ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માંગતા લોકો માટે સારા સમાચાર, નીતિન ગડકરીએ કર્યું મોટું એલાન

Posted by

દેશભરમાં હાલનાં દિવસોમાં ઈલેક્ટ્રીક ગાડીઓની ધુમ મચેલી છે. સતત નવી ઇલેક્ટ્રિક કાર અને સ્કુટર લોન્ચ કરવામાં આવી રહેલ છે. લોકો હવે પેટ્રોલ અને ડિઝલની વધતી કિંમતોની વચ્ચે ઈલેક્ટ્રીક ગાડીઓ ખરીદવા માટે ખુબ જ દિલચસ્પી બતાવી રહ્યા છે. ઘણા લોકો ભારે મોટી કિંમતને કારણે હાલમાં ઈલેક્ટ્રીક ગાડીઓ ખરીદવાથી અચકાઈ રહ્યા છે. પરંતુ હવે આવા લોકો માટે સારા સમાચાર છે. કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે આવતા બે વર્ષમાં ઈલેક્ટ્રીક અને પેટ્રોલ ગાડી ની કિંમત એક થઈ જશે. ગડકરીએ કહ્યું હતું કે ખુબ જ જલ્દી આ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાની છે.

ગડકરીએ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ અને FY21 એજીએમ નાં વાર્ષિક સત્રને સંબોધિત કરતા કહ્યું હતું કે ૨ વર્ષની અંદર ઇલેક્ટ્રિક વાહનનો ખર્ચ તે સ્તર ઉપર આવી જશે, જે તેમના પેટ્રોલ વેરિએન્ટ જેટલો હશે. તેમણે એવું પણ કહ્યું હતું કે સરકારે ઈલેક્ટ્રીક વાહનનાં ચાર્જિંગની સુવિધાઓનાં વિસ્તાર કરવા ઉપર પણ કામ કરી રહી છે. ગડકરીએ આગળ જણાવ્યું હતું કે અમે ૨૦૨૩ સુધીમાં મુખ્ય હાઈવે ઉપર ૬૦૦ ઇલેક્ટ્રિક ચાર્જિંગ પોઇન્ટ્સ સ્થાપિત કરી રહ્યા છીએ. સરકાર પણ તે સુનિશ્ચિત કરવા માંગે છે કે ચાર્જીંગ સ્ટેશન સૌર અથવા પવન વીજળી જેવા નવીનીકરણ સ્ત્રોતની સંચાલિત હોય.

ઓછી થઈ જશે કિંમત

ગડકરીએ કહ્યું હતું કે ઇલેક્ટ્રિક વાહનો બનાવવાની કિંમત વધારે છે, કારણ કે તેમની સંખ્યા ઓછી છે. તેમણે કહ્યું હતું કે ભારત ઇલેક્ટ્રીક વાહનોની ક્રાંતિ ની અપેક્ષા કરી રહ્યું છે, જેમાં ૨૫૦ સ્ટાર્ટઅપ વ્યવસાય પ્રભાવી ઈલેક્ટ્રીક વાહન ઉદ્યોગીકરણ નિર્માણમાં જોડાયેલા છે. તે સિવાય મુખ્ય નિર્માતા ઇલેક્ટ્રિક વાહનોનાં ઉત્પાદનમાં થતાં ખર્ચને ઘટાડવાની કોશિશમાં જોડાયેલા છે. ઇલેક્ટ્રિક વાહનો પર જીએસટી ફક્ત ૫ ટકા છે અને લિથિયમ-આયન બેટરી બનાવવાનો ખર્ચ પણ ઘટી રહેલ છે.

સૌથી સસ્તો ટ્રાન્સપોર્ટ

ગડકરીનું એવું પણ માનવું છે કે પ્રતિ કિલોમીટર ખર્ચ સસ્તો હોવાને કારણે ભારતમાં ઈલેક્ટ્રીક વાહનોનું વેચાણ ખુબ જ વધારે થશે. ગડકરીએ કહ્યું હતું કે પેટ્રોલ થી ચાલવા વાળી કારની કિંમત પ્રતિ કિલો મીટર ૧૦ રૂપિયા, ડીઝલની કિંમત ૭ રૂપિયા અને વિજળી ની કિંમત ફક્ત ૧ રૂપિયા પ્રતિ કિલોમીટર છે. મંત્રીએ ગેસોલિન અને ડીઝલ જેવા પારંપરિક ઇંધણ પર નિર્ભરતા ઓછી કરવા માટે ઇથેનોલ અને સીએનજી જેવા વિકલ્પ ઇંધણનાં ઉપયોગ પર ભાર આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *