ફક્ત ૧૦ રૂપિયામાં ૨૪૦ કિલોમીટર ચાલશે આ ઇલેક્ટ્રિક સ્કુટર, ફક્ત પાંચ મિનિટમાં થશે ચાર્જ

Posted by

હાલમાં સરકાર પેટ્રોલ-ડીઝલનાં ભાવ સતત વધારી રહી છે. એવામાં સામાન્ય માણસની કમર તૂટી ગઈ છે. તેની વચ્ચે જ ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપનીઓ પણ ખુશખબરી લઈને આવી રહી છે. તેમના ઇનોવેશન જોઈને એવું લાગે છે કે આવનારા દિવસોમાં થોડા સમયમાં જ પેટ્રોલ-ડીઝલનાં ભાવથી છુટકારો મેળવી શકાશે. આ બધાની વચ્ચે હાલમાં કેટલાક મહિના પહેલા ભારતમાં ઘણા ઇલેક્ટ્રોનીક સ્કુટર લોન્ચ થયાં છે.

હવે આ કેટેગરીમાં કેબ એગ્રીગેટર સર્વિસ પણ જલ્દી જ પોતાનો કમાલ દેખાડવાની છે. ઓલા જલ્દી ભારતમાં પોતાનું ઈલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ કરવાની છે. જણાવી દઈએ કે ઓલા ઈલેક્ટ્રીક સ્કૂટરનો મુકાબલો ભારતમાં બજાજ ચેતક ઈલેક્ટ્રીક સાથે થવા જઈ રહ્યો છે. ભારતમાં ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાથી ઇલેક્ટ્રિક વાહન વધારે નથી વેચાતા. તેને ધ્યાનમાં રાખીને હવે ઓલા એ નવું સ્કૂટર લોન્ચ કર્યું છે. ઓલા ઈલેક્ટ્રીક સ્કૂટરનાં ફ્યુચરની વાત કરીએ તો તેમાં એક મોટુ સ્ટોરેજ બુટ, બ્લૂટૂથ કનેક્ટિવિટી, TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જોવા મળી શકે છે.

તેમાં નવી ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પણ આ નવા આવનાર સ્કૂટરમાં ચાર્જ કર્યા વગર તમે લાંબો રસ્તો કાપી શકો છો. તેની બેટરીને ચાર્જ કરવામાં માત્ર પાંચ મિનિટનો સમય લાગે છે. તમને જણાવી દઈએ કે ઓલા નાં આ ખાસ સ્કૂટરના ફોટો બધાની સામે આવી ચૂક્યા છે. હવે થોડા જ મહિનાઓમાં આ લોન્ચ કરવામાં આવશે. ધ્યાનમાં આપવા જેવું છે કે ઓલા થોડા દિવસ પહેલા જ Etergo ને ટેક ઓવર કર્યું છે. ત્યાર પછી આ કંપની ઇલેક્ટ્રિક સ્કૂટર ઉપર કામ કરી રહી છે.

સૂત્રોનું માનીએ તો આ સ્કૂટર માં સ્વેપેબલ હાય એનર્જી ડેંસિટી બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બેટરીને વારેવારે ચાર્જ કરવાની જરૂર પડતી નથી. આ શાનદાર બેટરી પરફોર્મર સ્કૂટરનો એકવાર ચાર્જ કર્યા પછી ૨૪૦ કિલોમીટર સુધી ચલાવી શકાય છે. એવામાં તમારી પાસે બીજી એક ચાર્જ કરેલી બેટરી રાખેલી હશે, તો તમારી રેન્જ ૨ ગણી થઈ જશે. આ આખી પ્રક્રિયામાં તમને માત્ર પાંચ મિનિટનો સમય લાગે છે.

તમને જણાવી દઈએ કે સ્વેપેબલ બેટરી સાથે હશે તો સૌથી વધારે ફાયદો એ થશે કે તમે તરત જ બેટરી બદલી શકો છો. તેને પૂરી થયા પછી તરત જ બહાર કાઢી શકાય છે. ભારત સરકાર સ્વેપેબલ બેટરીવાળી સ્કુટર માટે દેશભરનાં પેટ્રોલ પંપ ઉપર બેટરી સર્વિસ આવનારા સમયમાં જલ્દી શરુ કરી શકે છે. તેનાથી એવું બનશે કે ઈલેક્ટ્રીક સ્કૂટર રાઇડર સમય બગાડ્યા વગર પોતાની રાઇડનો આનંદ લઇ શકશે. સાથે જ વાતાવરણમાં થતા નુકસાનથી પણ બચાવી શકાય છે.

જાણતા હશો કે ભારતમાં આવનારા દિવસો ઘણા બઘા ઈલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ થવાના છે. એમાંથી ઘણી ભારતીય કંપની પણ છે અને ભારતમાં ઘણા સ્ટાર્ટ અપ પણ છે. અહીં ઓલા ની સાથે ઘણી બહારની કંપનીઓ ભારતમાં આવી રહી છે. જેટલી જલ્દી આ કંપનીઓ ભારતમાં ઇલેક્ટ્રોનિક વાહન મુકશે તેટલી જલ્દી લોકો પેટ્રોલનાં વધતા ભાવથી છુટકારો મેળવી શકશે. બધી કંપનીઓનાં વાહનનાં ભાવ અલગ અલગ છે. આશા છે કે આ ભાવ સામાન્ય માણસનાં બજેટમાં હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *