ફિલ્મી પડદા પર ઘણી એવી જોડી છે, જેમને ફેન્સ ઘણો પ્રેમ આપે છે અને તેમને વારંવાર જોવા ફેન્સને ઘણા પસંદ છે. પરંતુ બીજી તરફ ઘણા એવા કલાકાર પણ ઇન્ડસ્ટ્રીમાં છે, જે એકબીજા સાથે કામ ન કરવાની કસમ ખાઈને બેઠા છે. આજે અમે તમને એવા અમુક કલાકાર વિશે તેની પાછળનું કારણ વિશે બતાવવા જઈ રહ્યા છીએ.
અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપડા
હિન્દી સિનેમાનાં દિગ્ગજ અભિનેતા અક્ષય કુમારે એવા અભિનેતામાં સામેલ છે, જેનું દિલ લગ્ન પછી પણ બીજી હસીના ઉપર આવી ગયું હતું. અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપડા વચ્ચેનું અંતર કામ કરવા દરમિયાન ઘટી ગયું હતું. વિવાહિત અક્ષય કુમાર સુંદર અને જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપડા પર પોતાનું દિલ હારી બેસ્યા હતા. બંનેનાં રિલેશનમાં તિરાડ તે સમયે આવી જ્યારે બંનેના અફેરની ખબર ટ્વિન્કલ ખન્નાને લાગી. જેને ધ્યાનમાં રાખીને ટ્વિન્કલ ખન્નાએ અક્ષય પર પ્રિયંકા સાથે ફરી કામ ન કરવાની મનાઈ ફરમાવી દીધી.
સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન
સલમાન ખાન અને એશ્વર્યા રાય બચ્ચનનાં રિલેશન એક સમયે ખુબ જ ચર્ચામાં રહ્યા હતા. બંનેની જોડી ફેન્સને વર્ષ ૧૯૯૯માં આવેલી ફિલ્મ “હમ દિલ દે ચુકે સનમ” માં જોવા મળી હતી. આ ફિલ્મ દરમ્યાન જ બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. વળી ૩ વર્ષ પછી વર્ષ ૨૦૦૨માં બન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું.
અજય દેવગન અને કંગના રનૌત
અજય દેવગનનું નામ પર વિવાહિત હોવા છતાં બીજી અભિનેત્રી સાથે પ્રેમ કરવાવાળા અભિનેતાઓમાં સામેલ છે. અજય દેવગનનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું છે. તેમાં બોલીવુડની જાણીતી અભિનેત્રી કંગના રનૌતનું નામ પણ સામેલ છે. ૪ ફિલ્મોમાં સાથે કામ કરવા દરમિયાન કંગના અને અજય દેવગન એકબીજાના ઘણા નજીક આવી ગયા હતા અને ત્યારબાદ જ્યારે આ ખબર કાજોલ સુધી પહોંચી તો તેમણે પોતાના પતિ અજય દેવગનને કંગના સાથે કામ ન કરવાનું અલ્ટિમેટમ આપી દીધુ હતુ.
ઋત્વિક રોશન અને કરીના કપુર ખાન
સુપરસ્ટાર ઋત્વિક રોશન અને કરીના કપુર ખાને બોલિવુડમાં એક જ સમય પર પોતાના પગલાં રાખ્યા હતા. જો કરિનાએ એક ભુલ ના કરી હોત તો બંનેનું ડેબ્યું એક જ ફિલ્મ થી થયું હોત. હકીકતમાં ઋત્વિક ની ડેબ્યું ફિલ્મ કહોના પ્યાર હે માં પહેલા કરીનાને સાઈન કરવામાં આવી હતી. જોકે તેણે થોડા દિવસોની શુટિંગ પછી ફિલ્મ છોડી દીધી હતી. તેવામાં ઋત્વિકે કરીના સાથે ક્યારેય કામ ન કરવાની કસમ ખાધી હતી. પરંતુ આગળ જતાં બંને એક સાથે ફિલ્મ કભી ખુશી કભી ગમ માં જોવા મળ્યા. જોકે ત્યારબાદ બંનેએ ક્યારેય સાથે કામ નથી કર્યું.
શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપડા
અક્ષય કુમાર અને અજય દેવગન ની જેમ શાહરુખ ખાનનું દિલ પણ વિવાહિત હોવા છતાં બીજી હસીના પર આવી ગયું હતું. સાથે કામ કરવા દરમિયાન શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપરા માં નજદીકી વધવા લાગી હતી. ડોન ફિલ્મ દરમ્યાન બંને વચ્ચે કંઈક પકવા લાગ્યું હતું. જો કે પોતાના પરિવારને ધ્યાનમાં રાખીને શાહરૂખ ખાને પગલાં પાછળ ખેંચી લીધા હતા અને પછી બંને કલાકારો સાથે કામ નથી કર્યું.
અમિતાભ બચ્ચન અને રેખા
મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચન અને સદાબહાર અભિનેત્રી રેખાએ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. બન્ને ફેન્સને છેલ્લીવાર ફિલ્મી પડદા પર એકસાથે વર્ષ ૧૯૮૧માં આવેલી ફિલ્મ “સિલસિલા” માં જોવા મળ્યા હતા. વિવાહિત હોવા છતાં બિગ-બી રેખાને પ્રેમ કરી બેઠા હતા. આ રિલેશનની ખબર જયા બચ્ચનને લાગી તો તેમણે સમજદારીથી કામ કરતાં આ મામલાને હેન્ડલ કર્યો. ૧૯૮૧ પછી અત્યાર સુધી રેખા અને બીગ બી એ સાથે કોઈ પણ ફિલ્મમાં કામ નથી કર્યું.
રણબીર કપુર અને સોનાક્ષી સિંહા
રણવીર કપુરનું એવું માનવું છે કે સોનાક્ષી પોતાના લુકના કારણે ઉંમરમાં તેનાથી મોટી નજર આવે છે. તેવામાં ક્યારેય રણબીર સોનાક્ષી સાથે પોતાની જોડી જમાવવા ઇચ્છતા નથી.