સરકારનો મોટો નિર્ણય, ઇલેક્ટ્રિક સાયકલ ખરીદવા પર સરકાર આપશે ૫,૫૦૦ રૂપિયાની સબસિડી

Posted by

દિલ્હી સરકાર ઇલેક્ટ્રિક સાયકલ માટે સબસીડી ની ઘોષણા કરનાર દેશની પહેલી રાજ્ય સરકાર બની ગઈ છે. હાલમાં જ દિલ્હી સરકારે પોતાની એવી સબસીડી પોલિસીમાં પર્સનલ અને કાર્ગો બંને ઇલેક્ટ્રીક સાયકલ ને સામેલ કરવાની ઘોષણા કરી છે. પરિવહન મંત્રી કૈલાસ ગહલોત દ્વારા કહેવામાં આવ્યું હતું કે સરકાર શહેરમાં ની સાઇકલ નાં પહેલા ૧૦,૦૦૦ ખરીદદારો માટે ૫,૫૦૦ રૂપિયાની સબસિડી પ્રદાન કરશે.

પેસેન્જર ઇલેક્ટ્રિક સાયકલ નાં પહેલા ૧,૦૦૦ ખરીદદારોને પણ ૨,૦૦૦ હજાર રૂપિયાની વધારાની સબસિડી આપવામાં આવશે. વળી કોમર્શિયલ ઉપયોગ માટે કાર્ગો ઇલેક્ટ્રિક સાઇકલ અને ઇ-કાર્ટ ની ખરીદી ઉપર પણ સબસિડી પ્રદાન કરવામાં આવશે. કાર્ગો ઇલેક્ટ્રિક સાઈકલ પર સબસીડી પહેલા ૫,૦૦૦ ખરીદદારો માટે પ્રત્યેક માટે ૧૫,૦૦૦ હશે.

કોર્પોરેટ ફર્મો ને પણ મળશે સબસીડી

મંત્રીએ કહ્યું હતું કે પહેલાં ઇ-કાર્ટનાં વ્યક્તિગત ખરીદારો અને સબસીડી પ્રદાન કરવામાં આવતી હતી, પરંતુ હવે આ વાહનો ખરીદવા વાળી કંપની અથવા કોર્પોરેટ ને પણ ૩૦,૦૦૦ રૂપિયાની સબસિડી આપવામાં આવશે. જો કે દિલ્હી એવી નીતિ અંતર્ગત ફક્ત દિલ્હી નિવાસી જ આ સબસીડી યોજના નો લાભ ઉઠાવી શકશે.

સસ્તી થઈ જશે ઇલેક્ટ્રિક સાઈકલ

સરકારનાં આ પગલાથી ઈલેક્ટ્રીક સાઇકલ તરફ લોકો વધારે આકર્ષિત થશે અને સાઇકલ સસ્તી થઈ જશે. સરકારના આ નિર્ણય પર હીરો લેક્ટ્રો નાં સીઈઓ આદિત્ય મુંજાલ શું કહેવું છે કે, “સબસીડી થી આર્થિક ગતિવિધિઓને પ્રોત્સાહન મળશે અને આવકના નવા સ્ત્રોત તૈયાર થશે. અમે દિલ્હી સરકાર દ્વારા સબસીડી પ્રદાન કરવા માટે પોતાની ઇવી નીતિ અંતર્ગત ઇલેક્ટ્રિક સાઈકલ લાવવા માટે નાં નિર્ણયનું દિલથી સ્વાગત કરીએ છીએ.”

લાસ્ટ મિલ મોબિલિટીના થશે ફાયદો

સબસિડી યોજનામાં ઇલેક્ટ્રિક સાઈકલ ને સામેલ કરવાથી લાસ્ટ મિલ મોબિલીટી ને વધારે ફાયદો થશે અને ફુડ ડિલિવરી ફર્મોને ટુ-વ્હીલર વાહનોનાં વિકલ્પના રૂપમાં ઇલેક્ટ્રિક સાઇકલ ની પસંદગી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. ઇલેક્ટ્રિક સાઈકલ એક વખત ચાર્જ કરવા પર ૪૫ કિલોમીટર સુધીની યાત્રા કરી શકે છે અને તેની ટોપ સ્પીડ ૨૫ કિલોમીટર પ્રતિ કલાક હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *