એક નવી આફતનાં એંધાણ : વોટસએપ ઉપર હવે સ્ક્રિનશોટ નહીં લઇ શકાય : સોશિયલ મીડિયા પર એટેક…

Posted by

ઘણાનું એવું કહેવું છે કે, વોટસએપ એપની સ્ક્રિનશોટની કાયદેસરની પરવાનગી હોવાં છતાં બીજાની પરવાનગી લીધાં સીવાય  બીજાનાં ચેટ પર પ્રવેશ કરીને બારોબાર સ્ક્રીનશોટ લેવો એ પ્રાઇવસીનાં ભંગ બરાબર છે. પરંતુ વોટસએપ હવે આ રીતનાં સ્ક્રીનશોટ પર લગામ કસવા જઈ રહી છે. તમારાંની જાણ બહાર હવે કોઇ તમારી ચેટ (હદ) માં આવીને સ્ક્રીનશોટ લઇ શકશે નહીં.

Advertisement

અગાઉ જેટલું પોપ્યુલર હતું એટલું નવાં નવાં નિયમોને કારણે વોટસએપ અઘરું બનતું જાય છે. હવે પછી તમે વોટસએપ પર સ્ક્રિનશોટ નહીં લઇ શકો એવાં આંચકાજનક સમાચાર મળી રહ્યાં છે.

મળતી વિગતો મુજબ, વોટસએપ એક એવાં ફિચર પર આગળ વધી રહ્યું છે છે કે, જેની અમલવારી થતાં (ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિફિકેશન ફિચર અનેબલ થતાં) ઉપભોક્તા ચેટનો સ્ક્રિનશોટ નહીં લઇ શકે. વધુમાં, વોટસએપ આ ફિચરનો પાછલાં ઘણાં સમયથી એન્ડ્રોઇડ પર ચકાસણી કરી રહ્યાં છે. હવે ટૂંક સમયમાં એનો સ્ટેબલ અપડેટ રોલઆઉટ થઈ શકે છે. IOS app માં ફિંગરપ્રિન્ટ ફિચર પહેલેથી ઉપલબ્ધ છે.

WABetainfo કે જે વોટસએપમાં આવનારાં અપડેટ્સ અને નવાં ફિચરને અવલોકી રહ્યું છે એનું કહેવું છે કે, વોટસએપ ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિફિકેશન ફિચરમાં એક ફંકશન ઉમેરવાની યોજના તૈયાર કરી રહ્યાં છે. જેની સહાયથી ઉપભોક્તાને સ્ર્કિનશોટ લેતાં અટકાવી શકાય છે. એક વખત એનો  પ્રવેશ થતાં ઉપભોક્તા ચેટનો સ્ક્રીનશોટ નહીં લઇ શકે.

સાથોસાથ જે ઉપભોક્તાએ ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિફિકેશન એનેબલ નહીં કર્યું હોય તે એપ પર સ્ક્રિનશોટ લઇ શકે છે. આ ફિચર હાલમાં એન્ડ્રોઇડ બીટા અપડેટ 2.19.106 માં ઉપલબ્ધ નથી. કહેવાય છે કે, એ હમણાં ડેવલપમેન્ટ તબક્કે છે અને ટુંકમાં બીટા યુઝર્સને પ્રાપ્ત થઈ શકે છે. જોકે, નવાં અપડેટમાં યુઝર્સ માટે નવાં ડૂડલ યુઆઇ ઉપલબ્ધ નથી.

ફંક્શનમાં શું છે? કઇ રીતે કામ કરશે?

ઘણાં માને છે કે, આ ફંકશન નકામું છે કેમકે, તમે સ્ક્રીનશોટ નહીં લઇ શકો પરંતુ બીજા તમારાં ચેટનો શોટ લઇ શકશે. આ ફિચર ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિફિકેશન અૉન થતાં તમને તમારાં ચેટ પર સ્ક્રિનશોટ લેતાં અટકાવી શકે છે. અન્ય યુઝર્સ કે જેમણે આ ફિચર અૉન નહીં કરેલ હોય તે તમારાં ચેટનો શોટ લઇ શકે છે. બીજાને એમ કરતાં રોકી શકવાનો કોઈ વિકલ્પ નથી.

ડૂડલ યુઆઇનો ઇન્તેઝાર :

વર્જન 2.19.106 માં એન્ડ્રોઇડ બીટા વર્જન અપડેટ કરનારને મિડીયા શેર કરવાં માટે અલગથી ઇન્ટરફેસ મળશે. વચ્ચે ઇમોજી અને સ્ટિકર્સ માટે બે ડેડીકેટેડ ટેબ હશે. એની સાથે ઇન્સ્ટાગ્રામની જેમ ટાઇમ, લોકેશન અને બાકી સ્ટીકર નજરે પડશે. એ સિવાય ડાર્ક મોડ જેવાં કંઇ ફિચર્સ પર પણ વોટસએપ ટેસ્ટીંગ કરી રહેલ છે. એ પણ જણાવીએ કે, ડૂડલ ઇમ્પ્રુવમેંટ IOS યુઝર્સ માટે પહેલાં જ રોલઆઉટ કરી ચુક્યા છે.

લેખસંપાદક : મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *