નવીદિલ્હી : ફેસબુક ઉપર બર્થડે વિશ કરનારને ફેસબુકે નવી એક ગિફ્ટ આપી છે. આને માટે ફેસબુકે એક નવી બર્થડે સ્ટોરી લોન્ચ કરી છે. ફેસબુકના ચાહકો માટે આ સમાચાર આનંદ આપનાર ગણાય. નવાં ફીચર મારફતે યુઝર્સ સ્પેશ્યલ સ્ટોરીમાં ડિજીટલ કાર્ડ, ફોટાઓ તથા વિડિઓ અપલોડ કરી શકાય છે.
નવાં ફીચરની વિશેષતા : સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ ફેસબુકે એક નવાં ફીચર લોન્ચ કરેલ છે તેમાં શું શું નવીનતા છે એની વિગતો આપણે જાણીએ. આ ફીચર મારફત તમારાં મિત્રો તમારાં જન્મદિવસ પર એક ખાસ સ્ટોરીમાં ડીજીટલ કાર્ડ, ફોટાં અને વિડિયો અપલોડ કરી શકશે. જે તમને પોપ-અપનાં રૂપમાં દેખાશે. મતલબ કે હવે તમને ટ્રેક રાખવાની જરૂર નથી કે કોણે તમને ફેસબુક સ્ટોરી પર વીશ કરેલ અને કોણે નહીં…
કંપનીએ જણાવ્યું કે, નવાં ફીચરમાં મજેદાર તથાં યાદગાર હેપી બર્થડે મેસેજ પણ જોવામાં આવશે. નવાં ફીચર ની ખાસિયત એ હશે કે, જાણે તમને તમારો દોસ્ત કે સંબંધી તમારાં બર્થડે પાર્ટીમાં કાર્ડ આપી રહ્યાં છે.
જાણો : કેવી રીતે ઉપયોગ કરી શકાશે?
આ ફીચરનો ઉપયોગ કરવાં માટે બર્થડે નોટિફિકેશન પર ટેપ કરવાનું રહેશે. એ પછી તમે કોઈ ફોટો, શોર્ટ વિડિઓ અપલોડ કરી શકશો. જે તમારાં મિત્રની સ્ટોરીમાં જોઇ શકાશે. આ ઉપરાંત આ સ્ટોરીમાં હેપી બર્થડેનો સાઉન્ડટ્રેક ઉમેરવા માટે મ્યુઝિક સ્ટિકર પણ જોડી શકશો. ત્યાર બાદ તમારી એ વિશ પર્સનલાઇઝ્ડ સ્લાઇડ- શોની જેમ તમારાં મિત્રના બર્થડે સ્ટોરીમાં ઉમેરાઈ જશે.
ફેસબુકનું માનવું છે કે કંપનીનાં પચાસ કરોડ યુઝર્સ ડેઇલી બેસીસ પર ફેસબુક સ્ટોરીનો ઉપયોગ કરે છે. આ ફીચર લોન્ચને સેલિબ્રેશ કરવાં માટે ફેસબુકે અમેરિકાની 50 બેકરી સાથે પાર્ટ્નરશીપ કરી છે. જેનાથી 10 મે થી યુઝર્સને ફ્રી ટ્રીટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ દરેકને આ લોકેશન પર પાર્ટીશીપેટ કરવાં આમંત્રિત કરેલ છે. જેમાં યુઝર્સને આ ફીચરનો ઉપયોગ કરવાનો ઉપાય જણાવાશે.
લેખ સંપાદક :મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)