એક મહિનામાં ઝડપથી વજન ઘટાડવા માટેની નીંજા ટેક્નિક, દરરોજ કરો આ ૪ એકદમ સરળ એક્સરસાઈઝ

દિન-પ્રતિદિન વધતું વજન આજે દરેક લોકો માટે એક સામાન્ય સમસ્યા બનીને રહી ગઈ છે, જેનું મુખ્ય કારણ બગડતી જીવનશૈલી અને ખાણી-પીણી છે. જો તમારા ઘરમાં કોઈ મોટો કાર્યક્રમ થવાનો હોય તો તમે બધી જ તૈયારીઓ કરી લેતા હોવ છે, પરંતુ તમે પોતાના વજનને ઓછું કરી શકતા નથી. એટલા માટે આજે અમે તમને ચાર એવી એક્સાઇઝ વિશે જણાવીશું, જેનો અભ્યાસ કરીને તમે એક મહિનાની અંદર પોતાનું ઘણું ખરું વજન ઘટાડી શકો છો. તો ચાલો જાણીએ તે નીન્જા એક્સરસાઈઝ વિશે.

દોડવું : વજન ઘટાડવા માટે બેસ્ટ એક્સરસાઇઝ

જો તમે વજન ઘટાડવાનું નક્કી કરી લીધું છે, તો દોડવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક બની શકે છે. કારણ કે તોડતાં સમયે વ્યક્તિના શરીરની માંસપેશીઓને સક્રિય રહે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એકસરખી ગતિથી દોડવાથી તમારું શરીર સમગ્ર દિવસ ફેટ બર્ન કરતું રહે છે. ખૂબ જ ઝડપથી વજન ઘટાડવા માટે બહેતર રહેશે કે તમે દોડતા સમયે થોડું વચ્ચે-વચ્ચે ઝડપથી દોડવું. તેનાથી મેટાબોલિઝમ ઝડપી બને છે. દરરોજ ઓછામાં ઓછું ૨ કિલોમીટર સુધી દોડવાનો પ્રયાસ કરો.

દોરડા કુદવા : વજન ઘટાડવા માટે કારગર વિકલ્પ

દોરડા કુદવા શરીર માટે ખૂબ જ લાભદાયક સાબિત બની શકે છે. કારણ કે આ ક્રિયા પોતાનામાં એક સંપૂર્ણ એક્સરસાઇઝ છે. દોરડા કુદતા સમયે હાથ અને ખભાની માંસપેશીઓ સક્રિય રહે છે, જેના કારણે મેટાબોલિઝમ રેડ ઝડપી બને છે. દરરોજ દોરડા કૂદવાથી ફેટ બર્નિંગ પ્રક્રિયામાં પણ ઝડપ આવે છે. તમે ઘણી અલગ-અલગ પ્રકારે દોરડા કુદી શકો છો, જેનાથી વજન ઘટાડવું ખૂબ જ ફાયદાકારક રહેશે. ૧ મિનિટમાં ઓછામાં ઓછું ૧૨૦ વખત દોરડા કુદવા.

સીડી ચડવી : નીન્જા ટેકનીક વાળી એક્સરસાઇઝ

સીડી ચડવી એક પ્રકારની નીન્જા ટેકનીક વાળી એક્સરસાઇઝ છે, કારણ કે તેનાથી પગને મજબૂત મળવાની સાથે-સાથે વજન પણ ખૂબ જ ઝડપથી ઓછું થાય છે. જો તમે ખૂબ જ ઝડપથી વજન ઘટાડવા માંગો છો, તો ઘરની સીડી ચડતા સમયે હાથમાં ડંબલ પકડી શકો છો. સીડી ચડવાની ક્રિયાને એક્સરસાઇઝ માનીને અભ્યાસ કરો અને કોશિશ કરો કે ૧ મિનિટમાં ઓછામાં ઓછી ૭૦ થી ૮૦ સીડી ચડી શકો. સાથોસાથ ઓફિસમાં પણ લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરો.

કિક બોક્સિંગ : વજન ઘટાડવા અને સ્ટેમિના વધારવામાં સહાયક

કિક બોક્સિંગ એક એવી એક્સરસાઇઝ છે, જે વજન ઘટાડવાની સાથે-સાથે સ્ટેમીના વધારવામાં પણ મદદગાર સાબિત થાય છે. તેના અભ્યાસ દરમિયાન ઝડપ અને કુદવાની જરૂરિયાત હોય છે. આ પ્રક્રિયા દરમિયાન શરીરને ઘણા પ્રકારની માંસપેશીઓ ઉપર પ્રભાવ પડે છે. સારા પરિણામ સ્વરૂપ ૯૦ સેકન્ડની કિક બોક્સિંગ બાદ ૨ થી ૩ મિનિટ સુધી આરામ કરો અને ફરીથી ૯૦ સેકન્ડ સુધી કિક બોક્સિંગ કરો. તેનાથી ખૂબ જ ઝડપથી ફેટ બર્ન થાય છે અને વજન પણ ખૂબ જ ઝડપથી ઓછું થવા લાગે છે.