ફક્ત ૩૦ દિવસમાં ઘટાડી શકો છો ૧૦ કિલો સુધી વજન, યોગ ગુરુ બાબા રામદેવે આપી ટિપ્સ

Posted by

વર્તમાન સમયમાં ખરાબ ખાણી-પીણી, બગડતી જીવનશૈલી અને આળસને કારણે લોકો સ્થુળતાનો શિકાર બની રહ્યા છે. વજન વધવાથી તમારી બહારની સુંદરતા તો પ્રભાવિત થાય છે, પરંતુ તેની સાથે સાથે લોકો ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ શિકાર બની જતા હોય છે. ઘણા લોકોને સ્થુળતાને કારણે ડાયાબિટીસ, હૃદય સંબંધિત સમસ્યાઓ અને અન્ય બીમારીઓ ઘેરી લેતી હોય છે. એટલા માટે એક્સપર્ટનું માનવામાં આવે તો લોકોએ પોતાના વજનને નિયંત્રણમાં રાખવો ખુબ જ જરૂરી છે.

સ્થુળતા માંથી છુટકારો મેળવવા માટે લોકો અલગ-અલગ ઉપાયો અપનાવતા હોય છે. અમુક લોકો ડાયેટિંગ કરે છે, તો અમુક લોકો કલાકો સુધી જીમમાં પરસેવો વહાવતા હોય છે. જોકે યોગગુરુ બાબા રામદેવનું માનવામાં આવે તો યોગ કરવાની સાથે સાથે અમુક કુદરતી ઉપાયથી પણ તમે થોડા દિવસોમાં જ પોતાનું વજન ખુબ જ ઝડપથી ઘટાડી શકો છો. બાબા રામદેવે એવી પાંચ ટિપ્સ જણાવેલી છે, જેને નિયમિત રૂપથી અપનાવી લેવામાં આવે તો એક મહિનાની અંદર ૧૦ કિલો સુધી વજન ઓછું કરી શકાય છે. તો ચાલો તમને આ લેખમાં જણાવીએ કે તે ટિપ્સ કઈ કઈ છે.

કપાલભાતિ

યોગગુરૂનાં જણાવ્યા અનુસાર નિયમિત રૂપથી દરરોજ ૪૫ દિવસ સુધી કપાલભાતિ દ્વારા ૧૦ કિલો વજનને ઓછું કરી શકાય છે. કપાલભાતિ દ્વારા ફક્ત શરીરની એક્સ્ટ્રા ચરબી ઓછી નથી થતી, પરંતુ લીવર અને કિડની સાથે જોડાયેલી સમસ્યાઓમાંથી પણ છુટકારો મળી જાય છે. આ પ્રાણાયામ દિમાગને તણાવ મુક્ત રાખવામાં પણ મદદ કરે છે. તે સિવાય શરીરને ડિટોક્સીફાઈ કરીને ઝેરી પદાર્થોને બહાર કાઢે છે. જેનાથી પાચનશક્તિમાં સુધારો થાય છે.

હુંફાળું પાણી

દરરોજ એક ગ્લાસ હુંફાળું પાણી પીવાથી એક મહિનાની અંદર ઓછામાં ઓછો બે કિલો વજન ઓછો કરી શકાય છે. હુંફાળું પાણી પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે, સાથોસાથ શરીરમાં રહેલ ઝેરી પદાર્થો પણ બહાર નીકળી જાય છે. જેનાથી વજન ઘટાડવામાં ખુબ જ મદદ મળે છે.

ખાંડ

બાબા રામદેવનું માનવામાં આવે તો વજન ઓછું કરવા માટે પોતાની ડાયટ માંથી ખાંડને ખુબ જ ઓછી કરી નાખો. કારણ કે ખાંડ વજન વધવાના મુખ્ય કારણોમાંથી એક છે.

ભોજન કર્યા બાદ વજ્રાસન

ભોજન કર્યા બાદ વજ્રાસન કરવાથી શરીર ઘટાડવામાં ખુબ જ મદદ મળે છે, એટલા માટે યોગગુરુ બાબા રામદેવ સ્થુળતામાં થી છુટકારો મેળવવા માટે ભોજન કર્યા બાદ વજ્રાસન કરવાની સલાહ આપે છે.

ફાસ્ટિંગ

વિશેષજ્ઞોનું માનવામાં આવે તો સપ્તાહમાં એક દિવસ વ્રત રાખવાથી સ્વાસ્થય સંબંધિત ઘણા પ્રકારની સમસ્યાઓમાંથી છુટકારો મળી શકે છે. એક દિવસ વ્રત રાખવાથી બ્લડપ્રેશર અને લોહીમાં કોલેસ્ટ્રોલ લેવલને પણ ઓછું કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *