ફક્ત ૨૫૦ રૂપિયામાં તમે બનાવી શકો છો પોતાનું રેઇન હાર્વેસ્ટિંગ સિસ્ટમ, જુગાડ એવો કે દિલ જીતી લે

Posted by

આપણા દેશમાં તે ખાસિયત છે કે લોકો જુગાડ કરવામાં ખૂબ જ હોશિયાર છે. તેવી જ રીતે એક નાનો જુગાડ જો તમે કરો છો તો ભવિષ્યમાં પાણીની અછતનાં સંકટથી તમે બચી શકો છો. પાણીની અછત કેવી રીતે દેશના અલગ-અલગ ભાગોમાં થતી જઈ રહી છે તેના વિશે હંમેશા તમે ન્યૂઝમાં વાંચ્યું હશે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ એટલે કે વરસાદનાં પાણીનું સંચલણ ને પાણીની અછત સામે લડવામાં સૌથી પ્રમુખ હથિયાર બતાવવામાં આવ્યું છે.

વરસાદનું પાણી જો આપણા દેશમાં લોકો પોતાના ઘરમાં જમા કરે તો આ પાણીનો ઉપયોગ દરરોજના કામોમાં કરે, તો તેનાથી પર્યાપ્ત માત્રામાં પાણીનું સંરક્ષણ કરી શકાય છે. એવું નથી કે લોકો રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવા નથી માગતા પરંતુ આ સિસ્ટમને લગાવવામાં ખર્ચ વધુ હોય છે. તે કારણને લીધે લોકો તેના ઉપર વધુ ધ્યાન નથી આપતા.

દયાનંદનું DIY ઇનોવેશન

ચેન્નઈ માં રહેતા ૪૫ વર્ષના દયાનંદ કૃષ્ણનએ એવામાં એક નાનો એવો જુગાડ કર્યો છે. જેનાથી અંદાજે ૨૦૦ લિટર વરસાદનું પાણી તમે માત્ર ૧૦ મિનિટમાં જમા કરી શકો છો. આ DIY ઇનોવેશનનો ખર્ચ માત્ર ૨૫૦ રુપીયા છે. કૃષ્ણ નાં જણાવ્યા અનુસાર વરસાદ ચાલુ થવા પર ચેન્નઈમાં રાહત તો જરૂર મળી ગઈ છે પરંતુ એક બીજી સમસ્યા સામે આવી છે પાણીની અછત થવાના લીધે તમિલનાડુમાં હજારો લીટર પાણી બરબાદ થઈ રહ્યું છે. બસ આ જ વિચાર થી કૃષ્ણનને કંઈક એવું કરવા માટે પ્રેરિત કર્યું જેનાથી તે વરસાદના પાણીનું સંરક્ષણ કરી શકે.

શું છે ટેકનીક?

કૃષ્ણનના કહ્યા અનુસાર પ્લમ્બર કે એક્સપર્ટ ની આવશ્યકતા હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવા માટે તમારે નહીં પડે. તમે ઘર પર તેને તૈયાર કરી શકો છો. તેના માટે તમારે ઘરમાં ઉપયોગમાં આવતા એક ડ્રમ, ૩ ફુટનો પીવીસી પાઇપ, ૨ પાઇપ બેંડ્સ અને ફિલ્ટર માટે એક સુતરાઉ કાપડ ની જરૂરત પડશે. જે પાણી ધાબા ઉપર કે બાલ્કનીમાં જમા થાય છે, તે કોઈ એક પાઇપથી બહાર નીકળતું જ હોય છે. બસ પાઇપના બેંડ્સ દ્વારા પાઇપને કૃષ્ણન એ બીજા પાઇપ સાથે જોડી અને કપડાથી ફિલ્ટરને ઢાંકેલા એક ડ્રમમાં બીજા ભાગને નાખ્યો. તેનાથી તે પાણી બહાર જઈ બરબાદ થવા ના બદલામાં ડ્રમ માં જમા થઈ જાય. કપડા ડ્રમમાં ફિલ્ટર માટે એટલા માટે લગાવવામાં આવ્યું કારણ કે તે ધૂળ માટી વગેરે પાણીની સાથે ના આવે.

સફળ રહ્યો જુગાડ

પછી ચેન્નઈમાં ચોમાસુ આવ્યા પછી વરસાદ ચાલુ થયો. ત્યારબાદ રસ્તામાંથી પોતાની પત્નીને ફોન કરી કૃષ્ણને પૂછ્યું કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ તેનું કામ કરી રહ્યું છે કે નહીં? તો પત્નીએ જણાવ્યું કે ડ્રમ માં પાણી જમા થઈ રહ્યું છે. શરૂઆતમાં પાંચ મિનિટ માટે પાઇપ ને બગીચાની બાજુ રાખ્યું. કારણ કે ડ્રમ માં ગંદકી જમા ના થાય. કૃષ્ણને જણાવ્યું કે ૨૨૫ લીટર પાણી અમે માત્ર 10 મિનિટમાં જમા કર્યું. આગળના ૨ થી ૩ દિવસ સુધી તેમાંથી ઘરના રોજિંદા કામ કરી શકાય છે.

કૃષ્ણન નાં કહ્યા અનુસાર અઠવાડિયામાં એક વખત નગર નિગમનું પાણી મળે છે તેથી કરી તે પાણીનું સંરક્ષણ કરવામાં આવે તો પૂરું અઠવાડિયું તેનાથી ૩ સદસ્ય વાળા પરિવારને કોઇ પરેશાની નથી આવતી. કૃષ્ણન નાં કહ્યા અનુસાર વધુ પાણી તમે જમા કરવા માંગો છો તો ડ્રમ ની સંખ્યા વધારી શકો છો. તેમને જોઈને બીજા મિત્રો એ પણ સિસ્ટમને ફોલો કર્યું અને તેનો લાભ લઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *