતોને ધ્યાનમાં રાખો અને તેનું પાલન જરૂરથી કરો. આ બાબતોનું પાલન કરવાથી તમારા પેટની ચરબી ઓછી થઈ જશે અને ફક્ત ૪ મહિનાની અંદર તમારું વજન ઓછું થતું જણાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *