જો તમને હરવા ફરવાનો શોખ છે તો તમારા માટે ભારતમાં ઘણી એવી જગ્યા છે જ્યાં તમને ખાવું-પીવું અને રહેવું બધું મફત મળી શકે છે. મતલબ કે ઓછા ખર્ચમાં તમે યાત્રાનો આનંદ ઉઠાવી શકો છો. આ સાંભળીને તમને વિશ્વાસ જરૂરથી નહીં થાય, પરંતુ આ વાત બિલકુલ સાચી છે. તો ચાલો જાણીએ તે જગ્યાઓ વિશે જ્યાં ટ્રીપ પ્લાન બનાવીને તમે બજેટની ચિંતા કર્યા વગર ફરવાનો આનંદ મળી શકો છો. કારણ કે બે ચીજો સૌથી જરૂરી છે, જે તમને મફતમાં મળી રહે છે અને તે છે ખાવું-પીવું અને રહેવું. જે લોકો ઓછું બજેટ હોવાની રીતે પોતાના મનમાં રહેલી ફરવાની ઈચ્છા ને દબાવી લેતા હોય છે તેમના માટે આ સારો વિકલ્પ છે. તો ચાલો જરા પણ મોડું કર્યા વગર તે જગ્યાઓ વિશે જાણી લઈએ.
મણિકરણ સાહિબ ગુરુદ્વારા
હિમાચલ પ્રદેશ ફરવા માટે નીકળી રહ્યા છો તો તમારે મણિકરણ સાહિબ ગુરુદ્વારા માં જઈને રોકાવવું જોઈએ. અહીંયા ફક્ત તમને ખાવું-પીવું અને રહેવું મફતમાં નહીં મળે, પરંતુ સાથો સાથ પાર્કિંગની સુવિધા પણ મફતમાં મળે છે. જો તમે પોતાની ગાડીથી જઈ રહ્યા છો તો તમારે પાર્કિંગની ચિંતા કરવાની પણ બિલકુલ જરૂરિયાત નથી.
આનંદ આશ્રમ
કેરળની યાત્રા પર નીકળી રહ્યા છો તો તમારે હરિયાળીની વચ્ચે સ્થિત આ આનંદ આશ્રમ રોકાવા માટે જગ્યા સૌથી બેસ્ટ છે. અહીંયા તમને ત્રણ સમયનું ભોજન પણ મફતમાં મળશે. જો કે આ ભોજન ઓછા તેલ અને મસાલાથી તૈયાર કરવામાં આવે છે, જે તમારા સ્વાસ્થ્યને પણ ખરાબ થવાથી બચાવે છે.
ગીતા ભવન
ઋષિકેશ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ગીતા ભવનમાં જઈને રોકાઇ શકો છો. આ આશ્રમમાં ૧૦૦૦ રૂમ છે. અહીંયા પર સત્સંગ અને યોગનું સેશન પણ કરાવવામાં આવે છે. આ જગ્યા ગંગા નદીના કિનારે સ્થિત છે. અહીંયા થી તમે પ્રાકૃતિક સુંદરતાનો પણ આનંદ ઉઠાવી શકો છો.
ઈશા ફાઉન્ડેશન
આ ફાઉન્ડેશન કોઇમ્બતુરથી લગભગ ૪૦ કિલોમીટરના અંતર પર સ્થિત છે. અહીંયા પર ભગવાન શિવની એક સુંદર અને વિશાળ મુર્તિ પણ છે. અહીંયા પર તમે પોતાની સ્વેચ્છાથી દાન કરી શકો છો. ઈશા ફાઉન્ડેશન સામાજિક કાર્યોની દિશામાં કામ કરે છે.