એક પતિએ એની પત્નીને કીધું : જો સામે દુર પેલી બારી માંથી સામેવાળી મને ક્યારની ફ્લાઈંગ કિસ આપે છે, પત્નીએ એવો જવાબ આપ્યો કે પતિ પણ શરમાઈ ગયો

Posted by

જોક્સ-૧

મહેશ (દીકરાને) : જો દીકરા, જુગાર ના રમતો, આ એવી આદત છે કે જેમાં આજે જીતશે તો કાલે હારી જઈશ,
પરમદિવસે જીતશે તો તેના બીજા દિવસે હારી જઈશ.
દીકરો : બસ પપ્પા, હું સમજી ગયો, હવેથી હું એક દિવસ છોડીને રમીશ.

જોક્સ-૨

પત્નીનો જન્મદિવસ હતો.
પતિએ તેને ભેટમાં ઘડિયાળ આપી.
પત્ની : સમય જોઈને મને શું મળશે? મેં તમારી સાથે લગ્ન કર્યા ત્યારથી જ મારો ખરાબ સમય શરૂ થઈ ગયો હતો.
પતિને આઘાત લાગ્યો.
તે ઘડિયાળ પાછી આપીને પતિ દાગીના લઈને આવ્યો.
પત્ની : પૈસાનો બગાડ કર્યો છે. આ સાવ જુની ડિઝાઈન છે.
અને આમ પણ હું ક્યાં આ બધું પહેરી શકું છું. છેલ્લી વાર મેં ૨ મહિના પહેલા તમારી બહેનના લગ્નમાં પહેર્યા હતા.
પતિ મુંઝવણમાં પડ્યો.

પછી તે ઘરેણાં આપી મોબાઈલ લઇ આવ્યો.
પત્ની : મારી પાસે પહેલેથી એક મોબાઈલ છે. અને તમે જે લઈને આવ્યા છો તેના કરતા જે તમારી પાસે છે એ વધારે સારો છે.
પતિ : ઠીક છે, તો હું બદલીને મારા જેવો લઇ આવું છું.
પત્ની : રહેવા દો, તે મોંઘો પડી જશે. અને મને તેના ફંક્શનમાં ખબર પડતી નથી.
પતિ ફરી ટેંશનમાં આવી ગયો.
પતિ મોબાઈલ પાછો આપીને પરફ્યુમ, સેન્ટ, ડિયો મેકઅપ કીટ વગેરે લઇ આવ્યો.
પત્ની : આ જે લોકો નહાતા ન હોય તેમના ધતિંગ છે. અને આ વસ્તુઓ મને આપીને તમે શું સાબિત કરવા માંગો છો?
પતિનું માથું ચકરાવા લાગ્યું.
પતિ એ બધું પાછું આપીને સિલ્કની સાડી લઈને આવ્યો.
પત્ની : આજકાલ આવી સાડી કોણ પહેરે છે?

પતિના મગજનું દહીં થઇ ગયું.
સાડી પાછી આપીને પતિ સલવાર સુટ લઈને આવ્યો.
પત્ની : ફરી પૈસા વેડફીને આવ્યા ને. કબાટમાં આટલા બધા સલવાર સુટ એમ જ પડી રહ્યા છે.
પતિનું માથું દુ:ખવા લાગ્યું.
તે સલવાર સુટ પાછા આપીને ફુલોનો ગુલદસ્તો લઈને આવ્યો.
પત્ની : આ ફુલમાં શું કામ પૈસાનું પાણી કરી આવ્યા? આના કરતાં વધુ સારા ફુલો તો બહાર કુંડામાં ઉગે છે.
પતિ બહાર જઈને કુંડામાંથી ફુલ લઈ આવ્યો.
પત્ની : આ ફુલ કેમ તોડ્યા? મેં તેને આવતી કાલે સવારની પુજા માટે રાખ્યા હતા.

પતિની હાલત ખરાબ થઇ ગઈ અને ભેટમાં કાંઈ આપ્યું નહિ.
તેના થોડા દિવસ પછી પત્નીએ પતિને પુછ્યું : આજે કયો દિવસ છે?
પતિ : ગુરુવાર.
પત્ની : તારીખ કઈ છે?
પતિ : ૧૨ મી જુન.
પત્ની : તો?
પતિ : તો શું?
પત્ની : હેપ્પી એનિવર્સરી.
પતિ : તને પણ હેપ્પી એનિવર્સરી
પત્ની : બસ ખાલી હેપ્પી એનિવર્સરી? મારી ગિફ્ટ ક્યાં છે?
બિચારો પતિ ગાંડા જેવો થઈને રોડ પર રખડી રહ્યો.

જોક્સ-૩

એક વખત એક ભાઇએ એક બંગલાનો બેલ વગાડયો એટલે નોકરે દરવાજો ખોલ્યો અને પુછ્યું : કોનું કામ છે?
ભાઇ કહે : તમારા માલિકનું કામ છે, કયાં છે?
નોકર : શું કામ હતું?
ભાઇ કહે : મારી પાસે તેમનું બિલ હતું.
નોકર : પણ સાહેબ તો બહાર ગામ ગયેલા છે.
ભાઇ કહે : અરે, મારે તો તેમનું બિલ ચુકવવાનું તું.
નોકર : આજે સવારે તો પાછા પણ આવી ગયા છે.

જોક્સ-૪

પત્ની : તમે ઊંઘમાં મને ગાળો કેમ આપતા હતા?
પતિ : ના તને કોઈ ગેરસમજ થઈ છે.
પત્ની : કેવી ગેરસમજ?
પતિ : એ જ કે હું ઊંઘમાં હતો.
ત્યારથી પતિની ઊંઘ ઉડી ગઈ છે.

જોક્સ-૫

છગને મગનને પુછ્યું : મગન ભાઈ, જેને સંભળાતું ન હોય તેને શું કહેવાય?
મગન બોલ્યો : ભાઈ તેને કંઈ પણ કહેશે તો ચાલશે, તે ક્યાં કાંઈ સાંભળવાનો છે.

જોક્સ-૬

મણિલાલ : છગનલાલ, મેં સાંભળ્યું છે કે તમારો પુત્ર તો ધણો આગળ વધી રહ્યો છે.
છગનલાલ : હા, એ સાચું છે. પહેલા તે મારાં ઉતારેલા કપડાં પહેરતો હતો,
હવે હું એના ઉતારેલા કપડાં પહેરું છું.

જોક્સ-૭

મગનલાલ : હેં છગનલાલ, તમારા ઠોઠ છોકરાને પછી કામે ક્યાંય લગાડ્યો?
છગનલાલ : હા!
મગનલાલ : કયાં?
છગનલાલ : મારા હરીફ દુકાનદારને ત્યાં મુક્યો.

જોક્સ-૮

એક પતિ એની પત્નીને કીધું : જો સામે દુર પેલી બારી માંથી સામેવાળી મને ક્યારની ફ્લાયિંગ કિસ આપે છે.
પત્ની : હજારવાર કીધું છે કે દુરનાં ચશ્મા પહેરીને રાખો.
એ સીંગ ના ફોતરાં ઉડાડે છે, સમજ્યા….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *