એક સમયે અજય દેવગનનાં પ્રેમમાં પાગલ બની હતી બોલીવુડની આ ટોપ એક્ટ્રેસ, “સિંઘમ” માટે હાથની નસ કાપવા તૈયાર હતી

Posted by

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અજય દેવગન અને બોલિવુડ ક્વીન ના નામથી મશહુર અભિનેત્રી કંગના રનૌત હાલમાં હિન્દી સિનેમામાં મોટું નામ છે. વીતેલા ૩૦ વર્ષોથી અજય દેવગન ફિલ્મી દુનિયા પર રાજ કરી રહ્યા છે. તો વળી કંગના પણ બોલિવુડમાં પાછલા ૧૫ વર્ષથી જોડાયેલી છે. હકીકતમાં અજય દેવગને પોતાના જીવનમાં ઘણી અભિનેત્રીઓ સાથે પડદા ઉપર રોમાન્સ કર્યું છે. તે સિવાય અસ્સલ જીવનમાં પણ ઘણી એક્ટ્રેસ સાથે ઇશ્ક લડાવી ચુકેલ છે. વળી કંગનાનું નામ પણ અંદાજે અડધો ડઝન અભિનેતાઓ સાથે જોડાઈ ચુક્યું છે. જો કે શું તમે જાણો છો કે અજય દેવગન અને કંગના રનૌત પણ એકબીજાને ડેટ કરી ચુક્યા છે.

એક સમયે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અજય દેવગન અને કંગના રનૌત ચર્ચાઓ ખુબ જ થતી હતી. બંને એકબીજા ની નજીક ફિલ્મમાં કામ કરવા દરમિયાન આવી ગયા હતા. જણાવી દઈએ કે અજય અને કંગનાની જોડી ફિલ્મ “વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ” માં જોવા મળી હતી. આ ફિલ્મ વર્ષ ૨૦૧૦માં રિલીઝ થઈ હતી.

કહેવામાં આવે છે કે ફિલ્મના શુટિંગ દરમિયાન અજય દેવગન અને કંગના એકબીજાના પ્રેમમાં કેદ થઇ ગયા હતા. ધીરે-ધીરે બંનેનો રોમાન્સ પહોંચી ગયો અને બંનેનાં અફેરનાં સમાચાર સામે આવવા લાગ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે બંને એકબીજાની નજીક આવી ગયા હતા અને શુટિંગ સેટ ઉપર પણ સાથે અવરજવર કરતા હતા.

અજય દેવગને કંગના રનૌતને કારકિર્દીમાં પણ યોગદાન આપેલ છે. કહેવામાં આવે છે કે અજય ને લીધે જ “રાસકલ” અને “તેજ” જેવી ફિલ્મો કંગનાને મળી હતી. તે સમયે અજય દેવગન કંગનાને પોતાની ફિલ્મમાં લેવા માટે નિર્માતા-નિર્દેશક ઉપર દબાણ કરતા હતા. પરંતુ અજયનાં પરણિત હોવાને લીધે બંનેનો સંબંધ લાંબો સમય સુધી ટકી શક્યો નહીં.

અજય અને કંગનાનાં અફેરનાં સમાચારો ફિલ્મી ગલીઓમાં ઉડવા લાગ્યા, તો અભિનેત્રી અને અજય દેવગન ની પત્ની કાજોલ સુધી આ વાત પહોંચી. આ વાતથી કાજોલને ખુબ જ ગુસ્સો આવ્યો અને તે અજય દેવગન ઉપર ભડકી ગઈ. તેણે અજય દેવગન સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે કંગનાની સાથે કામ કરવાનું બંધ કરવાનું રહેશે. જો આવું ન થયું તો તે બાળકોની સાથે ઘર છોડી દેશે.

કાજલ તરફથી મળેલી ચેતવણી બાદ અજય અને કંગના દુર થવા લાગ્યાં. જોકે કંગના આ વાતથી ખુબ જ દુઃખી થઈ હતી. આ વાતથી અજય અને કંગના સંબંધોમાં તિરાડ પડવા લાગી અને બન્નેની વચ્ચે મામલો બગડી ગયો. આ દરમિયાન એક દિવસ શુટિંગ ખતમ થયા બાદ કંગના અજય દેવગનના રૂમમાં ચાલી ગઈ હતી.

જણાવવામાં આવે છે કંગના તે સમયે ભાનમાં હતી નહીં. તે પોતાના પગ ઉપર યોગ્ય રીતે ઉભી પણ રહી શકતી ન હતી. તે અજય સાથે વાત કરવા માટે ગઈ હતી, પરંતુ અભિનેતાએ તેને એવું કહ્યું હતું કે જ્યારે તે હોશમાં આવશે ત્યારે વાત કરીશું. પરંતુ એક્ટ્રેસ માની નહિ અને તેણે અજય દેવગનને ધમકી આપતા કહ્યું હતું કે જો તે પોતાના સંબંધો વિશે નહીં વિચારે તો તે પોતાનું કાંડું કાપી લેશે. તેની સાથે જ બંન્ને કલાકારોના સંબંધનો અંત થઇ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *