ફક્ત ૧૫ મિનિટમાં બનાવો ઇન્સ્ટન્ટ ભીંડાનું અથાણું, બધાને પસંદ આવશે આ ચટપટી રેસીપી

Posted by

ભીંડાનું શાક તો તમે ખૂબ જ ખાધું હશે, પરંતુ શું તમે ક્યારેય ભીંડા અને તલનાં ઇન્સ્ટન્ટ અથાણા વિશે સાંભળ્યું છે? તો આજે તમને તેની રેસિપી જણાવીશું. આ અથાણું થોડુંક અલગ છે, જેને તમે સરળતાથી બનાવી શકો છો. જ્યાં નોર્મલ અથાણામાં સરસવનો મસાલાની જરૂરિયાત રહે છે. ત્યાં જ અથાણામાં તલનાં મસાલાનો ઉપયોગ થાય છે અને તમે ૨-૩ દિવસ સુધી તેને સ્ટોર કરી શકો છો. તેની સૌથી સારી વાત એ છે કે તેને બનાવવામાં પાંચ મિનિટનો સમય લાગે છે.

બીજી સારી વાત એ છે કે આ અથાણું બાકીના અથાણાં કરતાં ખૂબ જ હેલ્ધી છે. કારણ કે તેમાં સરસવની જગ્યાએ તલનો ઉપયોગ કરવામાં આવે છે અને સાથે જ તેમાં તેલનો ઉપયોગ ઓછો હોય છે.

ભીંડા અને તલનું અથાણું (સામગ્રી)

 • ૨૫૦ ગ્રામ ભીંડો
 • ૨ ચમચી મેથીના દાણા
 • ૧ ચમચી હળદર પાવડર
 • ૧ ચમચી લાલ મરચું પાવડર
 • ૨ ચમચી સરસવ પાઉડર
 • ૨ ચમચી રોસ્ટેડ તલ
 • ૧૦-૧૨ મીઠા લીમડાનાં પાન
 • ચપટી ભરીને હિંગ
 • ૧ કપ લીંબુનો રસ
 • મીઠું સ્વાદ અનુસાર
 • ૨ નાના ચમચા તેલ

બનાવવાની રીત

સૌથી પહેલા ભીંડાને સાફ કરી તેને સૂકા કરી લેવા. ભીંડા વચ્ચેથી કાપેલા હોવા જોઈએ અને તેમાં પાણી રહેવું જોઈએ નહીં. હવે એક કટોરીમાં લાલ મરચું પાવડર, મીઠું, હળદર પાવડર, સરસવ પાવડર, હિંગ અને ૨ ચમચી લીંબુનો રસ એક સાથે મિક્સ કરી લેવો.

હવે આ મિશ્રણને ભીંડામાં ભરી લેવું અને એક તપેલીમાં તેલ ગરમ કરવું. ધ્યાન રાખો કે પેન નોનસ્ટિક હોવું જોઈએ. કારણકે આપણે ખૂબ જ ઓછા તેલનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ મીઠા લીમડાના પત્તા નાંખવા અને પછી ભીંડાને તે પેનમાં નાખવો. ત્યારબાદ તેને થોડાક સમય માટે સાંતળવો. તેને ખૂબ જ વધારે સાંતળવાનું નથી, નહીં તો તે મસાલો બળવા લાગશે. આ અથાણુ થોડુંક કાચું રહી જશે તો પણ તેનો સ્વાદ સારો આવશે. ત્યાર બાદ તેને ગેસ ઉપરથી લઈ લેવું અને તેમાં વધેલું લીંબુનો રસ અને રોસ્ટેડ તલ મિક્સ કરી દેવા.

વળી તમે ખૂબ જ જલદી તેને ખાઈ શકો છો, પરંતુ તેને સ્ટોર કરતા સમય ધ્યાન રાખવાનું કે એર ટાઈટ કન્ટેનરમાં જ સ્ટોર કરવો અને તેમાં ભેજ ના રહે. આ અથાણાંને તમે ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમને આ રેસિપી સારી લાગી હોય તો અમને જરૂરથી જણાવશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *