એક સમયે “ધક ધક ગર્લ” માધુરી દીક્ષિત આ ક્રિકેટર પર ફીદા થઈ ગઈ હતી, અધુરી રહી ગઈ બંનેની પર કહાની

Posted by

ક્રિકેટ અને બોલીવુડ જગતનો સંબંધ વર્ષોથી રહેલો છે. ઘણા બધા ક્રિકેટર્સ આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક્ટ્રેસ પાછળ પાગલ બનેલા છે. ભલે વાત વિરાટ કોહલીની કરવામાં આવે કે પછી હરભજન સિંહ અને યુવરાજ સિંહ જેવા દિગ્ગજોની, આ બધાએ બોલિવુડની હસીનાઓને પ્રેમ કર્યો અને આખરે તેમની સાથે જ સાત ફેરા પણ લીધા. જોકે અમુક ક્રિકેટર્સ અને અભિનેત્રીઓ એવી પણ છે, જેમને એકબીજા સાથે પ્રેમ થયો પરંતુ પ્રેમની મંઝીલ મળી શકી નહીં. તેમાંથી એક પ્રેમ કહાની ક્રિકેટર અજય જાડેજા અને ધક ધક ગર્લ માધુરી દીક્ષિતની પણ છે. માધુરી અને જાડેજા એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા, પરંતુ તેમ છતાં પણ તેઓ બંને એક થઈ શક્યા નહીં. તેની પાછળનું કારણ શું છે ચાલો તે તમને જણાવીએ.

માધુરી દીક્ષિત ૯૦નાં દશકની સુપરહિટ અભિનેત્રીઓમાં સામેલ છે. તેણે સાજન, હમ આપકે હૈ કોન જેવી મોટી ફિલ્મો માં કામ કરેલું છે. એક સમય એવો હતો જ્યારે માધુરી દીક્ષિત ની સુંદરતા પર દરેક લોકો ફિદા હતા. કરોડો યુવકો તેમની સાથે લગ્ન કરવાનું સપનું જોતા હતા. તેની વચ્ચે રોયલ ફેમિલી સાથે સંબંધ ધરાવનાર ક્રિકેટર અજય જાડેજા અને માધુરી દીક્ષિત એકબીજાને પોતાનું દિલ આપી બેઠા હતા. જોકે તેમનો પ્રેમ વધારે આગળ વધી શક્યો નહીં અને માધુરી નાં લગ્ન અમેરિકાના સર્જન ડૉ શ્રીરામ માધવ નેને સાથે થઈ ગયા.

માધુરી અને અજય જાડેજા ની લવ સ્ટોરી ની વાત કરવામાં આવે તો તેમની પહેલી મુલાકાત એક મેગેઝિનના શુંટિંગ દરમિયાન થઇ હતી. આ દરમિયાન બંનેની મિત્રતા સારી થઈ ગઈ અને ધીરે ધીરે સંબંધો વધવા લાગ્યા. બંને એકસાથે ઘણી જગ્યાએ જોવામાં આવતા હતા. માધુરી દીક્ષિતે અજય જાડેજા ની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાવવા માટે એક નિર્દેશક સાથે પણ વાત કરી હતી અને તેઓ માની પણ ગયા હતા. ત્યારબાદ જાડેજા ને માધુરીની સાથે ફિલ્મોમાં કામ મળવાનું શરૂ થઈ ગયું.

રોયલ પરિવાર સાથે સંબંધ રાખવાના કારણે અજય જાડેજાના પરિવારજનો માધુરી દીક્ષિત અને અજયનાં સંબંધો થી નારાજ હતા. કારણ કે તે સમયે માધુરી ની ફિલ્મી કારકિર્દી શરૂ થઈ હતી અને તે એક સાધારણ પરિવાર સાથે સંબંધ ધરાવતી હતી. તેવામાં અજય જાડેજા નો પરિવાર આ સંબંધ માટે રાજી હતો નહીં. આ બંનેની પ્રેમ કહાની ની વચ્ચે જાડેજાનું નામ અઝહરુદ્દીનની સાથે મેચ ફિક્સિંગમાં જોડાઈ ગયું.

તેવામાં માધુરી પણ ધીરે ધીરે અજય જાડેજા થી દુર ચાલી ગઈ. ત્યારબાદ માધુરીની ફિલ્મી કારકિર્દીમાં એવો ઉછાળો આવ્યો કે તેણે ક્યારેય પણ પાછળ વળીને જોયું નહીં. તેના લગ્ન શ્રીરામ નેને સાથે વર્ષ ૧૯૯૨માં થયા જ્યારે તેના લગ્નના સમાચાર આવ્યા હતા. ત્યારે દરેક ફેન્સનું દિલ તુટી ગયું હતું. ભલે હાલના દિવસોમાં માધુરી દીક્ષિત ઓછી ફિલ્મોમાં નજર આવતી હોય, પરંતુ તે નાના પડદા પર ડાન્સ રિયાલિટી શો માં જજની ભુમિકા નિભાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *