એક વ્યક્તિએ ઐશ્વર્યા રાયને અભિષેક બચ્ચનની સામે જ કર્યું પ્રપોઝ, અભિષેકે આપ્યું આવું રિએક્શન, જુઓ વિડીયો

Posted by

બોલીવુડ ઈન્ડસ્ટ્રીનાં જાણીતા અભિનેતા અભિષેક બચ્ચનને કોણ નથી જાણતું. તે એક શાનદાર ફિલ્મ અભિનેતા હોવાની સાથે-સાથે ફિલ્મ નિર્માતા પણ છે. સામાન્ય રીતે અભિષેક બચ્ચન બોલીવુડમાં પોતાના કામ માટે જાણીતા છે. તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મહાનાયક અમિતાભ બચ્ચન અને પ્રસિદ્ધ અભિનેત્રી જયા ભાદુરીનાં દીકરા છે. વળી જોવા જઈએ તો અભિષેક બચ્ચન ખુબ જ સમજદાર અને શાંત મિજાજ વ્યક્તિત્વનાં માનવામાં આવે છે. તમે બધા લોકોએ અભિષેક બચ્ચનને કોઈપણ પ્રકારના વિવાદોમાં ઘેરાયેલા ઘણા ઓછા જોયા હશે. પરંતુ એવું નથી કે અભિષેક ખોટી વાતનો વિરોધ નથી કરતા.

જો અભિષેક બચ્ચનને કોઇપણ વાત નથી ગમતી તો તે તેનો વિરોધ કરતા પણ નજર આવે છે અને જોરદાર જવાબ આપે છે. અભિષેક બચ્ચન ભલે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે પરંતુ તેમના આદર્શો થોડા અલગ જ જોવા મળે છે. અભિષેક બચ્ચન કારણ વગરની ચર્ચાથી દુર રહેવાનું જ પસંદ કરે છે, પરંતુ ઘણીવાર એવા પણ વિષય સામે આવી ચુક્યા છે. જેના કારણે અભિષેક બચ્ચન ચર્ચામાં આવી ગયા. આજે અમે તમને એક એવા જ વિષય વિશે જાણકારી આપવા જઈ રહ્યા છે. જ્યારે અભિષેક બચ્ચનની સામે એક ચાહકે તેની પત્ની એશ્વર્યાને જ લગ્ન માટે પ્રપોઝ કરી દીધી હતી. તેના પર અભિષેક બચ્ચને જબરજસ્ત રીએક્શન આપ્યું હતું.

તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૦૭માં અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાયનાં લગ્ન થયા હતા. બંનેએ બચ્ચન હાઉસમાં જ સાત ફેરા લીધા હતા. આ બન્નેની પહેલી મુલાકાત વર્ષ ૧૯૯૯માં ફિલ્મ “ઢાઈ અક્ષર પ્રેમ કે” નાં સેટ પર થઈ હતી. ત્યારબાદ આ બંનેએ ધુમ-૨, ઉમરાવજાન અને ગુરુ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું. વળી જોવા જઈએ તો અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય ની જોડી ઘણી જાણીતી છે. એશ્વર્યા પોતાની સુંદરતાથી કરોડો લોકોના દિલ પર રાજ કરે છે અને તેમની જબરજસ્ત ફેન ફોલોઈંગ પણ છે.

હકીકતમાં સોશિયલ મીડિયા પર એક જુનો વિડીયો ઘણો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જે વીડિયોમાં જોઇ શકાય છે કે એક ફેન અભિનેત્રી ઐશ્વર્યા રાયને લગ્ન માટે પ્રપોઝ કરતો નજર આવી રહ્યો છે. તેના પર અભિષેક બચ્ચને ફેનને શાનદાર જવાબ આપ્યો હતો. તે જુનો વિડીયો વર્ષ ૨૦૧૦નાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો છે. તે દરમિયાન રેડ કાર્પેટ પર એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનએ સાથે એન્ટ્રી લીધી હતી. આ બંને જ પોતાના ચાહકો સાથે રૂબરૂ થઈ રહ્યા હતા, ત્યારે તે દરમિયાન એક ફેનનાં હાથમાં એક કાર્ડ દેખાય છે, જેમાં “મેરી મી એશ્વર્યા” લખ્યું હોય છે.

ઐશ્વર્યા અને અભિષેક બંનેનું જ ધ્યાન તે વ્યક્તિ તરફ ચાલ્યું જાય છે. જ્યારે એશ્વર્યા તે કાર્ડ જુએ છે તો તે હસવા લાગે છે અને દુરથી જ હેલો કરે છે. જ્યારે અભિષેક બચ્ચન પણ  તેના પર પોતાની જબરજસ્ત પ્રતિક્રિયા આપે છે. જેમ કે વીડિયોમાં જોઇ શકાય છે કે અભિષેક બચ્ચનએ ઐશ્વર્યાની તરફ ઈશારો કર્યો અને તેમને કહ્યું કે “તે મારી સાથે લગ્ન કરી ચુકી છે” અને તેની સાથે જ અભિષેક હસે છે. ફેન્સને અભિષેક બચ્ચનનું આ રીએકશન ખુબ જ પસંદ આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *