એકવાર ફરીથી નક્કી થઈ “મહાપ્રલય” ની તારીખ, આ વખતે કોઈ પંડીતે નહીં પરતું વૈજ્ઞાનિકોએ કર્યો છે દાવો

Posted by

વર્ષ ૨૦૦૦માં ચારો તરફ ચર્ચાઓ થતી હતી કે દુનિયા ખતમ થવાની છે. જોકે આવું કંઈ થયું નહીં. તે દાવા બાદ ફરીથી એક વખત સૃષ્ટિનાં ખતમ થવાનો દાવો કરવામાં આવ્યો છે. આ વખતે આ દાવાઓ અમુક શોધકર્તાઓએ કર્યો છે. તેમણે સૃષ્ટિનાં વિનાશ ની સંપુર્ણ સંભાવના છે. તેમની તપાસ અનુસાર અંદાજે ૨૬ કરોડ વર્ષ પહેલાં ધરતી પર પહેલી વખત મહાપ્રલય આવ્યો હતો. ત્યારબાદ ૬ વખત ધરતી પર બધા જ જીવ-જંતુઓ ખતમ થઇ ગયા હતા. અમેરિકાની ન્યુયોર્ક યુનિવર્સિટીનાં પ્રોફેસર મિશેલ રેમ્પિનો એ એક શોધ રજુ કરીને જણાવ્યું હતું કે આવું એક વખત ફરીથી બની શકે છે.

પ્રોફેસર મિશેલ રેમ્પિનો એ તે બધા જ મુદ્દાઓની તપાસ કરી હતી, જે ધરતીને વિનાશ તરફ લઈ જાય છે. પોતાના રિસર્ચમાં પ્રોફેસર જણાવ્યું હતું કે વિનાશનું કારણ પર્યાવરણની સાથે થઈ રહેલ છેડછાડ છે. ત્યારબાદ પૃથ્વી પર પુર મહાપ્રલય અને જ્વાળામુખી વિસ્ફોટ જેવી ઘટનાઓ થઇ હતી. જ્વાળામુખી વિસ્ફોટ બાદ સમગ્ર ધરતી પર લાખો કિલોમીટર સુધી લાવા ફેલાઇ ગયો હતો અને ઘણા જીવ જંતુ તથા માનવ પ્રજાતિનો વિનાશ થઈ ગયો હતો.

શોધ અનુસાર ધરતીનું તાપમાન જે રીતે વધી રહ્યું છે, તેનાથી મહાપ્રલય આવી શકે છે. પ્રોફેસર મિશેલને જણાવ્યા અનુસાર જો આવું જ ચાલતું રહ્યું તો સાતમી વખત ધરતીનો વિનાશ થવાથી કોઇ રોકી શકશે નહીં. વળી ભુવૈજ્ઞાનિક પણ મહાપ્રલય ને લઈને એક થિયરી રજુ કરી ચુક્યા છે. જેના અનુસાર પાંચ વખત મહાપ્રલય આવી ચુક્યો છે. ક્રમથી જોવામાં આવે તો પહેલો પ્રલય એટલે કે ઓર્ડોવિશિયન (૪૪.૩ કરોડ વર્ષ પહેલા), લેટ ડેવોનિયન (૩૭ કરોડ વર્ષ પહેલા), પર્મિયન (૨૫.૨ કરોડ વર્ષ પહેલા), ટ્રાયસિક (૨૦.૮ કરોડ વર્ષ પહેલા) ક્રેટેશિયસ (૬.૬ કરોડ વર્ષ પહેલાં) બન્યા હતા. વૈજ્ઞાનિકનાં જણાવ્યા અનુસાર ૨૭.૨ કરોડ થી લઈને ૨૬ વર્ષ બાદ મહાપ્રલય આવે છે અને હવે તે સમય પુરો થવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *