એકદમ અજીબ લુકમાં નજર સડક પર ફરતાં નજર આવ્યા આવ્યા રણવીર સિંહ, લોકોએ કહ્યું – આને જોઈને કોરોના પણ ભાગી જશે

Posted by

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ પોતાની ફિલ્મોથી વધારે પોતાના અતરંગી ફેશન સેન્સ લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તે અવારનવાર અજીબોગરીબ કપડામાં નજર આવે છે. તેવામાં તેમની આ અજીબો-ગરીબ ફેશન અમુક લોકોને પસંદ આવે છે, તો અમુક લોકો તેને બક્વાસ માને છે. જો કે તેમનો આ લુક જોઈને દરેક લોકો એન્જોય જરૂર કરે છે. વળી તેમની આ ડ્રેસિંગ સેન્સને લઈને પણ સોશિયલ મીડિયામાં ઘણા મીમ્સ બની ચૂક્યા છે.

મહત્વપૂર્ણ છે કે હાલનાં સમયમાં દેશમાં કોરોનાનો માહોલ ચાલી રહ્યો છે, તેમાં દરેક વ્યક્તિ માસ્ક પહેરીને ફરે છે. હવે રણવીર સિંહે પણ કંઈક એવું કર્યું, પરંતુ તેમનું માસ્ક અને ઓવરઑલ આઉટફિટ ખૂબ જ અજીબ હતું. આ એટલું અનોખુ હતું કે ફેન્સે તેમનો આ લુક જોઈને એવી કોમેન્ટ પણ કરી હતી કે, “રણબિરનાં આ અવતારને જોઈને કોરોના પણ ભાગી જશે.”

પોતાના આ અજીબ લેટેસ્ટ લુકમાં રણવીર ટ્રેક સૂટ પહેરેલા નજર આવ્યા. તેની ઉપર તેમણે પોતાની સેફટીને ધ્યાનમાં રાખીને કાળા રંગનું માસ્ક પણ કરી રાખ્યું હતું. આ માસ્ક એક ડિઝાઇન વાળું માસ્ક હતું, જેના કારણે તેમના લુકને અનોખો ટચ મળતો હતો. વળી તેમણે પોતાના ચહેરા ઉપર વાદળી રંગના ચશ્મા પહેરી રાખ્યા હતા.

આ લુકમાં રણવીર ઓળખી શકાતા ન હતા. તેમનો આ લુક રેકોર્ડિંગ સ્ટુડિયો અને ફિલ્મ સેટ ઉપર જોવામાં આવ્યો હતો. તેમના આ લુકને જોઈને ફેસ તરફથી ભળતા રિએક્શન મળી આવ્યા હતા. કોઈ તેમના આ લુકની પ્રશંસા કરી રહ્યું હતું, તો કોઈ તેમને ટ્રોલ કરી રહ્યું છે.

કામની વાત કરવામાં આવે તો રણવીર ખૂબ જલ્દી રોહિત શેટ્ટીની આગામી ફિલ્મમાં “સર્કસ” માં નજર આવશે. હાલમાં તેઓ આ ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ શેક્સપિયર નાં પ્લે “ધ કોમેડી ઓફ એરર્સ” પર પ્રેરિત બતાવવામાં આવી રહી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ ડબલ રોલ કરતા જોવા મળી આવશે.

સૂત્રોનું માનવામાં આવે તો ફેબ્રુઆરી મહિનામાં રણવીર શૂટિંગ માટે ઊંટિ જશે. અહીં તેઓ એક સપ્તાહ સુધી રહેવાના છે. આ દરમિયાન અહીંયાના હિલ સ્ટેશનના સુંદર વાતાવરણમાં ઘણાં સીન્સ ફિલ્માવવામાં આવશે. ફિલ્મના ડાયરેક્ટર રોહિત શેટ્ટી અને ઉટીમાં શુટ કરવું ખૂબ જ પસંદ છે. તેઓ શૂટ માટે અવારનવાર અહીં આવે છે.

સર્કસ સિવાય રણવીર સિંહ “83” ફિલ્મમાં પણ નજર આવશે. આ ફિલ્મમાં તેઓ મશહૂર ક્રિકેટર કપિલ દેવનાં કિરદારને નિભાવી રહ્યા છે. આ ફિલ્મ તેમની બાયોપિક છે. ફિલ્મમાં તેમની પત્નીનો રોલ તેમને રીયલ લાઈફ વાઇફ દીપિકા પાદુકોણ નિભાવી રહેલ છે. વળી તેઓ અક્ષય કુમારની સૂર્યવંશી માં પણ કેમિયો કરતા નજર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *